Gujarat Headline News Top Stories

ફૂડ, કલ્ચર અને સ્પિરિચ્યુઅલિટીનો અનોખો સંગમ : ફૂડ ફોર થોટ ફેસ્ટ – 2025

AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SAAG સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 થી 16 નવેમ્બર સુધી ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ -2025’ યોજાશે “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 : અમદાવાદ બનશે ઈન્ટરનેશનલ શાકાહારી ગેસ્ટ્રોનોમી હબ”

  • સ્પેનના મિશેલિન શેફ, વર્લ્ડ ક્લાસ વાનગીઓ અને અનોખા પેવિલિયન્સ આકર્ષણનું કેન્દ્ર
  • જગન્નાથ મહાપ્રસાદ, કોફી જર્ની અને ફાઇન-ડાઇનિંગનો એક્સક્લુઝિવ અનુભવ.
  • ફૂડ લવર્સ, બ્લોગર્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ નિષ્ણાતો માટે વિશેષ સેશન્સ
  •  ‘હૉસ્પિટાલિટી હોપ એવોર્ડ’ અને ‘SAAG–AMC Award” નો ભવ્ય સમારોહ યોજાશે
  • જાણીતા સેલિબ્રિટી શેફ્સ રણવીર બ્રાર, સુવીર સરણ અને વિક્કી રત્નાની તેમજ રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે

13 નવેમ્બર, અમદાવાદ: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી ફરી એક વખત 13 થી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચારવિમર્શના સંયોગને ઉજવતો આ ફૂડ ફેસ્ટિવલ ચાર દિવસ સુધી શહેરના નાગરિકો, દેશ-વિદેશના ફૂડ લવર્સ અને ક્યુલિનરી એક્સપર્ટને એક સાથે જોવા મળશે.

WATCH VIDEO

https://www.facebook.com/reel/2263506610790451

સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G), જે વર્ષ 2015થી દર વર્ષે આ ફેસ્ટિવલને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવતા આવ્યું છે. “ફૂડ ફોર થોટ ફેસ્ટ” એ સાઉથ એશિયાનો એકમાત્ર ફૂડ ઇવેન્ટ છે, જેને છેલ્લા દાયકામાં ચાર વખત એસોસિયેટેડ પ્રેસ (AP) દ્વારા ગ્લોબલ કવરેજ પ્રાપ્ત થયું છે. ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ સ્વાદ સાથે સંકળાયેલી પરંપરા, વૈજ્ઞાનિકતા, સંસ્કૃતિ અને ગેસ્ટ્રોનોમીના આધુનિક વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો છે.

આ વર્ષે ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ત્રણ થીમ આધારિત પેવિલિયન રહેશે, જે પોતાના પ્રકારનો એક અનોખો અનુભવ પૂરું પાડશે. TAJ Soulinaire દ્વારા બનાવાયેલ લક્ઝરી પેવિલિયન ફાઈન ડાઇનિંગનું અનુભૂતિપૂર્ણ માહોલ પૂરું પાડશે, જેમાં વિશ્વસ્તરીય શાકાહારી વાનગીઓને સ્થાનિક સ્વાદ સાથે રજૂ કરવામાં આવશે. TAJની અનુભવી ક્યુલિનરી ટીમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ મેનૂમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળશે. લંચ, ડિનર અને હાઈ–ટીની વ્યવસ્થા સાથે આ પેવિલિયન સામાન્ય નાગરિકોને પણ ફાઇન ડાઇનિંગનો વૈભવી અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 13 થી 16 નવેમ્બર સુધી લક્ઝરી પેવિલિયન માં લંચ તથા ડિનર ૨૫૦૦ /- રૂપિયા અને હાઈ-ટી ૧૦૦૦ /- રૂપિયા માં ઉપલબ્ધ રહેશે. BOOK MY SHOW પરથી ONLINE બુકિંગ કરી શકાશે તેમજ સ્થળ પર પણ બુકિંગ ઉપલબ્ધ રહેશે,

ફેસ્ટિવલનો ધાર્મિક અને આધ્યાત્મિક ભાગ “સ્પિરિચ્યુઅલ પેવિલિયન” હેઠળ પ્રસ્તુત થશે. અહીં પુરી સ્થિત જગન્નાથ મંદિરનો પ્રસિદ્ધ મહાપ્રસાદ મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ તૈયાર કરીને પીરસવામાં આવશે, જેથી અમદાવાદના મુલાકાતીઓને પુરી જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદનો અનુભવ મળી શકે. સાથે જ શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો પર આધારિત “લીલા” નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ પૌરાણિક અને પરંપરાગત સભર બનાવશે. ૧૩ થી ૧૬ નવેમ્બર સુધી સ્પિરિચ્યુઅલ પેવિલિયન માં ડિનર ૨૧૦૦ /- રૂપિયા માં ઉપલબ્ધ રહેશે.તારીખ ૧૩ ના રોજ સ્પિરિચ્યુઅલ પેવિલિયન માં લંચ ૧૬૦૦ /- રૂપિયા માં ઉપલબ્ધ રહેશે. BOOK MY SHOW પરથી ONLINE બુકિંગ કરી શકાશે તેમજ સ્થળ પર પણ બુકિંગ ઉપલબ્ધ રહેશે.

ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો “કોફી પેવિલિયન” પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બ્રેઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ જીવંત રીતે રજૂ કરવામાં આવશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપવામાં આવશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કરેલી કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે વર્કશોપ્સ પણ યોજાશે.

આ વર્ષે ફેસ્ટિવલમાં અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રહેશે. નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી છે)માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટના સેલિબ્રિટ શેફ અલ્વાર હિનોજલ ક્રેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનું ડેમો પ્રસ્તુત કરશે.

ફેસ્ટિવલ દરમિયાન દર સાંજે 5:30 થી 8:00 વાગ્યે લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટાસ્કિંગ અને કલ્ચર પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મ ઉદય સિંહ, પદ્મશ્રી ડૉ. પુષ્પશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાતો હાજરી આપશે.

આ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન પણ યોજાશે. “હૉસ્પિટાલિટી હોપ એવોર્ડ”, જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવતા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવે છે, તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા પ્રદાન કરવામાં આવશે. જ્યારે “SAAG-AMC Award” 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે, જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનાર હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે.

ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો—બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક અનુભવ બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્થી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસીસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વૈશ્વિક ઓળખ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઈન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ જીવંત બનાવશે.

PVR Inox સિનેમા પાર્ટનર તરીકે, Eazy Diner એપ પાર્ટનર તરીકે અને Travel + Leisure તથા Peak Life મેગેઝીન મીડિયા પાર્ટનર્સ તરીકે જોડાયેલા છે. આમ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025′′ સ્વાદ, સંસ્કૃતિ અને વિચારવિમર્શનો એવો ઉત્સવ બનશે જે અમદાવાદને ભારતના આંતરરાષ્ટ્રીય શાકાહારી ગેસ્ટ્રોનોમી હબ તરીકે નવી ઓળખ આપશે.

Leave a Reply

Your email address will not be published.