Business Gujarat Top Stories

આત્મનિર્ભર ભારત: નવા ભારત માટે એસએમઇ નિકાસને વેગ આપવા ઈન્ડિયન એક્સપોટર્સસ મિટ અને બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, ડિસેમ્બર, 2022: ગ્લોબલ ફેડરેશન ફોર એન્ટરપ્રેન્યોર્સ (જીએફઇ) એક્ટિવ બ્રેઇન્ઝ અને આઇડિયાઝ 2 એક્ઝિક્યુશન સાથે મળીને 16મી ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના આશ્રમરોડ સ્થિત હોટેલ સિલ્વરક્લાઉડ ખાતે ઈન્ડિયન એક્સપોટર્સ સમિટ અને બિઝનેસ એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય વ્યાપારી વિચારો અને વેપાર વ્યવસાયોને આત્મનિર્ભર બનવા અને તેમના ઉત્પાદનો અને સેવાઓની નિકાસમાં વધારો કરીને રાષ્ટ્રીય જીડીપીમાં યોગદાન આપીને સરકારના વિઝનને હાંસલ કરવાનો છે. આ સમિટમાં ચર્ચાઓ દ્વારા આગળના રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું , જેથી નિકાસકારો અને ઉદ્યોગ સાહસિકોને વિદેશમાં તેમની કામગીરી વિસ્તારવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં પ્રવેશ કરવા સક્ષમ બનાવી શકાય. આ સાથે દેશભરના ટોચના નાના અને મધ્યમકદના નિકાસકારો, વેપાર વ્યાવસાયિકો અને વેપાર સહાયપ્રદાતાઓને પણપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા , જેનાથી જેઓએ તેમની નિકાસની સફળતામાં ફાળો પ્રાપ્ત થાય તેઓને શ્રેષ્ઠ પ્રથાઓ અને શીખેલા પાઠોનું આદાન પ્રદાન કરવાની તક મળી હતી.  આ સમિટ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર સહાયપ્રદાતાઓ, સંભવિત નિકાસકારો અને કેળવણીકારો માટે નેટવર્કિંગ અને સામૂહિક શીખવાની તકો રજૂકરવામાં આવી હતી. 

આ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિશેષ અતિથિ તરીકે સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી સુરેશપ્રભુની વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા .ઉપરાંત, સમિટમાં સરકાર, સંસ્થાઓ અને વેપારી સંસ્થાઓના અન્ય મહાનુભાવોને પણ મહેમાનો ઉપસ્થિતઃ રહ્યા હતા. આ સાથે ગુજરાત કેમિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. જૈમિન વાસાવાસા અને શ્રીઅસિત વોરા – ફોર્મર મેયર ઓફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઉપસ્થિતઃ રહ્યા હતા.

આ સાથે પોતાની ફિલ્ડમાં આગેવાની ધરાવતા લોકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મનીષચાવડા (ડાયરેક્ટર, વિઝાયુરો અમદાવાદ, એક્સેલન્સ ઇન એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન), મધુર મખારે (ડિરેક્ટર ક્રિએટિવ એડ એજન્સી Marketbadhao.com કાનપુર યુપી, એક્સેલન્સ ઇન ક્રિએટિવ ઈન એક્સપોર્ટ માર્કેટિંગ), રિદ્ધિ શેઠ (ડિરેક્ટર ફૂડિશ અમદાવાદ એક્સેલન્સ ઇન ફૂડ ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ), અભિજીત પટેલ અને કૌશલ પટેલ (ડાયરેક્ટરશ્રી એજ્યુકેશન અમદાવાદ/વડોદરા એક્સેલન્સ ઇન સ્ટુડન્ટ વિઝા), જયેશ જગતિયા (ડાયરેક્ટર JVDN ઇન્ટરનેશનલ અમદાવાદ – એક્સેલન્સ ઇન મર્ચન્ટ એક્સપોર્ટ), પ્રવિણ અહેરરાવ (ડાયરેક્ટર ટ્રાન્સ હાર્બરલોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ નવી મુંબઈ  – એક્સેલન્સ ઇન લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ), અરુણકુમાર (ડાયરેક્ટર સીવેવ કન્ટેનર લાઈન્સ પ્રાઈવેટ લિમિટેડ નવી મુંબઈ, એક્સેલન્સ ઇન એફોર્ડેબલ કાર્ગો), અભિજિત જાદવ (ડાયરેક્ટર સોર ઇમ્પેક્સ એલએલપી મુંબઈ એક્સેલન્સ ઇન એગ્રીકલ્ચર પ્રોડક્ટ સપ્લાય) , રિંકલ જૈન (ડાયરેક્ટર તનિષ્કા એક્સપોર્ટ્સ, નાસિક એક્સેલન્સ ઇન ક્વોલિટી એક્સિલેન્સ એક્સપોર્ટ્સ), ચાણક્ય ભાવસાર (મેનેજિંગ પાર્ટનર –  ચાણક્ય ભાવસાર અમદાવાદ એક્સેલન્સ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ ડિસ્પ્યુટ લૉ, ગિરીશ ચાવલા (ડાયરેક્ટર હોસ્ટિંગ હાઇવ એન્ટરટેઇનમેન્ટ અમદાવાદ એક્સેલન્સ ઇન ઈમર્જિંગ એન્ટરપ્રેનિયોર ઈન એન્ટરટેઇન્મેન્ટ), રફીક માંકડ (એમડી અને ડિરેક્ટર બાયોટેક્સસ એનર્જી,  એક્સેલન્સ ઇન ઇમર્જિંગ એન્ટર પ્રાઇઝ ઇન ડિઝાઇનિંગ કેમિકલ પ્લાન્ટ્સ) નો સમાવેશ કરાવમાં આવ્યો હતો.

આ સમિટ ઉત્પાદકો, નિકાસકારો, મધ્યમ ઉદ્યોગો, વેપારી નિકાસકારો, પબ્લિક લિમિટેડ કંપનીઓ, નિકાસ સલાહકારો, માર્કેટિંગ, ફાઇનાન્સ, બેન્કર્સ અને નાણાકીય સંસ્થાઓ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સને આ પ્રસંગે અમારા વિશેષ મહેમાનો દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા અને સન્માનિત કરવાની તક પૂરી પાડશે. 

Leave a Reply

Your email address will not be published.