Gujarat Top Stories

કેલોરેક્સ ગ્રૂપે નેશનલ પેરેન્ટિંગ કૉન્ફરન્સ યોજી વક્તાઓનું સેશન, આંતરસૂજ પૂરી પાડનારી પેનલ ચર્ચા અને લાઇવ ગ્રૂપ કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદ, હાલમાં ચાલી રહેલાં રોગચાળાને કારણે આપણા પર જે નવી સામાન્ય સ્થિતિ થોપાઈ છે, તેના કારણે વર્ગખંડમાં આપવામાં આવતું શાળાનું શિક્ષણ ઘરેથી મેળવવાની ફરજ પડી છે અને આપણે આપણું કામ પર ઘરેથી જ કરવું પડી રહ્યું છે. આ પ્રકારના અશાંત અને અનિશ્ચિત સમયમાં વાલીઓની ભૂમિકા આમૂલ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોના નિષ્ણાતોને ભેગા કરીને કેલોરેક્સ ગ્રૂપે નેશનલ પેરેન્ટિંગ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે શનિવારે વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. જાણીતા નિષ્ણાતોએ ખૂબ જ ઉપયોગી જાણકારી પૂરી પાડી હતી, જેણે બાળકોના ઉછેરના કૌશલ્યોમાં વધારો કર્યો હતો, ખાસ કરીને આ પ્રકારના અભૂતપૂર્વ સમયમાં.
સમગ્ર દેશમાંથી આવેલા અનુભવી કાઉન્સેલરો અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટોની સાથે એસોસિયેશન ઑફ ઇન્ડિયન સ્કુલ કાઉન્સેલર્સ એન્ડ એલાઇડ પ્રોફેશનલ્સ (AISCAP)ના ચેરપર્સન ડૉ. જિતેન્દ્ર નાગપાલ, એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિહેવરલ એન્ડ એલાઇડ સાયેન્સિસ – એમિટી યુનિવર્સિટી, હરિયાણાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. અનુપમા શ્રીવાસ્તવ જેવા જાણીતા વક્તાઓએ આ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. વક્તાઓના સેશનો ઉપરાંત ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા યોજવામાં આવેલા પેનલ ચર્ચાની સાથે આંતરસૂજ પૂરી પાડનાર ગ્રૂપ કાઉન્સેલિંગના સેશનો આ કૉન્ફરન્સનો હિસ્સો હતાં, જે કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનની એક પહેલ છે.
ડૉ. નાગપાલે તેમના મુખ્ય સંબોધનમાં વાલીઓ દરેક બાબતમાં તેમના બાળકોના સાથી કેવી રીતે બની શકે છે, તેના પર ભાર મૂક્યો હતો. ડૉ. નાગપાલે જણાવ્યું હતું કે, ‘બાળકો તેમના માતા-પિતા, શાળા અને એક સુખી સંસારનું માર્ગદર્શન કરવાની ક્ષમતા ધરાવતાં આપણાં ભવિષ્યના લાક્ષણિક વાલીઓ છે.’

ત્યારપછીની 45 મિનિટ દરમિયાન જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી તેવા લાઇવ કાઉન્સેલિંગ સેશનમાં વીતી, જેમાં દેશના દરેક ખૂણામાંથી આવેલા આઠ ક્લિનિકલ સાયકોલોજિસ્ટોએ ભાગ લીધો હતો. બ્રેકઆઉટ રૂમ્સમાં વાલીઓનું એક ગ્રૂપ મનોચિકિત્સકો સાથે વિમર્શમાં સંકળાયું હતું. આ વિમર્શમાં ‘ઇન્વિઝિબલ ચેલેન્જઃ ઓવરકમિંગ લર્નિંગ ડિસેબિલિટીઝ’થી માંડીને ‘ટિપ્સ ટુ રેઇઝ એ કૉન્ફિડેન્ટ ચાઇલ્ડ’, ‘બિલ્ડિંગ સોશિયો-ઇમોશનલ સ્કિલ્સ’ અને ‘ઇફેક્ટ્સ ઑફ હેલિકૉપ્ટર પેરેન્ટિંગ’ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક રૂમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં તેમણે તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને મનોચિકિત્સકોએ વિચારશીલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સેમિનારનો ત્યારપછીનો તબક્કો ‘ટીચિંગ ઇમ્પલ્સ કન્ટ્રોલ ઇન એન ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન સોસાયટી’ વિષય પર એક દમદાર પેનલ ચર્ચા તરફ આગળ વધ્યો હતો. જેમાં ગાંધીનગર સ્થિત પીડીઇયુની સ્કુલ ઑફ લિબરલ સ્ટડીઝના ડિરેક્ટર તથા ઇન્ટરનેશનલ રીલેશન્સના હેડ ખ્યાતનામ વક્તા ડૉ. નિગમ દવેએ મોટેરાઓ તેમજ બાળકો માટે ઇચ્છા અને રાહ જોવાની વચ્ચેના તફાવતની રજૂઆત પર પ્રતિક્રિયા આપી હતી. તો ચાઇલ્ડ ન્યુરોસાઇકોલોજિસ્ટ ડૉ. અકિલા કેશવે મર્યાદા સ્થાપિત કરવા અને બાળકોને તેમની પોતાની વર્તણૂકનું નિરીક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરવા પર વાલીઓના દ્રષ્ટિકોણથી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તો શિક્ષકોના દ્રષ્ટિકોણથી વાત કરનારા ડૉ. અનુપમા શ્રીવાસ્તવે તરત સંતુષ્ટી મેળવવામાં વિલંબ અને સંરચનાની સાથે વૈકલ્પિક ઉપાયનું નિરાકરણ લાવવામાં ‘સ્વ સાથે વાત કરવા’ અંગે વાત કરી હતી. બેંગ્લુરુ સ્થિત NIMHANSના એડિશનલ પ્રોફેસર ડૉ. રૂપેશ બી. એન.એ માર્શ મેલોના પ્રયોગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. ‘આપણે કેવી રીતે સ્પષ્ટ સીમાઓ નિર્ધારિત કરી શકીએ?’ એ પ્રશ્નનો ઉત્તર આપતાં ડૉ. રૂપેશે જણાવ્યું હતું કે, આવેગાત્મક સ્વભાવ એ જનીનો અને આસપાસના માહોલ વચ્ચેની પારસ્પરિક ક્રિયાનું પરિણામ છે. કેલોરેક્સ ફાઉન્ડેશનની પ્રમુખ શાળા ડીપીએસ-બોપલના શિક્ષક સુશ્રી ઇરુમ અહેમદ દ્વારા આયોજિત આ પેનલ ચર્ચા પેનલિસ્ટો તરફથી વાલીઓ માટેના સૌથી જકડી રાખનારા સૂચનો પર પ્રકાશ પાડીને પૂરી થઈ હતી.
વાલીઓની ભૂમિકામાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. છેલ્લાં એક વર્ષથી વાલીઓ પછી તે, ગૃહિણી હોય કે કામકાજી વ્યાવસાયિકો હોય, તેમને બાળકો અને તેમના પરિવાર સાથેની તેમની દિનચર્યા પડકારજનક લાગી રહી છે, જેમાં એક સતત લટકતો સવાલ તો છે જઃ ‘આ પરિસ્થિતિ સામાન્ય ક્યારે થશે?’ દરેક વાલીએ સુખ, હકારાત્મકતા અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવાનો આ પડકાર જીલી લીધો છે. આ વર્ચ્યુઅલ નેશનલ પેરેન્ટિંગ કૉન્ફરન્સનું આયોજન કરવાનો એકમાત્ર હેતુ આ પ્રક્રિયાનું મૂલ્યવર્ધન કરવાનો હતો.

For more information, contact Mr. Unmesh Dixit @ 9825006905

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *