Gujarat Headline News Top Stories

‘આપ’ના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ભાણવડમાં એક વિશાળ જનસભા સંબોધી

અનેક ગામના સરપંચો, સામાજિક કાર્યકરો તથા અલગ અલગ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.‘આપ’ના મુખ્યમંત્રી દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીના હસ્તે ‘આપ’ની ટોપી અને ખેસ પહેરીને સરપંચો, સામાજિક કાર્યકરો તથા સમાજના આગેવાનો ‘આપ’માં સામેલ થયા.ભાણવડમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને આમ આદમી પાર્ટી પ્રતિ સમર્થન દર્શાવ્યું.ઈસુદાન ગઢવીએ પ્રચાર દરમિયાન વિવિધ ગામોની મુલાકાત લીધી.ઈસુદાન ગઢવીએ ડોર ટૂ ડોર પ્રચાર કરીને દેવભૂમિ દ્વારકાના સ્થાનિક લોકો સુધી અરવિંદ કેજરીવાલજીની ગેરંટી ઘર-ઘર સુધી પહોંચાડી.દેવભૂમિ દ્વારકાની જનતાએ ઈસુદાન ગઢવીને આવનારી ચૂંટણી જીતવા માટે આશીર્વાદ આપ્યા.ઈસુદાન ગઢવીએ પ્રખ્યાત ભૂતવડ મંદિરે આવનારી ચૂંટણીમાં ‘આપ’ની સરકાર બનાવી ઐતિહાસિક બદલાવ લાવવા માટે ભગવાનની પૂજા-અર્ચના કરી.ઈસુદાન ગઢવીએ ભૂતવડ મંદિર ખાતે નિરંતર ગુજરાતની જનતાની સેવા માટે કાર્યરત રહેવા વચન લીધું.ગુજરાતની જનતા માટે આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છેઃ ઇસુદાન ગઢવીઆગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા કેજરીવાલજીના સુશાસનના મોડલને ગુજરાતમાં લાગુ કરવા ઈચ્છે છે: ઇસુદાન ગઢવીઅમદાવાદ/દેવભૂમિ દ્વારકા/ગુજરાત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પ્રચાર દરમિયાન વિવિધ ગામોની મુલાકાત લીધી. ડોર ટૂ ડોર પ્રચાર કરીને દેવભૂમિ દ્વારકાના સ્થાનિક લોકો સુધી અરવિંદ કેજરીવાલજીની ગેરંટી ઘર-ઘર સુધી પહોંચાડી. ગુજરાતની જનતાએ હવે પરિવર્તનનો નિર્ણય કરી જ લીધો છે, તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી પરિવર્તન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દેવભૂમિ દ્વારકાની જનતાએ પણ ઈસુદાન ગઢવીને ખુબ આવકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જ સરકાર બને તેવા આશીર્વાદ આપ્યા. ઈસુદાન ગઢવી ઘરે-ઘરે લોકોને મળીને પ્રખ્યાત ભૂતવડ ખાતે મંદિર દર્શન હેતુ માટે રવાના થયા.

પ્રખ્યાત ભૂતવડ મંદિર પહોંચીને ઈસુદાન ગઢવીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. ભગવાનની પૂજા અર્ચના કરી, આવનારી ચૂંટણીમાં ઐતિહાસિક બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બને અને ખંભાળિયાની જનતા ઈસુદાન ગઢવીને ખૂબ જ પ્રેમ અને પરિવર્તન માટે સહકાર આપે તેવી પ્રાર્થના પણ કરી. ભગવાનની સાક્ષીમાં ઈસુદાન ગઢવીએ એવું વચન પણ લીધું કે તેઓ નિરંતર ગુજરાતની જનતાની સેવા માટે, તેમના હિત માટે કાર્યરત રહેશે અને હંમેશા જનતાને ફાયદો થાય તેવા મુદ્દાઓ માટે લડતા રહેશે. મંદિર દર્શન બાદ ઈસુદાન ગઢવીએ ભાણવડ ગામમાં યોજાયેલી વિશાળ જનસભામાં ભાગ લીધો. જનસભા દરમિયાન અનેક ગામના સરપંચ અને સામાજિક કાર્યકરો તથા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તેમનું સ્વાગત પણ કર્યું. જનસભા દરમિયાન ઈસુદાન ગઢવીએ જનતાને સંબોધતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી ને મજબૂત કરી રહ્યા છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે. તે જ અનુક્રમે આગળ વધતા અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને ગુજરાતની જનતાની સેવા કરવા માટે ભાણવડ ગામમાં યોજાયેલી વિશાળ જનસભા દરમિયાન અનેક ગામના સરપંચો, સામાજિક કાર્યકરો તથા અલગ અલગ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વેરાડના સરપંચ કાનાભાઈ, જામરોજીવાડાના માજી સરપંચ ગોવિંદભાઈ કારેણા, ચોટીગોયના સરપંચ ભરતભાઈ, ધુમલીના માજી સરપંચ કેશુભાઈ, ઘેલડાના સરપંચ દુદાભાઈ, શહીદેવરીયાના સરપંચ વસંત સંતોકી, વેરાડના દલિત સમાજના પ્રમુખ હરેશભાઈ, આંબરડીના આગેવાન વૃજલાલ પરમાર, વાનાવડના આગેવાન અતુલભાઇ સતવારા, ભાણવડના પરાગભાઈ પિઠીયા, ઝીણાવાળીના સગર સમાજના આગેવાન જોકરભાઈ, ગફારભાઈ ઉજાલાચા, વેરાડના આગેવાન બાબુભાઈ પાડલીયા, ભાણવના યુસુફભાઈ, ભાણવડિયાના આગેવાન લાલાભાઇ, ભાણવના સિધક બ્લોચ, મોરજરના સગર સમાજના આગેવાન હરિભાઈ રૂપા, રૂપામોરાના નાનજીભાઈ પીપરોતર, રાજુભાઈ જેસાભાઈ પીપરોતર, જયેશભાઈ પીપરોતર, ઘનશ્યામભાઈ નનેરા, ઈરફાનબાપુ, ભીમસી રામાભાઇ પીપરોતર, ભાવેશ હરદાસ ધૂત, આમ અનેક સરપંચો, સામાજિક કાર્યકરો અને અલગ અલગ સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જ્યારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આખા દેશમાં દિલ્હી મોડલની ચર્ચા થઈ રહી છે. કારણ કે અત્યાર સુધી દેશમાં જનતાના વોટ લીધા પછી જનતા સાથે છેતરપિંડી જ થઈ છે, પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી, તેમને લોકોના ભલા માટે સતત કાર્યો કર્યા છે. હવે દિલ્હી મોડલની સફળતા જોઈને પંજાબ ની જનતાએ પણ આમ આદમી પાર્ટીને સત્તા સોંપી છે અને તે જ રીતે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા પણ કેજરીવાલજીના સુશાસનના મોડલને ગુજરાતમાં લાગુ કરવા ઈચ્છે છે. અન્ય પક્ષમાં રહેલા ઈમાનદાર લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જનતાની સેવા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.