Gujarat Header Slider Life Style Top Stories

પિંક પાર્ટીમાં મોટીવેશનલ ટોક, ગેમ્સ, કોમ્પિટીશન અને હાઉસી સાથે સેલિબ્રેશન કરાયું હતું

અમદાવાદ: કર્ણાવતી ક્લબની વી કમિટી એટલે કે વીમેન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા MY FMનાં કોલાબ્રેશન સાથે ઈન્ટરનેશનલ વિમેન ડે સેલિબ્રેશનને લઈને પિંક પાર્ટીનું આયોજન ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે કરાયું હતું. વીમેન એમ્પાવરમેન્ટ કમિટીનાં ચેરપર્સન હિતા પટેલ અને માય એફ. એમનાં કૃપા ત્રિવેદી દ્વારા ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં હોસ્ટ આર.જે ચાર્મી તેમજ વી કમિટીનાં સુનિતા ચૌહાણ અને ટીમ દ્વારા કરાયું હતું. પિંક પાર્ટીમાં સૌ પ્રથમ RJ ચાર્મીએ ટી.વી ક્વિઝથી કરાઈ હતી જેમાં સાચા જવાબ આપનાર વિજેતાને ઈનામ પણ એનાયત કરાયા હતા. આ ઈવેન્ટમાં બેસ્ટ બોલિવુડ ડ્રેસિંગની કોમ્પિટીશન રાખવામાં આવી હતી.

જેમાં રેટ્રો અથવા બોલિવુડ એક્ટરનો લુક લઈને તૈયાર થઈને આવ્યા હતા. બોલિવુડ થીમ પર તૈયાર થઈને આવેલી મહિલાઓમાંથી 10ને કોમ્પિટીશનમાં બેસ્ટ લુક અને ડ્રેસ સાથે વિમેન એમ્પાવરમેન્ટ કમિટીનાં ડૉ. રિદ્ધમ પટેલ, સીમા મંડોરા અને ધ્રુવી શાહ દ્વારા સિલેક્ટ કરાયા હતા. આ 10 મહિલાઓને પિંક પાર્ટીનાં ગેસ્ટ અભિનેત્રી અને મોડલ ભક્તિ કુબાવત દ્વારા જજ કરી 10 પાર્ટીસિપેન્ટ્સને ઈનામ એનાયત કરાયા હતા.

આ ઈવેન્ટમાં ગેસ્ટ તરીકે સોશિયલ વર્કર અને ઓથર નેહલ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા જેમને મહિલાઓને એક બીજાને સ્પોર્ટ કરવા માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા.વિમેન ડે પર ફક્ત વિમેન એમ્પાવરમેન્ટ પર વાત કરવા કરતા શું ખરેખર વિમેન એમ્પાવરમેન્ટ થાય છે તે સવાલ થવો જરુરી છે? વિમેન એમ્પાવરમેન્ટ માટે જરુરી છે બીજી મહિલાને મદદ કરી તેમને પ્લેટફોર્મ આપવામાં મદદરુપ થાય. પિંક પાર્ટીમાં હાઉસીનાં ત્રણ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા જેમાં દરેક રાઉન્ડમાં વિજેતા માટે કેસ પ્રાઈઝ સાથે ગિફ્ટ હેમ્પર પણ આપવામાં આવ્યા હતા. જ્યારે એન્ટ્રી દરમિયાન દરેકને ગુડી બેગ આપવામાં આવી હતી. આ ઈવેન્ટમાં 800 જેટલી મહિલાઓએ તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફોટો ક્લિક કરી આનંદ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.