Gujarat Headline News Top Stories

વર્લ્ડ કેન્સર ડે પ્રસંગે કેન્સર નિવારણ માટે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનની સંયુક્ત પહેલ

વડોદરા રેલવે સ્ટેશનને ગુલાબી રંગની લાઇટ્સથી પ્રકાશિત કરી કેન્સર નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ

વડોદરા, 9 ફેબ્રુઆરી, 2026:

વર્લ્ડ કેન્સર ડેના પ્રસંગે, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, વેસ્ટર્ન રેલવે વડોદરા અને સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી દ્વારા શહેરમાં કેન્સર નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશનને ગુલાબી રંગની લાઇટ્સથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને કેન્સરથી બચવા માટેના મહત્વપૂર્ણ સંદેશા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોમાં કેન્સર નિવારણ અંગે જાગૃતિ વધારવાનો અને સમયસર તપાસ, સ્વસ્થ જીવનશૈલી અને યોગ્ય સારવારના મહત્વને ઉજાગર કરવાનો હતો. અવરજવર માટે રેલવે સ્ટેશનનીદરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોવાથી આ પ્રકારની જાગૃતતા પહેલ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પહેલ વિશે વાત કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ શ્રી સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે,          “કેન્સરની કાળજી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા માત્ર સારવાર સુધી મર્યાદિત નથી. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ગુજરાતના મુખ્ય શહેરોમાં અદ્યતન કેન્સર સારવાર સુવિધાઓ સાથે કાર્યરત છે. વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન સાથે મળીને રેલવે સ્ટેશનને ઝળહળતું કરવાની આ પહેલ દ્વારા અમે દરેક નાગરિક સુધી કેન્સર નિવારણ અંગે જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ડીઆરએમ શ્રી રાજુ ભડકેએ જણાવ્યું હતું કે,“રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાએ આ પ્રકારની જાગૃતતા પહેલ હાથ ધરવાથી મોટી સંખ્યામાં લોકો સુધી મહત્વપૂર્ણ આરોગ્ય સંદેશ પહોંચે છે. કેન્સર જેવા ગંભીર રોગથી બચાવ માટે જાગૃતિ અત્યંત જરૂરી છે અને આ પહેલ તેના માટે અસરકારક માધ્યમ સાબિત થશે.”

રેલવે હોસ્પિટલ, વડોદરાના સીએમએસ ડૉ. દીપાલી તિવારીએ જણાવ્યું હતું કે,“કેન્સર નિવારણ માટે સમયસર માહિતી, યોગ્ય જીવનશૈલી અને નિયમિત તપાસ ખૂબ જ જરૂરી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સાથે મળીને કરાયેલો આ પ્રયાસ લોકોને સ્વસ્થ જીવન તરફ પ્રેરણા આપશે.”

આ કાર્યક્રમ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સની ડિરેક્ટર અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. વિભા નાયકે જણાવ્યું હતું કે,“કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ સૌથી મોટું હથિયાર છે. આવી વિવિધ પહેલ દ્વારા અમે લોકોમાં કેન્સર માટેનો ભય ઘટાડીને તેમને સાચી માહિતી આપવા અને હકારાત્મક સંદેશ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ભાયલી, વડોદરા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને અદ્યતન કેન્સર કેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. આવી જાગૃતિ પહેલ દ્વારા હોસ્પિટલ સમાજના આરોગ્ય સુધારણા અને નાગરિકોના સારા જીવન માટે પોતાની પ્રતિબદ્ધતા સતત નિભાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.