- વ્યક્તિગત, વ્યાવસાયિક અને કૃષિ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકે 10,000થી વધુ વેપારીઓ સાથે સહભાગીદારી કરી
નવી દિલ્હી, 12 ઑક્ટોબર, 2021: તહેવારોની સીઝનમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં લોકોના જીવનમાં ઉજાશ લાવવા માટે એચડીએફસી બેંક અને કૉમન સર્વિસિઝ સેન્ટર્સ (CSC)એ 10,000થી વધુ ઑફરો ધરાવતી ફેસ્ટિવ ટ્રીટ્સ 3.0 લૉન્ચ કરી છે.
વર્ષ 2020ની સરખામણીએ લગભગ દસ ગણા વધારાની સાથે આ વર્ષની ફેસ્ટિવ ટ્રીટ્સમાં કાર્ડ્સ, લૉન અને સરળ ઇએમઆઈ પર 10,000થી વધુ ઑફરો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વર્ષની ફેસ્ટિવ ટ્રીટ્સની થીમ છે, ‘કરો હર દિલ રોશન’. આ થીમ એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે, આપણી નાનામાં નાની ક્રિયાનો અન્યોના જીવન પર વ્યાપક પ્રભાવ પડે છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવે છે. આ માટે બેંકે 10,000થી વધુ વેપારીઓ સાથે સહભાગીદારી કરી છે અને તે ભારતમાં તેની સૌથી મોટી થર્ડ-પાર્ટી વિતરણ ચેનલ CSC મારફતે દરેક ભારતીયોની વ્યક્તિગત, વ્યાવસાયિક અને કૃષિ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.
લેટેસ્ટ મોંઘો સ્માર્ટફોન ખરીદવા માંગતા રીટેઇલ ગ્રાહકોથી માંડીને દુકાનદાર ઓવરડ્રાફ્ટની જરૂરિયાત અનુભવી રહેલા દુકાનદારો કે પછી નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા ખેડૂતો સુધી ફેસ્ટિવ ટ્રીટ્સ 3.0 દરેક માટે કોઇની કોઈ ઑફર ધરાવે છે.
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, સીએસસી, સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્લુસિવ બેંકિંગ ગ્રૂપના ગ્રૂપ હેડ સુશ્રી સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, ‘અમારા VLEs અનેક પરિવારોના જીવનમાં પરિવર્તન લાવ્યાં છે, તેઓ તમામ વ્યક્તિગત, વ્યાવસાયિક અને કૃષિ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને ખાતું ખોલાવવાની અને લૉન માટેની કાગજી કાર્યવાહીથી મુક્ત વિકાસયાત્રાની સાથે ઇન્ડિયા અને ભારત વચ્ચેનું અંતર દૂર કરી શક્યાં છે. અમારા VLEs અને તેમના ગ્રાહકો માટે વધુને વધુ ઑફરો અને તકોની સાથે તમામ માટે આનંદ અને ઉલ્લાસ લાવવાનો સમય આવી ગયો છે.’
CSC SPVના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. દિનેશકુમાર ત્યાગીએ જણાવ્યું હતું કે, ‘અમે આ વર્ષની ફેસ્ટિવ ટ્રીટ્સ માટે એચડીએફસી બેંક સાથે સહભાગીદારી કરીને ખુબ જ રોમાંચિત છીએ. ગ્રાહકો, દુકાનદારો અને ખેડૂતો માટે 10,000થી વધુ ઑફરોની સાથે તે તહેવારોની સીઝન દરમિયાન અમારા વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સના બિઝનેસને આગળ ધપાવશે. વળી આ પહેલ, તહેવારોની સીઝન દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વસતાં નાગરિકોને ખરીદીઓ માટે નાણાં પૂરાં પાડવામાં પણ મદદરૂપ થશે.’
About HDFC Bank:
For more information please log on to: www.hdfcbank.com
For media queries please contact:
Sanjay Ojha
Deputy Vice President, Corporate Communications
HDFC Bank Ltd., Mumbai.
Mobile: 9835314249