Gujarat Headline News Top Stories

અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન

તારીખ :- ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ કુંડલપુરનગરી, વલ્લભસદન , રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. આ રથયાત્રા પુર્વ અને પશ્વિમ વિસ્તારથી નીકળીને પાલડી ચાર રસ્તા ભેગી થશે. અને ત્યાંથી કુંડલપુરનગરી, વલ્લભસદન રીવરફ્રન્ટ આશરે સવારે ૧૦:૦૦ કલાકે પોહચશે. અને ત્યાં ધર્મસભા વોજાશે અને ૧૦૦૦૦ થી વધુ જૈન ભક્તો એક સાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક મહા મોહત્સવ મનાવવામાં આવશે. રથયાત્રા નો ઝટ નીચે મુજબ રેહશે.

શ્રીજી ની રથયાત્રા પૂર્વ વિસ્તારના અમદાવાદ નો રુટ :-

સવારે ૭:૦૦ કલાકે શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર – ખોડીયારનગર-સોની ની ચાલી—રબારી કોલોની-સી.ટી.એમ -જશોદાનગર ચાર રસ્તા – ગોરના કુવા-હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા – એલ.જી.બીજ -રામબાગ ચાર રસ્તા – ફૂટબોલ ગ્રાઉન્ડ-ભુલાભાઈ પાર્ક – જમાલપુર ચાર રસ્તા – એન.આઈ.ડી સર્કલ – પાલડી ચાર રસ્તા – ટાઉનહોલ – વલ્લભસદન, રીવરફ્રન્ટ પોહચશે. શ્રીજી ની રથયાત્રા પશ્વિમ વિસ્તારના અમદાવાદ નો સ્ટ :- સવારે ૮:૩૦ કલાકે શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર, મહાવીર ફાઉન્ડેશન, શ્રીજી રોડ- ગીરીશ કોલ્ડીક – જેડબ્લ્યુ ચાર રસ્તા – પંચવટી – પાલડી ચાર રસ્તા-ટાઉનહોલ – ગુજરાત ચેમ્બર્સ ચાર રસ્તા થી વલ્લભસદન રીવરફ્રન્ટ પોહચશે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતાઓ

અમદાવાદના ૫૬ મંદિરોના દિગંબર જૈન ભક્ત વિશાળ રથયાત્રા માં જોડાશે.જેની કુલ સંખ્યા ૧૦૦૦૦ થી વધુ હશે. ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભમણ કરીને કુંડલપુરનગરી, વલ્લભસદન પોહચશે.

રથયાત્રા માં ૫૦ ઓપન જીપ, ડીજે, ૨૪ ભગવાનની ઝાંખીઓ, ૧૦૮ વિશેષ સજાવેલી કાર, ૫૦૦ ફોરવ્હીલર, ૨૦૦૦ થી વધુ ટુવ્હીલર, ૩૦૦૦ થી વધુ ધર્મધજા સાથે ધર્મકીર્તન કરતા ૧૦૦૦૦ થી વધુ પ્રભુ ભક્ત નગરભમણ કરીને કુંડલપુરનગરી . વલ્લભ સદન પોહચશે. એક સાથે ૧૦૦૦૦ થી વધુ પ્રભુભક્ત સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) લેશે.

સંધ્યાકાળે મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલન.

• આ મહા મહોત્સવમાં મુનીશ્રી અને માતાશ્રી ના સાનિધ્વમાં રહેશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે.

આ સાથે આખી દિગંબર જૈન સમાજ એકસાથે માંડીને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ રૂપે મનાવવામાં આવશે. ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી કુંડલપુરનગરી . વલ્લભસદન રીવરફ્રન્ટ ખાતે મનાવવામાં આવશે જે દરેક જૈન ભક્તોએ નોંધ લેવી. તથા અમદાવાદના બધા મીડિયા મિત્રો ને પણ આ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવમાં આવવા હાર્દિક આમંત્રણ છે.

Leave a Reply

Your email address will not be published.