Breaking News Gujarat Header Slider Headline News Top Stories

ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ હિંમતનગરમાં ‘બસ, હવે પરિવર્તન જોઇએ’ યાત્રામાં ભાગ લીધો.

મનીષ સિસોદિયાજીની આગેવાનીમાં હજારો લોકો ‘બસ, હવે પરિવર્તન જરૂરી’ યાત્રામાં જોડાયા.

હિંમતનગરમાં આમ આદમી પાર્ટીએ ‘બસ, હવે બદલાવ જરૂરી’ યાત્રા દ્વારા પોતાની તાકાત બતાવી.

ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા

27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, તેમણે ક્યારેય શાળાઓ, હોસ્પિટલો અને રોજગાર પર ક્યારેય કામ કર્યું નથી, હંમેશા અહીંથી ત્યાં જુમલાઓ કરતા રહે છે મનીષ સિસોદિયા

આજે લોકો અરવિંદ કેજરીવાલજીને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે, એ વાત પર આગળ વધી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છેઃ મનીષ સિસોદિયા

સેંકડો લોકોએ અમને હાથ વડે વિક્ટરીની નિશાની બતાવી, તેઓ કહેવા માંગે છે કે આ વખતે પરિવર્તન આવશેઃ મનીષ સિસોદિયા

ગુજરાતની જનતા એ જ રાહ જોઈ રહી છે કે કોઈ સારી સરકાર આવે અને સારી શાળાઓ બનાવે, સારી હોસ્પિટલ બનાવે, યુવાનોને રોજગાર આપે: મનીષ સિસોદિયા

હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ વખતે પરિવર્તન આવશેઃ મનીષ સિસોદિયા

હું હિમતનગરની જનતાને કહેવા માંગુ છું કે આ વખતે તમે પણ હિંમત બતાવો અને ઝાડૂના નિશાનનું બટન દબાવોઃ મનીષ સિસોદિયા

આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે અને તેથી જ 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ ભાજપને આ વખતે ચૂંટણીમાં સ્થાન નહીં મળેઃ મનીષ સિસોદિયા

ગુજરાતમાં ઉઠેલી આ આંધીમાં બધી જ ભ્રષ્ટ અને બેઇમાન પાર્ટીઓ ગુજરાતના રાજકારણમાંથી સાફ થઈ જશે

દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પરિવર્તનની શરૂઆત કરી હતી, આજે ગુજરાતને પણ એ જ પરિવર્તનની જરૂર છે.

અમદાવાદ/હિંમતનગર/ગુજરાત

આમ આદમી પાર્ટીના દિલ્લીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તેમની છ દિવસની મુલાકાત અંતર્ગત આજે અમદાવાદ આવ્યા છે. મનીષ સિસોદિયાજી સવારે 8.00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મનીષ સિસોદિયાજી પહેલાં સાબરમતી આશ્રમ ગયા જ્યાં પૂજ્ય બાપુનાં આર્શીવાદ લીધા. એ બાદ મનીષ સિસોદિયાજી હિંમતનગર જવા રવાના થયા. હિમ્મતનગર પહોંચ્યા બાદ મનીષ સિસોદિયાજી ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાયા.

ગુજરાતની જનતા 27 વર્ષથી પરિવર્તનની રાહ જોઈ રહી છે : મનીષ સિસોદિયા

દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ઉપસ્થિત હિંમતનગરના હજારો લોકોને સંબોધતા કહ્યું કે, હું હિંમતનગરના લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને આવી શાનદાર અને ભવ્ય ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા માટે અભિનંદન આપવા માંગુ છું. હમણાં જ મેં જોયું કે બસમાં બેઠેલા ડ્રાઈવર, કંડક્ટરો, દુકાનોમાં બેઠેલા વેપારીઓ અને આસપાસ દેખાતા સેંકડો લોકોએ અમને હાથ વડે વિક્ટરીની નિશાની બતાવી, તેઓ કહેવા માંગે છે કે આ વખતે પરિવર્તન આવશે. ગુજરાતની જનતા 27 વર્ષથી આ પરિવર્તનની રાહ જોઈ રહી છે. ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે કે કોઈ સરકાર આવે અને સારી શાળાઓ બનાવે, સારી હોસ્પિટલ બનાવે, યુવાનોને રોજગાર આપે, કોઈ સરકાર આવે અને પેપર લીક થવાના બંધ થાય અને સરકારી પરીક્ષાઓ સારી રીતે થાય. જે લોકોને સરકારી નોકરી મળી છે, તે લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમને સારો પગાર મળે.

આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે અને તેથી જ 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ ભાજપને આ વખતે ચૂંટણીમાં સ્થાન નહીં મળેઃ મનીષ સિસોદિયા

દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ આગળ જણાવ્યું કે, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ વખતે પરિવર્તન આવશે. 27 વર્ષથી રાજ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને આ વખતે ચૂંટણીમાં કોઈ સ્થાન નહીં મળે કારણ કે આ વખતે ગુજરાતની જનતા હિંમત બતાવી રહી છે. હું હિંમતનગરની જનતાને પણ કહેવા માંગુ છું કે આ વખતે તમે પણ હિંમત બતાવો અને ઝાડુના નિશાનનું બટન દબાવો. અરવિંદ કેજરીવાલજી દેશના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જે કહે છે કે, મેં દિલ્હીમાં કામ ના કર્યું હોય તો ગુજરાતમાં મને વોટ આપશો નહીં. અને જો આગામી 5 વર્ષમાં અમારી સરકાર સારી રીતે કામ નહીં કરે તો બીજી વખત અમને વોટ આપશો નહીં. અરવિંદ કેજરીવાલજીએ આપેલી તમામ ગેરંટી પર અમે કામ કરીશું.

આજે લોકો અરવિંદ કેજરીવાલજીને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે, એ વાત પર આગળ વધી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છેઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા પરિવર્તનનો માટે અને સત્તા પરિવર્તન તો વાસ્તવમાં શિક્ષણની સ્થિતિને બદલવા માટે, સરકારી શાળાઓને સારી બનાવવા માટે, સરકારી હોસ્પિટલોને વધુ સારી બનાવવા માટે, રોજગાર માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, મજૂરો માટે, બધા માટે પરિવર્તન કરવા માટે સૌ રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, તેમણે ક્યારેય શાળાઓનું કામ કર્યું નથી, તેમણે ક્યારેય હોસ્પિટલો પર કામ કર્યું નથી, તેમણે ક્યારેય રોજગાર પર કામ કર્યું નથી, તેંમણે ક્યારેય ખેડૂતો માટે કામ કર્યું નથી, તેઓએ હંમેશા અહીંથી ત્યાં જુમલાઓ છોડી રહ્યા છે. આજે લોકો અરવિંદ કેજરીવાલજીને એક આશાના રૂપમાં જોઈ રહ્યા છે. આ વાત પર આગળ વધી રહ્યી છીએ કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે તેમણે દિલ્હીમાં કરીને બતાવ્યું છે. અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે પંજાબમાં કરીને બતાવ્યું છે અને હવે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ગેરંટી આપી છે એ, પછી ભલે તે શાળા-હોસ્પિટલની હોય, તે વીજળી માટેની હોય, રોજગાર માટેની હોય કે પછી સરકારી કર્મચારીઓ

Leave a Reply

Your email address will not be published.