શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં ૨૦૦ વર્ષ પુર્ણાહુતી નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેતલપુર, માર્ચ 02, 2026 : ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.


જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે કે સ્વામિનારાયણ મંદિર જેતલપુર કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી, તેના દ્વીશતાબ્દિ મહોત્સવની ઉજવણી કરવા આપણે ઉપસ્થિત થયાં છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યાં સામાજિક ક્ષેત્રમાં પણ કલ્યાણના ઘણાં કાર્યક્રમો આયોજિત કરે છે.

આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની તેમની અનોખી પહેલ, આરોગ્ય ઉપર તેના સકારાત્મક પ્રભાવ વિશે પણ ઉપસ્થિત લોકોને જાણકારી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લોકોને આહ્વાન કર્યું હતું. અવસર દ્વિશતાબ્દી મહોત્સવનાં સ્વાગત પ્રવચન આપતાં પ.પુ. ભાવી આચાર્ય શ્રી વજેન્દ્રપ્રસાદજીએ કહ્યું હતું કે આજે જયારે શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે જે ખુબજ સૌભાગ્યની વાત છે.
જેતલપુર મંદિર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હિન્દુત્વને લઇને દરેક લોકોમાં હિન્દુત્વ માટેની જાગૃકતા અને દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે તેને આપણે બધાએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. આ પ્રયાસ દરેક હરી-ભક્તો અને સંતોએ એકસાથે મળીને સફળ બનાવવાનો છે. જયાં સુધી આપણે બધા હિન્દુ સનાતન ધર્મને આગળ નહી લઇ જઇએ ત્યાં સુધી આ સનાતન ધર્મનું ભવિષ્ય સુરક્ષીત નહી રહે.
છેલ્લા ઘણા દસકોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલકશ્રી મોહન ભાગવતજી આ માટે દેશ-વિદેશમાં દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કામ કરી રહ્યાં છે . રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R S S) સરસંઘચાલકશ્રી મોહન ભાગવતજીએ આ પ્રસંગે હરી-ભક્તોને સંબોધતા હળવી શૈલીમાં કહ્યું હતું કે એક સીનીયરને મળીને જુનીયરને જે ખુશી થાય એવી ખુશી મને આજે થઇ રહી છે કેમકે જે કામ કરતા અમને 100 વર્ષ થયા એજ કામ સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી કરી રહ્યું છે.
ધર્મ દરેકને જોડે છે, વિખરાવા નથી દેતું તે જ રીતે આપણે પણ આપણું જીવનમા જોડવાનું કામ કરવાનું છે અને લોકોમાં વિખરાવ ના આવે એવું કરવાનું છે. દરેક લોકોને ભગવાનેજ બનાવેલા છે તેથી નાત- જાત ની ઉંચ-નીચ ક્યાંથી આવી? જુનાં સમયમાં જાતી-વર્ણની વ્યવસ્થા હશે, ભેદ-ભાવ ક્યાંથી આવ્યો? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી, જે વ્યવસ્થામાં ભેદની ભાવનાં ઘુસી જાય તે ધર્મ અને સમાજનું નુકસાન કરે છે.
ધર્મની રક્ષા એની જાતે જ થાય છે. આજની પરિસ્થિતીમાં આખી દુનિયાને રસ્તો દેખાડવાનું કામ ભારતની પાસે જ આવવાનું છે, એનાથી આપણે છુટી નહિ શકિએ, આજ અથવા કાલે આપણે આ કાર્ય કરવાનું જ છે. દુનિયા જોડે સમસ્યાઓનાં ઉકેલ નથી, એ આપણે જ કરવું પડશે અને જો કરવું હસે તો આપણે તૈયાર થવું પડશે. જેમ ૧૦૦ વર્ષ પેહલાં સંઘનિર્માતા જેમ અમને શિખવાડ્યુ અને પ્રેક્ટિસ કરાઇ એજ રીતે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ મહારાજે આપણને શિક્ષા આપી. કામ એક જ છે, બંને અલગ સ્વરુપમાં ચાલે છે કેમ કે મનુષ્યસમાજ વિવિધ છે એક જ રસ્તે બધા ચાલે જ નહી કેમ કે બધાને પોતાની રૂચી અને પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ રસ્તા જોઇતાં હોય છે તો રસ્તા અલગ છે જવાનું એક જ જગ્યાએ છિએ આ સમજ રાખીને પોતાના રસ્તાં પર શ્રધ્ધા મુજબ ચાલવું પડશે, એક-બીજાને પુરક થઇને ચાલવું પડશે.
ગુજરાતમાં વ્યસન મુક્તી છે અને સેવાની પ્રવ્રુતી પણ સરાહનીય છે જે સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષનાં કાર્યોનાં લીધે છે. આ પ્રસંગે આભારવીધી કરતાં શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય છે જયારે સંઘ પરિવાર છે અને બંનેનાં કાર્ય એક જ છે. અમારા લોકોનાં સિધ્ધાંત, અમારા લોકોની પરંપરા અખંડ ભારતનું સપનું નથી, અખંડ ભારત સત્ય છે. આજથી 20-25 વર્ષ પહેલા વિદેશમાં લોકો ભારતીયને જોઇને દેશી આવ્યા એવું કહેતાં હતાં જયારે આજે એક ભારતીય વિદેશ જાય છે અને એને જે સન્માન મળે છે એની પાછળ સૌથી વધુ બલીદાન અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય શ્રી ભાગવતજીએ કર્યું છે.
શ્રી ભાગવતજીના નેતૃત્વમાં જે અમારૂ સંઘ-પરિવાર છે એને જે કાર્યો કર્યાં છે એની અસર હવે દેખાઇ રહી છે. ત્રણ પેઢીથી આ કામ થતું આવ્યું છે, બધાએ પોત-પોતાનું કાર્ય કર્યું છે, બધાએ પોત-પોતાનું યોગદાન આપ્યું છે, બલીદાન આપ્યું છે, ત્યાગ આપ્યો છે, સમય આપ્યો છે, બુદ્ધિ – શરીર અને આ બધાનો ઉપયોગ અને ત્યાગ બહુ વધારે છે એવું મારૂ માનવું છે અને જેના લીધે આજે વિદેશમાં આપણને ગર્વ પ્રાપ્ત થયું છે. આ જે પરંપરા, આપણી સમરસતા, આપણો દેશ, આપણી ઉન્નતિ અને વિશ્વ શાંતી અને વિશ્વ શક્તિની રીતે જે ઉભા થયા છે એ ધર્મનાં લીધે જ શક્ય છે. આ કાર્યક્રમમાં આરએસએસના ક્ષેત્રિય પ્રચારક ચિંતનભાઇ પરીખ, ક્ષેત્રિય પ્રચારક રમેશભાઇ બાપા, ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેષ પટેલ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.





