અમદાવાદ, ભારત — પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ફૂટવેર અને હેન્ડબેગ બ્રાન્ડ્સનું અગ્રણી ડેસ્ટિનેશન સ્ટ્રાઇડ હવે અમદાવાદમાં સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે. પેલેડીયમ અમદાવાના લેવલ 2 પર શરૂઆત સાથે સ્ટ્રાઇડે તેના રાષ્ટ્રીય વિસ્તરણમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સ્ટોર દેશભરમાં તેનું 16મું સ્ટોર છે.
5 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલા લોન્ચ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત અર્વિંદ ગ્રુપનાં શ્રી કુલિન લાલભાઇએ રિબન કટિંગ કરી સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે શહેરના જાણીતા ઈન્ફ્લુએન્સર્સ, હાઇ નેટવર્થ વ્યક્તિઓ અને વિશેષ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લોન્ચના આનંદને વધારવા સ્ટ્રાઇડે તમામ ફૂટવેર અને હેન્ડબેગ્સ પર ફ્રી કસ્ટમાઇઝેશન સેવા પણ ઓફર કરી. સ્ટ્રાઇડ તેની હેન્ડપિક્ડ અને સ્ટાઇલિશ કલેકશન માટે જાણીતી છે.
WATCH INSTAGRAM VIDEO
https://www.instagram.com/p/DR5BwflkhsG/
અહીં કેલ્વિન ક્લેન, ટોમી હાઇફર, ગેસ, અડીડાસ, અને યુ એસ પોલો જેવા વૈશ્વિક બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. સ્ટ્રાઇડ ભારતમાં કોલ હાન નું એકમાત્ર અધિકૃત રિટેલર પણ છે, તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સ્નીકર બ્રાન્ડ્સની સૌથી વિશાળ રેંજ પણ અહીં ઉપલબ્ધ છે. પેલેડીયમ અમદાવાના લેવલ 2 પર સ્ટોર ખુલવાથી શહેરમાં ગ્લોબલ ફેશન, ફાઇન ક્રાફ્ટસ્મેનશિપ અને પર્સનલાઇઝ્ડ સર્વિસનો સર્વોત્તમ અને આધુનિક રિટેલ અનુભવ એક જ છત નીચે મળી રહ્યો છે.





