અમદાવાદઃ સ્વાદપ્રિય શહેરીજનો માટે આનલ કોટકનું નામ હવે અજાણ્યું રહ્યું નથી. ત્યારે હવે શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનંલ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં આવ્યો. આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટક દ્વારા SHE TEAMના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. […]


