Gujarat Headline News Top Stories

અમદાવાદ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1ના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન અદ્ભુત કાર્યક્રમનું આયોજન

11મી જાન્યુઆરી 2026 અમદાવાદ : આજ રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના અધિકારીઓ દ્વારા વડીલો ના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઑફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટે ના સ્પેશીયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહ ના નેતૃત્વ હેઠળ અને 3232B1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગિરવાન મેહતા, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવ અને લાયન શ્રી વિપુલ દવે ની હાજરી માં 600 થી વધારે વડીલો ની ખાસ વંદન, entertainment અને પુરસ્કાર વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉષાબેન શાહે કહ્યું કે આદરણીય મહેમાનો, મારા દિલના ખૂબ જ નજીક વડીલ એવા મારા માતા-પિતાજી સમાન સૌને વંદન સહ પ્રણામ ! આજે અત્યારે અહીં ઊભી છું ત્યારે મારું દિલ બહુ ભરાઈ આવ્યું છે. કારણ કે સામે બેઠેલા દરેક ચહેરામાં મને કોઈની મા દેખાય છે, કોઈના પિતા દેખાય છે, કોઈના દાદા-દાદી દેખાય છે. અહીં ઉપસ્થિત દરેકે દરેક વડીલોએ આખું જીવન બીજાના સુખ માટે ખપાવી દીધું. પોતાનું દુઃખ ક્યારેય કહ્યું નહીં, પરંતુ બીજાના આંસુ હંમેશા પૂંછ્યા. આજે એમના માટે થોડા ક્ષણો ખુશીના લાવવાનો મોકો મળ્યો, એ જ પારા માટે સૌથી પોટું સૌભાગ્ય અને પારા જીવનનો યાદગાર દિવસ છે.

અહીં ઉપસ્થિત દરેક વડીલને એટલું ચોક્કસ કહીશ કે..આપ સર્વે એકલા નથી, કોઈક આજે પણ તમને યાદ કરનાર છે. આપના જીવનના વર્ષો વ્યર્થ ગયા નથી, એ અમારા સર્વે માટે આશીર્વાદ છે.

આપે જે સહન કર્યું, જે ત્યાગ કર્યો.-–એ શબ્દોમાં કહી શકાય એવું નથી.

આપની આંખોમાં છુપાયેલું દુઃખ અમે સમજીએ છીએ. થોડો પ્રેમ, થોડી વાત, થોડી સાથે બેસવાની ઇચ્છા — -એટલું જ તમને જોઈએ છે. તમે ભાર નથી, તમે તો અમારો આધાર છો. આજે તમારા ચહેરા પર જે સ્મિત છે, એ મારું સૌથી મોટું નસીબ છે.

તમારા હાથ કંપે છે, પરંતુ તમારા આશીર્વાદ અમને મજબૂત બનાવે છે. ઘર કદાચ દૂર છે, પરંતુ દિલ અહીં તમારું છે.

ભગવાન પછી જો કોઈ છે, તો એ પ્રેમ છે- અને એ પ્રેમ તમે આપ્યો છે, તમે છો એટલે જ આપણે માનવ છીએ. આ દુનિયા તમારાથી વધુ સુંદર છે.

આજે જે આયોજન થયું છે, એ માત્ર કાર્યક્રમ નથી. એ તો લાગણીઓનો દરિયો છે. એકસાથે આટલા બધા વડીલોને એક સાથે બેસાડી પ્રેમથી સવાર અને સાંજે સૂરુચી અને સ્વાદિષ્ટ મીઠું ભોજન કરાવવું, સાંજે મનોરંજન સાથે આત્મિયતા વહેંચવી આ બધું સહેલું કામ નથી. અહીં કોઈ મહેમાન નથી, અહીં બધા પરિવારના સભ્યો છે. આજે વડીલોને લાગ્યું હશે કે હજી પણ કોઈ છે જે આપણને પૂછે છે. આ લાગણી કોઈ દવા કરતાં વધારે શક્તિશાળી છે.

આજે અંતમાં હું માત્ર એક વાત કહું છું. ચાલો, આપણે બધા ઘરે જઈને આપણા વડીલોને એક ફોન કરીએ, એક મુલાકાત લઈએ. સમય નથી એવું કહેવાનું બંધ કરીએ. કારણ કે વડીલોને રૂપિયા નહીં સમય જોઈએ છે, પ્રેમ જોઈએ છે.

ભગવાન સૌ વડીલોને સ્વસ્થ રાખે, સુખી રાખે અને એમના ચહેરા પર હંમેશા આ સ્મિત જળવાઈ રહે —એ જ મારી પ્રભુને હૃદયથી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published.