Business Gujarat Headline News Recipe Top Stories

આયના કુકરી કલ્બના બેલા મણિયાર અને વસંત મસાલા દ્વારા ‘અવધિ’ વાનગીઓનો ગેસ્ટ્રોનોમિક અનુભવ કરાવતો વર્કશોપ યોજાયો

અમદાવાદ 08 ઓગસ્ટ 2023: આયના કુકરી ક્લ્બ બાય બેલા મણિયાર અને વસંત મસાલા દ્વારા અમદાવાદની મોસ્ટ પ્રીમિયમ મલ્ટી ક્યુઝીન વાનગીઓ પીરસતી ‘થ્રી ક્વાર્ટર ઇન્ડિયન’ રેસ્ટોરન્ટમા, ‘જશ્ન એ અવધિ’ નામના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. IFEA ગ્રુપના ફાઉન્ડર અનિલ મુલચંદાની આ ઈવેન્ટમાં ખાસ નોલેજ પાર્ટનર તરીકે હાજરી આપી હતી.

આ ઇવેન્ટ વિશે વિગતવાર માહિતી આપતા વસંત મસાલા ના સંચાલક નિર્મિત ભંડારી અને આયનાના ફાઉન્ડર બેલા મણિયારે જણાવ્યું હતું કે, “અવધિ વાનગીઓનો અસલ સ્વાદ તેના ગરમ મસાલા થી આવે છે. માટે આ ઈવેન્ટમાં મુખ્ય હેતુ વર્કશોપના ભાગરૂપે શેફ શ્લોક દ્વારા વસંત અવધિ ગરમ મસાલાનો ઉપયોગ કરી ગેસ્ટને પ્રત્યક્ષ વાનગીઓ શીખવાડી તમને લાજવાબ સ્વાદનો અનુભવ કરવાનો હતો. વર્કશોપના અંતે શેફ શ્લોક દ્વારા બનાવેલી વાનગી ગેસ્ટને પીરસવામાં આવી હતી.”

આ વર્કશોપમાં યંગ શેફ શ્લોક શાહ દ્વારા ભાગ લેનારાઓને અવધિ વાનગીઓ શીખવવામાં આવી હતી. વર્કશોપની શરૂઆતમાં વસંત મસાલા કંપની ની અવધિ ગરમ મસાલો લોન્ચ કરવામાં આવ્યો હતો અને શેફ શ્લોક દ્વારા આ મસાલાને ઉપયોગમા લઈ પરંપરાગત અવધિ વાનગીઓને મોર્ડન ટચ આપતા નિમોના બ્રુસેટા, રોસ્ટી બર્ડ્સ નેસ્ટ એટલે એ ટોકરી ચાટ, અવધ સ્પેશ્યલ ગલોટી કબાબ્સ, પાપડી ચાટ મિલેફેઈ અને દાળ મુસસલ્લમ જેવી લાજવાબ વાનગીઓ સાથે મોલેક્યુલર વાનગીમાં અનાનસ કોલાડા શીખવાડવામાં આવી હતી.

આ વર્કશોપમાં અમદાવાદની 150 મહિલાઓ શીખવા માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ માં ઉપસ્થિત રહી હતી. વર્કશોપના અંતે રેસ્ટોરન્ટ દ્વારા સ્વાદિષ્ટ હાઈ ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટને પ્રમોટ કરવા અમદાવાદના જાણીતા 50 જેટલા બ્લોગર્સ હાજરી આપી હતી. તે રેસીપી ચાખી, ચર્ચા કરી વસંત મસાલા વિશે પોતાના અનુભવ શેર કરતા ફીડબેક પણ આપ્યા હતા. તદ્દ ઉપરાંત બ્લોગર્સ અને વસંત મસાલા ની કીટ હેમ્પર્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.