અમદાવાદ ૧૯ જુલાઈ ૨૦૨૨: અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશનના સ્વપન દ્રષ્ટા, સ્થાપક તેમજ પ્રેરક શ્રી પરેશ રાજપરા દ્વારા કાર્યરત જ્વેલરી વિદ્યાપીઠ અંતર્ગત આપણા ગૌરવસમા ગુજરાત રાજ્યના અનેક વિધ શહેરોના એવા આપણી ભાવિ પેઢીના અને જવેલરી વ્યવસાયમાં યશસ્વી કારકિર્દી બનાવીને પ્રગતિ કરવા ઇચ્છુક એવા અશિક્ષિત, અલ્પશિક્ષિત કે સુશિક્ષિત યુવકોઅને યુવતીઓને જવેલરી વ્યવસાયમાં જરૂરી હોય એવા વિષયો જેમાં લીડરશીપ, જવેલરી વેચવાની કળા,વાત ચતુર્ય, બોડી લેંગ્વેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ગ્રાહક સેવા, જવેલરીનું પ્રોડકટ નોલેજ, હિસાબોની પદ્ધતિ,જવેલર્સના સોફ્ટવેરની ટ્રેનિંગ જેવા અનેક વિષયો બાબતની જવેલરી વ્યવસાયના અનુભવી નિષ્ણાતો દ્વારા તમામ પ્રકારની નિઃશુલ્ક તાલીમ આપવાનું આયોજન કરવા જઈ રહ્યું છે તાલીમ બાદ જવેલરી વ્યવસાયમાં વિના મૂલ્યે સુનિશ્ચિત રોજગારી અપાવવાના પ્રયત્નોની બહેનધારી પણ આપવામાં આવશે,આવા એક શુભ ઉદેશ્ય તેમજ પ્રયાસ થકી યુવાનપેઢી માટે જ્વેલરી વ્યવસાયમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની એક સોનેરી તક મળી રહે.
17 વર્ષથી જવેલરી વ્યવસાયના કન્સલ્ટન્ટ તારીકે કાર્યરત અને 2000થી વધારે જવેલર્સ સાથે જોડાયેલ હેડવે બિઝનેસ સોલ્યુશનના ચેરમેન શ્રી પરેશ રાજપરાસરના સક્ષમ નેજા હેઠળ પ્રસ્થાપિત જવેલરી વિદ્યાપીઠના સ્વપન 1,00,000 થી વધુ લોકોને રોજગારીની ઉજ્જવળ તકો પૂરી પાડવા માટેનો આ પ્રયત્ન ભારતના ભવિષ્ય એવા યુવા પેઢી માટે આ તક એક સુવર્ણ તક બનશે અને જેના આધારે દેશનું આત્મનિર્ભર ભારતના હેતુ લક્ષી સરકારશ્રી નું સ્વપ્ન સાકરકરવાંમાં આ એક પ્રેરક પહેલ બની વિકાસની ગતિને વેગ મળશે. ગુજરાતભરના જવેલર્સને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાવાળા કર્મચારીઓ મળશે જેના દ્વારા જવેલર્સ વ્યવસાયને પણ પ્રગતિના શિખરસર કરવા સરળ બનશે તેમજ આજના આધુનીક ટેકનોલોજીના યુગમાં જવેલર્સ વ્યવસાયને વિકાસની ઉજ્જવળ તકોનો પણ લાભ મળશે. હેડવેબિઝનેસ સોલ્યુશનના સ્થાપક, જવેલરી બિઝનેસ કોચ CMD શ્રી પરેશ રાજપરા સરદ્વારા આત્મનિર્ભર ભારતના અભિયાનને ગતિ આપવા તેમજ આપણા ભારતના ઉજ્જવળ ભવિષ્યના પુરક એવાં યુવક યુવતીને પોતાના જીવન તેમજ ભવિષ્ય ને આત્મનિર્ભર બનાવવા આ એક અનેરી યોજના આજરોજ જાહેર કરી ભારતદેશના એક પ્રેરણાદાયી નાગરિક બનવાના પ્રયાસ દ્વારા આ આત્મનિર્ભર ભારત યજ્ઞ માંજોડાવા આપસર્વે યુવક યુવતી નેનમ્ર અપીલ કરી છે.
આ મહાકાર્યમાં જોડાવા તેમજ રોજગારીની ઉજ્જવળ તક મેળવવા માટે આ યોજનામાં વિનામૂલ્યે જોડાઈને ખુદના ભવિષ્ય નેઆત્મનિર્ભર બનાવી શકશે, આ આયોજનમાં ભાગ લેવા ઉત્સુક યુવાન પેઢી અમારા +91 8140200096 નંબર પરસંપર્ક કરી વધુ જાણકારીમેળવી શકે છે તેમજ અમારી વેબસાઈટ www.headway.org.in/job ઉપર જઈ ને જાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આયોજનાની ટ્રેનિંગ અમદાવાદમાં અમારી ઓફિસ ઉપર તેમજ ઑનલાઇન આપવામાં આવશે ગુજરાતભરમાંથી કોઈપણ યુવક/યુવતી જોડાઈ શકશેબધીજ ટ્રેનિંગ ગુજરાતી ભાષામાં આપવામાં આવશે તેમજ મેળવેલી ટ્રેનિંગ નું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. ચાલો સૌ સાથે મળી બેરોજગારી દૂર કરીયે આપના ભારત દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીએ.