Gujarat Headline News Top Stories

ગુજરાત માં ફિલ્મ સેન્સર બોર્ડ ની ઓફીસ ની બ્રાન્ચ સ્થાપવા માટે ગુજરાત ના ફિલ્મ નિર્માતાઓની કેન્દ્ર સરકાર ને વિનંતી

આજે આ અંગે ચર્ચા કરવા ગુજરાતના ફિલ્મ નિર્માતાઓ‌ એકઠા થયા. તમામ નિર્માતાઓએ એક થઇ આ અંગે ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ વિભાગ ને પત્ર લખ્યો

આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓ મોટી સંખ્યામાં મળ્યા હતા. વિષય હતો ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક શાખા શરૂ કરવા અંગેનો. ગુજરાતી ફિલ્મો નું સ્તર અને વાર્ષિક સંખ્યા ખુબ સુંદર થઇ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મો સહિત, રાજસ્થાની ફિલ્મો, કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મો ને અત્યારે સેન્સર કરાવવા મુંબઈ ધક્કા કરવા પડતા‌‌ હોય છે જેમાં સમય અને નાણા નો પણ ખુબ બગાડ થતો હોય છે.

વર્ષે અંદાજીત ૬૫ થી ૭૦ ફિલ્મો આપતી ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ધ્યાનમાં રાખી એક સ્થાનિક કમીટી સાથે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક શાખા જો અમદાવાદ કે ગાંધીનગરમાં કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાન ના અનેક નિર્માતાઓ નો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકે.

આ મુદ્દે ચર્ચા કરવા આજે ગુજરાતી ફિલ્મો ના નિર્માતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હકારાત્મક ચર્ચા કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી ને તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયાર કરી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. સ્થળ પર જ પત્ર તૈયાર કરી તમામ નિર્માતાઓએ સહી કરી હતી. આ સાથે ગુજરાતી ફિલ્મ વિકાસ નિગમ ની પણ પુન: સ્થાપના થાય તે માટે ગુજરાત સરકાર ને પણ વિનંતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે સંપર્ક :

અભિલાષ ઘોડા : ૯૮૯૮૦૩૨૪૪૩

દિપક અંતાણી : ૯૯૧૩૯૦૦૩૦૦

રાકેશ પુજારા : ૯૮૨૫૨૪૨૪૪૫

Leave a Reply

Your email address will not be published.