Gujarat Headline News Top Stories

બનાસકાંઠા વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર હવે અંબાજીમાં

2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ ઊંચા પિરામિડ આકારનું મેરુ યંત્ર થશે સ્થાપિત.આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું અને મોંધું શ્રી યંત્ર સ્થાપિત થવા જઇ રહ્યું છે, જેનું નિર્માણકાર્ય જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જય ભોલે ગ્રુપના સભ્યો અંબાજીથી 1200 કિમીની ચારધામની યાત્રાએ નિકળ્યા છે.આ મેરુ શ્રી યંત્ર પંચ ધાતુમાંથી 2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ ઊંચું પિરામિડ આકારનું બનાવશે. જેમાં કુલ લાગત 1 કરોડ રૂપિયા જેટલી થશે જેના નિર્માણકાર્યમાં 25 જેટલા કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.

હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે.

Leave a Reply

Your email address will not be published.