Business Gujarat Headline News Top Stories

લોવી (Lowy ઇન્ડેક્સમાં ચીન સાથેનું અંતર રેકોર્ડ સ્તરે નીચું આવતા ભારતે મુખ્ય શક્તિ (મેજર પાવર) તરીકેનો દરજ્જો મજબૂત કર્યો

  • એશિયાની ટોચની 10 શક્તિઓમાં ભારતે સૌથી વધુ પ્રગતિ હાંસલ કરી
  • એશિયાના પ્રાદેશિક નેતૃત્વ રેન્કિંગમાં પીએમ મોદી પાંચમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યા
  • ચીનથી આગળ નીકળીને ભારત વૈશ્વિક રોકાણના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું
  • લોવીના સશસ્ત્ર દળો અને લાંબા ગાળાના કાર્યબળ રેન્કિંગમાં ભારત ટોચ પર

I. 2026 નું રેન્કિંગ શું દર્શાવે છે

  • ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર એશિયામાં શક્તિનું વિતરણ કેવી રીતે થાય છે અને સમય જતાં તે સંતુલન કેવી રીતે બદલાય છે તે ટ્રેક કરવા માટે 2018 માં એશિયા પાવર ઇન્ડેક્સ શરૂ કર્યો હતો.
  • ભારતનો એકંદર સ્કોર વધીને 40.5 થયો છે અને બે મહાસત્તાઓ, અમેરિકા અને ચીન પછી તથા જાપાન, રશિયા અને ઓસ્ટ્રેલિયાથી આગળ, લોવીના મેજર પાવર સ્તરમાં તે એકમાત્ર દેશ છે.
  • ભારતનું રાજદ્વારી પ્રભૂત્વ, મજબૂત લાંબા ગાળાની આર્થિક સંભાવનાઓ અને ગાઢ પ્રાદેશિક સુરક્ષા ભાગીદારી એક મુખ્ય શક્તિ તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે.
  • ભારતે ટોચના 10 દેશોમાં સૌથી મોટો એકંદર સ્કોર વધારો નોંધાવ્યો છે અને તે જૂથમાં લોવીનું અપવર્ડ ટ્રેન્ડ માર્કર મેળવનાર એકમાત્ર દેશ છે.
  • 2026 ની આવૃત્તિ આર્થિક અને લશ્કરી શક્તિ, રાજદ્વારી, સંરક્ષણ ભાગીદારી અને સાંસ્કૃતિક પહોંચને આવરી લેતા 131 સૂચકાંકો પર 27 દેશો અને પ્રદેશોનું મૂલ્યાંકન કરે છે.

II. પીએમ મોદીના નેતૃત્વમાં ચોથા સ્થાનેથી મજબૂત ત્રીજા સ્થાને

  • 2018 માં જ્યારે ઇન્ડેક્સ શરૂ થયો ત્યારે ભારત ચોથા સ્થાને હતું અને 2023 માં પણ ચોથા સ્થાને જ રહ્યું હતું. 2024 માં, ભારતે પ્રથમ વખત જાપાનને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
  • 2025 માં, ભારતે મેજર પાવરનો દરજ્જો પાછો મેળવવા માટે 40-પોઇન્ટની મર્યાદા પાર કરી હતી અને હવે ભારતે સતત ત્રીજી આવૃત્તિ માટે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે અને જાપાન પરની પોતાની લીડ વધારી છે.

III. પ્રાદેશિક નેતૃત્વમાં પીએમ મોદી ત્રણ સ્થાનની છલાંગ લગાવીને નંબર 2 પર પહોંચ્યા

  • પીએમ મોદી 2025 માં પાંચમા સ્થાને હતા અને 2026 માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી ત્રણ સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચ્યા છે.
  • લોવીના નિષ્ણાત સર્વેક્ષણે એશિયામાં ભારતના રાજદ્વારી હિતોને આગળ વધારવામાં તેમની અસરકારકતા માટે તેમને વધુ ઊંચું રેટિંગ આપ્યું છે.
  • લોવીએ ઇન્ડેક્સ શરૂ કર્યો ત્યારથી ભારત અને ચીન વચ્ચેનું એકંદર અંતર ઘટીને સૌથી ઓછું થઈ ગયું છે.
  • તાજેતરની આવૃત્તિમાં આ અંતર 0.6 પોઇન્ટ ઘટ્યું છે કારણ કે ભારત 0.5 પોઇન્ટ વધીને 40.5 પર પહોંચ્યું છે અને ચીન 0.1 પોઇન્ટ ઘટીને 73.6 પર આવ્યું છે.

IV. વ્યક્તિગત માપદંડો પર અગ્રણીઓમાં ભારત ક્યાં સ્થાન ધરાવે છે

1. વિદેશી રોકાણ માટે ટોચનું સ્થળ

  • વૈશ્વિક રોકાણ પ્રવાહ: ભારત ચીનથી આગળ રહીને બીજા સ્થાને છે. લોવી દ્વારા મૂલ્યાંકન કરાયેલી અર્થવ્યવસ્થાઓમાં ભારત માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકા (US) થી પાછળ રહ્યું છે. આ દર્શાવે છે કે કેવી રીતે ભારત ચીનથી પણ આગળ નીકળીને વિશ્વના રોકાણ હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું છે.
  • રોકાણ આકર્ષણ: ભારત અમેરિકા પછી બીજા સ્થાને છે. આકર્ષક રોકાણ સ્થળ બનવામાં ભારત ચીન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આગળ રહ્યું છે. લોવી આ સૂચક માટે એક દાયકાના આંતરિક વિદેશી મૂડી રોકાણનો ઉપયોગ કરે છે, જે રોકાણકારો તેમના નાણાં ક્યાં રોકે છે તેનો લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ આપે છે.

2. લશ્કરી શક્તિ અને રાજદ્વારી પહોંચ

  • સશસ્ત્ર દળો: ભારત 100 માંથી 100 ગુણ સાથે પ્રથમ સ્થાને છે. લશ્કરી ક્ષમતામાં ભારત ચીન (85.3) અને અમેરિકા (64.8) થી આગળ રહ્યું છે. આ સક્રિય લશ્કરી અને અર્ધલશ્કરી દળોના કદ, તેમની તાલીમ અને સજ્જતા તથા તેઓ કેટલી અસરકારક રીતે સંગઠિત છે તેના દ્વારા માપવામાં આવે છે.
  • રાજદ્વારી મંચોમાં સભ્યપદ: ભારત બે સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચ્યું છે. લોવી જે શિખર સંમેલનો, રાજદ્વારી ક્લબો અને પ્રાદેશિક આંતર-સરકારી સંગઠનોને ટ્રેક કરે છે તેમાંથી 17 માં ભારતનું પ્રતિનિધિત્વ હતું, જે ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડની બરાબર અને ચીન કરતાં એક સ્થાન પાછળ છે. આ રેન્કિંગ વૈશ્વિક રાજદ્વારીમાં ભારતની ભાગીદારીનો વ્યાપ દર્શાવે છે.

3. આર્થિક સ્થિતિસ્થાપકતા અને કાર્યબળની સંભાવના

  • અન્ય દેશોના આર્થિક દબાણનો સામનો કરવાની તેની ક્ષમતામાં ભારત ચીન (75.3) અને અમેરિકા (73.5) પછી 68.3 સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યું છે. લોવી એ બાબતને ધ્યાનમાં લે છે કે કોઈ દેશની નિકાસ કેટલી વૈવિધ્યસભર છે અને તે તેના સૌથી મોટા વેપારી ભાગીદાર પર કેટલો નિર્ભર છે.
  • 2050 સુધી વસ્તી વિષયક સંસાધનો: ભારત 100 માંથી 100 ગુણ સાથે પ્રથમ સ્થાને છે. 100 ગુણ મેળવનાર ભારત એકમાત્ર દેશ હતો, જે ચીન (39.6) અને અમેરિકા (33.2) થી ઘણો આગળ છે. લોવી મૂલ્યાંકન કરે છે કે કોઈ દેશની કાર્યકારી વયની વસ્તીનું કદ અને વૃદ્ધિ 2030 પછી આર્થિક વિકાસને કેવી રીતે ટેકો આપી શકે છે. ભારતની આ સરસાઈ તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડના વ્યાપને ઉજાગર કરે છે.

Leave a Reply

Your email address will not be published.