Gujarat Headline News Top Stories

રાજનગરના આંગણે સૂરદાસશેઠ ની પોળ ૫૭૫ અંજનશલાકા ની શાલગીરી પ્રારંભ

રાજનગરના આંગણે સુરદાસ શેઠ ની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદા ની 575 મી અંજન શલાકા ની શાલગીરી નિમિતે 16 થી 20 જાન્યુઆરી સુધી પંચાણીહક મહોત્સવ નો પ્રારંભ થઈ ચૂક્યો છે.

અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ માણેકચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે માંડવીની પોળ ની અંદર ૯ પોળ એવી છે કે જેમાં ૫૦૦ વર્ષ જૂના જીનાલય લઈનો સમાવેશ થાય છે. માણેકચોક મા ૯ પોળ ની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસશેઠ ની પોળ જેમાં કુંથુનાથ દાદા ના સાનિધ્યમાં 575 અંજનશલાકા સાલગીરી અવસરે ભવ્યાતિભવ્ય પંચાણીહકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

પુણ્ય પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ નું વાત્સલ્ય અમને પ્રાપ્ત થયું છે.

પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંત ભદ્ર સૂરીશ્વરજી મહારાજ ૧૦૦૮ તપના સંકલ્પધારી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રીમદ વિજય લલિતપ્રભ સુરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય મીપ્રભ વિજયજી મહારાજા ને નિશ્રામાં ૫૭૫ ની અંજનશલાકા મહોત્સવ યોજાઈ રહ્યો છે.

વધુમાં જણાવતા આનંદ થાય છે કે સુરદાસશેઠ ની પોળમાં વર્ષોથી જે કાર્યોની શરૂઆતથી પુર્ણાહુતિ તરફ લઈ જતા તેવા ટ્રસ્ટીગણ હેમેન્દ્રભાઈ શાહતેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાણીહકા મહોત્સવ નો પ્રારંભ ૧૬-૦૧-૨૦૨૬ થી 20-૦૧-૨૦૨૬ ના દિવસોમાં યોજાઇ રહ્યો છે અંજનશલાકા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામમાં ૧૮ અભિષેક, ત્રણ દિવસે અહંદ મહાપૂજન, ભક્તામર મહાપુજન, ઋષભ શોભા અને અંતિમ દિવસ એ ૧૭ ભેદી પૂજા નું આયોજન કરેલ છે.

વધુમાં જણાવતા આનંદ થાય છે કે આજના દિવસ એટલે કે ૧૮-૦૧-૨૦૨૬ ના રવિવાર ના દિવસે ટ્રસ્ટી ગણે ખાસ પ્રકારનું આયોજન કરેલ છે. જેમાં બહેન જમાઈ ભાણેજ ના સ્નેહ- સંમેલન અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કરેલ છે જેમાં ૮૦૦ થી વધુ માણસો ઉપસ્થિતિ રહેશે.

Leave a Reply

Your email address will not be published.