અમદાવાદ : UGC રોલબેક મહાઆંદોલન – 8 માર્ચ 2026, બપોરે 12 વાગે, રામલીલા મૈદાન, દિલ્લી સાદર નમસ્કાર, ગૈર-બંધારણીય UGC Regulations–2026 ના વિરોધમાં દેશવ્યાપી સ્તરે ઉદ્ભવતી ગંભીર સંવૈધાનિક, સામાજિક અને શૈક્ષણિક ચિંતાઓના પરિપ્રેક્ષ્યમાં, તથા તા. 8 માર્ચ 2026ના રોજ રામલીલા મેદાન, નવી દિલ્હી ખાતે યોજાનાર “UGC રોલબેક મહા આંદોલન”ના સંદર્ભમાં, સવર્ણ સમાજ સમન્વય સમિતિ દ્વારા અમદાવાદ, ગુજરાત ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું , ડૉ રાજ શેખાવત, Ex BSF સંસ્થાપક તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સવર્ણ સમાજ સમન્વય સમિતિ સામાન્ય વર્ગના વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોની સંયુક્ત પહેલ છે, જેની અધ્યક્ષતા પૂજ્ય સ્વામી આનંદ સ્વરૂપ મહારાજ કરી રહ્યા છે. સમિતિ UGC Regulations–2026 થી સર્જાતા સંવૈધાનિક, સામાજિક તથા શૈક્ષણિક દૂષ્પ્રભાવોના વિરોધમાં સંપૂર્ણપણે લોકશાહી અને સંવૈધાનિક માર્ગ અપનાવી પોતાની માંગણીઓ રજૂ કરી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મીડિયા સમક્ષ હકીકતો રજૂ કરી જનહિતના આ મહત્વપૂર્ણ મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા પ્રેરિત કરવાનો છે.
પ્રેસ કોન્ફરન્સના મુખ્ય હેતુઓ:
• 8 માર્ચ 2026ના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનાર “UGC રોલબેક મહા આંદોલન”ની રૂપરેખા, હેતુ અને રણનીતિ અંગે વિસ્તૃત માહિતી આપવી.
• UGC Regulations–2026 અંગે સામાન્ય વર્ગની સંવૈધાનિક આપત્તિઓ જાહેર કરવી.
• સરકાર સમક્ષ આ નિયમોને તાત્કાલિક પાછા ખેંચવાની લોકશાહી અને સંવૈધાનિક માંગ સ્પષ્ટ રીતે રજૂ કરવી. UGC Regulations–2026 :
મુખ્ય માંગણીઓ
1. UGC Regulations–2026 અસંવૈધાનિક હોવાથી તેને તાત્કાલિક સંપૂર્ણપણે રોલબેક કરવામાં આવે.
2. સામાન્ય / અનામત વિનાના વર્ગને સ્પષ્ટ સંવૈધાનિક અને કાનૂની સુરક્ષા આપવામાં આવે.
3. ગેઝેટ સૂચનામાં આપેલી તમામ વ્યાખ્યાઓ સ્પષ્ટ, નિષ્પક્ષ અને ગેરમનસ્વી બનાવવામાં આવે.
4. ઇક્વિટી સમિતિઓમાં સંતુલિત, નિષ્પક્ષ અને સમાવેશક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવે.
5. ખોટી તથા દુર્ભાવનાપૂર્ણ ફરિયાદો માટે કડક દંડાત્મક જોગવાઈઓ ઉમેરવામાં આવે.
6. નવી સમીક્ષા / અમલ સમિતિમાં સામાન્ય વર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે.
7. એવા નિયમો બનાવવામાં આવે જે સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે, વિભાજન નહીં વધારેઁ.
8. આ ગેઝેટ તૈયાર કરવામાં જવાબદાર વ્યક્તિઓની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 9. એન્ટી-રેગિંગ કાયદાને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે.
10. યુનિવર્સિટી પ્રશાસનની જવાબદારી નિર્ધારિત કરી દોષિતો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.





