સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં 59 મહિલાઓ વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન રજૂ કરી એક નવી દિશા ચીંધે છે. […]