mjlibrary
Breaking News Gujarat Header Slider Headline News Top Stories

શેઠ મા.જે. પુસ્તકાલયનું રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું

BY DARSHANA JAMINDAR

શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળે તેમાં રૂા. ૮૦ લાખના નવીન આયોજનો સામેલ કર્યા. આજના ડિજિટલ યુગમાં શેઠ મા.જે. પુસ્તકાલય/શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ૭.૦૦ લાખથી વધુ પુસ્તકો અને ૨૨,૦૦૦ સભાસદોના ડેટા રૂ।.૩૦.૦૦ લાખના ખર્ચે RFID System થી સજ્જ કરવાનું આયોજન. શેઠ મા.જે. પુસ્તકાલયમાં E-Resources Subscribe કરવા રૂા.૫.૦૦ લાખનું આયોજન


સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના રૂ।. ૨૧. ૦૦ લાખના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન.
શેઠ મા.જે. પુસ્તકાલયમાં માન. મેયરશ્રી કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂા.૧૫ કરોડ ૦૩ લાખ ૩૫ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા.૮૦ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂા.૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ નવીન આયોજનો અમદાવાદ મહાનગરના સાહિત્યપ્રેમી નગરજનોને ઉપયોગી થવાના હેતુથી નક્કી કરવામાં આવેલ છે.


શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા માન. મેયરશ્રીએ જણાવ્યું હતું કે, મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોનો દૈનિક સરેરાશ ૨,૦૦૦થી વધુ વાચકો લાભ લે છે. મા.જે. પુસ્તકાલયમાં તા.૦૧-૦૬-૨૦૨૧થી ડિજિટલ લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવેલ છે, તેના ભાગરૂપે શેઠ મા.જે. પુસ્તકાલય | શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID Systemથી રૂા.૩૦.૦૦ લાખના ખર્ચે સજ્જ કરવાનું તેમજ વિદ્યાર્થીઓ માટે E-Resources Subscribe કરવા રૂા.૫.૦૦ લાખનું આયોજન કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવતા સાહિત્યરસિકો સાથે પરસ્પર તાદાત્મ્ય સધાય તે હેતુથી સાહિત્યગોષ્ઠિ, શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવ, કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન, અમદાવાદ શહેરમાં હેરીટેજ મૂલ્ય ધરાવતા ઐતિહાસિક સ્મારકો સન્મુખ તેને અનુરૂપ કાર્યક્રમો, પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોના જીવન-કવન અને સર્જનયાત્રાથી શ્રોતાગણ પરિચિત થાય તે હેતુથી ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા સાંસ્કૃતિક સહિત સાહિત્યિક કાર્યક્રમો માટે અંદાજપત્રમાં રૂા.૨૧.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
હેરીટેજ સીટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ મહાનગરની ઐતિહાસિક ઝાંખીથી શહેરમાં આવતા દેશ-વિદેશના પર્યટકો, સંશોધકો અને વાચકો પરિચિત થાય તે માટે રૂા.૫.૦૦ લાખનું તેમજ નવઆગંતુકો પુસ્તકાલયની કાર્યપધ્ધતિ અને સેવાઓથી અવગત થાય તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં કર્ણાવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવા માટે રૂા.૫.૦૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયના ઉપભોક્તાઓ ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોની જીવનયાત્રાથી પરિચિત થાય તેમજ સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે માટે તેમના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શન માટે રૂા.૨.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં વાચકોની સુવિધા મુજબનું ફર્નિચર વસાવવા રૂ।.૫.૦૦ લાખનું, પુસ્તકાલય બાહ્ય રીતે નયનરમ્ય બને અને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી ૨હે તેમજ રિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઈટ માટે રૂા.૫.૦૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.
શહેરના નાગરિકોમાં કુદરતી સ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે જાગરૂકતા આવે તે હેતુથી પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ ૫૨ પરિસંવાદ માટે રૂા.૨.૦૦ લાખનું, સમાજના લોકો છેતરપીંડીનો ભોગ ન બને તેમજ નાણાંની સલામતી સધાય તે હેતુથી ‘Cyber Security Awareness’ સેમિનાર માટે રૂા.૩.૦૦ લાખનું જ્યારે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમ માટે રૂા.૨.૦૦ લાખનું તેમજ મ્યુ. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને પુસ્તકાલયની સેવાઓથી પરિચિત કરાવવા રૂા.૨.૦૦ લાખનું બજેટમાં આયોજન કરવામાં આવેલ છે.
અંદાજપત્રની સભામાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, વિદ્વાન સભ્યો શ્રી કિશોરભાઈ મકવાણા અને ડૉ. હેમન્ત ભટ્ટ સહિત અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

  • શેઠ મા.જે. પુસ્તકાલયમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન થયેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી :-
    ૧. મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં સ્માર્ટ સીટી અંતર્ગત ડિજીટલ લાયબ્રેરીનું માનનીય મેયરશ્રી કિરીટકુમાર પરમારના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
    ૨.મા.જે. પુસ્તકાલયની વેબસાઈટ પર (www.mjlibrary.in) ૫૫,૦૦૦ કરતા વધુ ડિઝીટલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ગાંધી સાહિત્ય તેમજ માનપત્રોનો સમાવેશ થાય છે.
  1. શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોના સભાસદો અને તમામ પુસ્તકોનો ડેટા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
    ૪. મા.જે. પુસ્તકાલયના પ્રજ્ઞાચક્ષુ વિભાગની ૧૮૩૨ ઓડિયો સીડી(શ્રાવ્ય સાહિત્ય) ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
    ૫.શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં સ્માર્ટ સીટી અંતર્ગત કોમ્પ્યુટર સિસ્ટમ, સીસીટીવી કેમેરા, એલ.ઈ.ડી. ટીવી તેમજ કિઓસ્ક મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી.
  2. શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોને નેટવર્કિંગના માધ્યમથી જોડવામાં આવ્યા.
    ૭. શેઠ મા.જે. પુસ્તકાલયમાં RFID Systemનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું.
    ૮. શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોના ઉપભોક્તાઓ ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
    ૯. પુસ્તકાલયમાં ઈશ્યુ-રિટર્ન, રિન્યુ, રિઝર્વેશન અને મેમ્બરશીપ જેવી ઓનલાઈન સેવાઓ શરૂ કરવામાં આવી.
    ૧૦. શેઠ મા.જે. પુસ્તકાલયની ઓનલાઈન સેવાઓને વ્યાપક પ્રતિસાદ મળેલ છે તેના કારણે ચાલુ વર્ષે ૧,૮૦૦થી વધુ સભાસદોનો ઉમેરો થયેલ છે.
    ૧૧. શેઠ મા.જે. પુસ્તકાલયમાં “ગુજરાતનું શિક્ષણ : વર્તમાન અને ભવિષ્ય” વિષય પર એક રસપ્રદ વૈચારિક જ્ઞાનગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાનશ્રી તરીકે જાણીતા કેળવણીકાર અને શિક્ષણવિદ્ ડૅા. મફતલાલ પટેલ તેમજ વક્તાશ્રી તરીકે ડૉ. જગદીશભાઈ ભાવસાર, ડૉ. કીરીટભાઈ જોષી અને જાણીતા કોલમીસ્ટ / રાજકીય વિશ્લેષકશ્રી જયવંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
    ૧૨. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત શેઠ મા.જે. પુસ્તકાલયમાં આઝાદીની ચળવળને લગતા ૭૫ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું તેમજ એલ.ઈ.ડી. સ્ક્રીન પર સ્વાતંત્ર સંગ્રામના વિડિયો પ્રસારિત કરવામાં આવેલ.
    ૧૩. ૧૫મી ઓગષ્ટ ‘હ૨ ઘ૨ તિરંગા’ અભિયાન અંતર્ગત તમામ પુસ્તકાલયોમાં રાષ્ટ્રધ્વજ (તિરંગા)ફરકાવવામાં આવ્યા.
    ૧૪. શેઠ મા.જે. પુસ્તકાલયમાં સ્મરણીય દિવસો પર પુસ્તક પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
    ૧૫. શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરિયમમાં સિનિય૨ આર્ટિસ્ટ ફોરમના સંયુક્ત ઉપક્રમે પ્રતિમાસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
    ૧૬. શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરિયમમાં વર્ષ દરમ્યાન જાણીતા સાહિત્યસર્જકોના સમયાંતરે ૦૫ પુસ્તક વિમોચનના કાર્યક્રમો યોજવામાં આવ્યા.
    ૧૭. શહેરના સ્થાનિક રહીશો અને વિદ્યાર્થી વાચકોને વાચનાલયની વધુ સુવિધા પ્રાપ્ત થાય તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઓઢવ, જમાલપુર, વેજલપુર, નારોલ-લાંભા રોડ, જોધપુ૨ અને ઘોડાસર વિસ્તારમાં સુવિધાસભર વિશાળ વાચનાલયોનું લોકાર્પણ કરવામાં આવેલ છે.
    ૧૮. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રથમવાર મહિલાઓ માટે પિન્ક મ્યુ. લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવેલ છે.
    ૧૯. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં વર્ષ દરમ્યાન ૧૦ એપ્રેન્ટીસને તાલીમ આપવામાં આવી.
    શેઠ મા.જે. પુસ્તકાલયના સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના નવીન આયોજનો :-
  3. શેઠ મા. જે. પુસ્તકાલય/શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID System થી સજ્જ કરવાનું આયોજન ઃ
    રૂ।. ૩૦.૦૦ લાખ અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો મળેલ છે તે અંતર્ગત એમ.જે. લાયબ્રેરી સ્માર્ટ લાયબ્રેરી તરીકે કાર્યરત છે. શેઠ મા.જે. પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયોમાં અંદાજીત ૭.૦૦ લાખ કરતા વધુ પુસ્તકો અને ૨૨,૦૦૦ કરતા વધુ સભાસદો ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ૧.૫૦ લાખ પુસ્તકોનો ડેટા RFID System થી સજ્જ કરવામાં આવેલ છે તે જ પ્રકારે બાકીના તમામ પુસ્તકો અને સભાસદોનો ડેટા RFID System થી સજ્જ કરવામાં આવે તો ઉપભોક્તાઓ સાચા અર્થમાં સ્માર્ટ લાયબ્રેરીનો અહેસાસ કરી તેનો લાભ લઈ શકે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલય | શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID Systemથી સજ્જ કરવાનું આયોજન.
    ૨. શેઠ મા.જે. પુસ્તકાલયમાં È-Resources Subscribe કરવાનું આયોજનઃ
    રૂા. ૫.૦૦ લાખ શેઠ મા.જે. પુસ્તકાલયમાં દિન-પ્રતિદિન વાચકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે, પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થી વાચકોની માંગમાં સમયને અનુરૂપ બદલાવ આવેલ છે. પુસ્તકોનું સ્થાન હવે નવીન ટેકનોલોજી આધારિત સેવાઓએ લીધેલ છે. મા.જે. પુસ્તકાલયમાં સ્માર્ટ લાયબ્રેરી અંતર્ગત વિવિધ પ્રકારની સેવાઓ વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, કિઓસ્ક તેમજ નેટવર્કિંગનો માધ્યમથી આપવામાં આવે છે. પુસ્તકાલયમાં આવતા વાચકો પોતાના વિષયક્ષેત્રની અદ્યતન માહિતીથી અવગત થાય તેમજ સમય અને સ્થળના બંધનોથી મુક્ત થઈ તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં E-Resources Subscribe કરવાનું આયોજન. ૩. શેઠ મા.જે. પુસ્તકાલયમાં જરૂરિયાત મુજબનું ફર્નિચર વસાવવાનું આયોજન :
    રૂ. ૫.૦૦ લાખ
    શેઠ મા.જે. પુસ્તકાલય વર્ષના ૩૫૯ દિવસ સવારના ૭.૩૦ થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અવિરત સેવાઓ આપતી સંસ્થા છે. શહેરના પરા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવે છે. વાચકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા મુજબનું ફર્નિચર વસાવવામાં આવે તો તે વધુ સારી રીતે લાંબો સમય વાંચન કરી શકે અને શારીરિક શ્રમ ઓછો લાગે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં જરૂરિયાત મુજબનું ફર્નિચર વસાવવાનું આયોજન.
    ૪. શેઠ મા.જે. પુસ્તકાલયમાં સાહિત્યગોષ્ઠિનું આયોજનઃ
    રૂા. ૫.૦૦ લાખ શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરિયમમાં દર શનિવારે ‘સાહિત્યચૉરો’ અંતર્ગત નવોદિત સાહિત્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જ્યારે મહિનાની આખર તારીખમાં ‘સીનીયર આર્ટિસ્ટ ફોરમ’ અંતર્ગત જૂની રંગભૂમિના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે માટે તેઓને નિઃશુલ્ક ઓડિટોરિયમ પૂરુ પાડવામાં આવે છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવતા સાહિત્યરસિકો સાથે સર્જકોની સાહિત્યગોષ્ઠિ થાય અને પરસ્પર તાદાત્મ્ય સધાય તે હેતુથી આ બન્ને સંસ્થાઓના સંયુકત ઉપક્રમે મા.જે. પુસ્તકાલયમાં સાહિત્યગોષ્ઠિનું આયોજન. ૫. શેઠ મા.જે. પુસ્તકાલય દ્વારા શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવનું આયોજનઃ
    રૂા. ૫.૦૦ લાખ
    શેઠ મા.જે. પુસ્તકાલય સાહિત્યસર્જકો અને સાહિત્યરસિકો માટે સાહિત્ય સાધનાનું કેન્દ્ર, બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર, વિદ્યાર્થીઓ અને યુવા વાચકો માટે જ્ઞાન મંદિર તેમજ મહિલા વાચકો તથા સિનીયર સિટીઝન માટે જ્ઞાનતીર્થ બન્યું છે. મા.જે. પુસ્તકાલયમાં અનેક લેખકોના પુસ્તકો ઉપલબ્ધ છે જેનો વિશાળ વાચકવર્ગ લાભ લઈ રહેલ છે. વાચકો સાહિત્યસર્જકો સાથે સીધા પરિચયમાં આવે, તેઓની વચ્ચે સાહિત્યિક જ્ઞાન આદાન-પ્રદાન થાય અને વૈચારિક સેતુ બંધાય તેવા ભાવ સાથે વિવિધ આયામો અંતર્ગત કાર્યક્રમો યોજાય તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલય દ્વારા શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવનું આયોજન.
    ૬. હેરીટેજ સ્થળે કાર્યક્રમો કરવાનું આયોજનઃ
    રૂા. ૫.૦૦ લાખ ઐતિહાસિક શહેર અમદાવાદને જુલાઈ-૨૦૧૭માં યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરીટેજ સીટી’ નો દરજજો પ્રાપ્ત થયેલ છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને પોળોમાં હેરીટેજ મૂલ્ય ધરાવતા ઐતિહાસિક સ્મારકો સન્મુખ તેને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવાથી નગરજનો તેનાથી પરિચિત થાય અને તેનો પ્રચાર-પ્રસાર થાય તે માટે હેરીટેજ સ્થળે કાર્યક્રમો કરવાનું આયોજન.
  4. કર્ણાવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવાનું આયોજનઃ
    રૂા. ૫.૦૦ લાખ
    હેરીટેજ સીટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ મહાનગરની ઐતિહાસિક ઝાંખી, કલા, શિલ્પ-સ્થાપત્ય, સાંસ્કૃતિક સાહિત્યવારસો અને હેરીટેજ સ્થાપત્યની માહિતી શહેરમાં આવતા દેશ-વિદેશના પર્યટકો અને સંશોધકોને ઉપયોગી થાય તેમજ મા.જે. પુસ્તકાલયમાં પ્રથમવાર આવતા નવઆગંતુકો પુસ્તકાલયની કાર્યપધ્ધતિ અને સેવાઓથી અવગત થાય તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં કર્ણાવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવાનું આયોજન.
    ૮. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરિસંવાદનું આયોજન :
    રૂા. ૨.૦૦ લાખ
    વર્તમાન યુગમાં ગામડાઓ ઘટતા જાય છે અને શહેરમાં લોકો રોજગારી મેળવવા માટે આવે છે. દિવસે-દિવસે વસ્તીવિસ્ફોટ, ઔઘોગીકરણ, વૃક્ષોનું નિકંદન તેમજ પ્રદૂષણ જેવી સમસ્યાઓ વધી રહી છે જેના કારણે આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે અને ભવિષ્યમાં પર્યાવરણનું સંતુલન જોખમાવાની સંભાવના રહેલી છે. શહેરના નાગરિકોમાં કુદરતી સ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે જાગરૂકતા આવે તે હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરિસંવાદનું આયોજન.
    ૯. ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શનનું આયોજન : રૂા. ૨.૦૦ લાખ શેઠ મા.જે. પુસ્તકાલય સાર્વજનિક સંસ્થા છે અને તેનો અમદાવાદના નગરજનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. આ શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્દો, સાહિત્યપ્રેમી નાગરિકો તેમજ મા.જે. પુસ્તકાલયના ઉપભોક્તાઓ ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોની જીવનયાત્રાથી પરિચિત થાય તેમજ તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તેવા શુભ હેતુથી શેઠ મા.જે. પુસ્તકાલયના સામાન્ય વાચનાલય વિભાગમાં ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શનનું આયોજન.
    ૧૦. મ્યુ. સ્કૂલ બોર્ડના સ્માર્ટ સ્કૂલના બાળકોને સ્માર્ટ લાયબ્રેરીથી પરિચિત કરાવવાનું આયોજન ઃ
    રૂા. ૨.૦૦ લાખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી સ્માર્ટ સ્કૂલ (અનુપમ શાળા)નો નવીન કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવેલ છે તે અંતર્ગત શહેરમાં ૬૨ સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે. આ સ્કૂલના બાળકો મા.જે. પુસ્તકાલયમાં જિજ્ઞાસા સાથે પ્રવેશે, સ્માર્ટ લાયબ્રેરીની સેવાઓથી માહિતગાર થાય અને સંતોષ સાથે પરત જાય તે હેતુથી સ્માર્ટ સ્કૂલના બાળકોને સ્માર્ટ લાયબ્રેરીથી પરિચિત કરાવવાનું આયોજન. ૧૧. કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન કાર્યક્રમ કરવાનું આયોજનઃ
    રૂા. ૨.૦૦ લાખ
    કવિ ‘શૂન્ય’ પાલનપુરીના જન્મશતાબ્દી વર્ષની હાલમાં ઉજવણી થઈ રહેલ છે. તેઓશ્રીએ કવિતા, ગઝલ અને શેર-શાયરી જેવા વિવિધ સાહિત્ય ક્ષેત્રોમાં ખેડાણ કરેલ છે. સાહિત્યમાં રૂચિ ધરાવતા નગરજનો તેમના જીવન-કવન અને સાહિત્યસર્જન યાત્રાથી પરિચિત થાય તેવા હેતુથી કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન કાર્યક્રમ કરવાનું આયોજન.
    ૧૨. મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન ઃ
    રૂા. ૨.૦૦ લાખ તરૂણાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતી વિદ્યાર્થીનીઓ શારીરિક અંતસ્રાવોમાં ફેરફાર થવાના કારણે માસિકને લગતી સમસ્યાઓ અંગે મૂંઝવણ અનુભવતી હોય છે, જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરની સમસ્યાઓ પડકારરૂપ બની છે. આ બાબતે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સજાગ થઈ સાવચેતીના પગલાં લઈ શકે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન. ૧૩. ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શનું આયોજન
  5. ગુજરાતી સાહિત્યકારો
    રૂા. ૨.૦૦ લાખ વર્તમાન યુગમાં વિદેશગમનનો મહિમા વધી રહ્યો છે તેમાં સાહિત્યસર્જકો પણ બાકાત નથી. પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારો સાહિત્યસર્જન કરે છે તેમાં ગુજરાતની સંસ્કૃતિનો ઓછે વત્તે અંશે પ્રભાવ જોવા મળે છે, તે જ રીતે વિદેશમાંથી અહીં આવી લાંબા સમયથી વસતા સાહિત્યકારોની સાહિત્યકૃતિમાં પણ વિદેશી સંસ્કૃતિની છાંટ જોવા મળે છે. આ પ્રકારના સાહિત્યકારોના સ્વમુખે તેમના જીવન-કવન અને સર્જનયાત્રાથી શ્રોતાગણ પરિચિત થાય તે હેતુથી ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શનું આયોજન.
  6. શેઠ મા.જે. પુસ્તકાલયના પરિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઈટનું આયોજનઃ
    રૂા.પ૦૦ લાખ
    શેઠ મા.જે. પુસ્તકાલય અમદાવાદ શહેરની ઐતિહાસિક મૂલ્ય ધરાવતી હેરીટેજ વિરાસત છે અને તેમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. આ પુસ્તકાલય આંતરિક રીતે સમૃધ્ધ છે તેટલું બાહ્ય રીતે પણ નયનરમ્ય હોવું જરૂરી છે. અહીં આવતા વાચકોને ગ્રીનરીનો અહેસાસ થાય તે માટે પરિસરમાં કોટની અંદરની બાજુ ‘પોસ્ટલ પામ ટ્રી પ્લાન્ટ લગાવવાનું વિચારેલ છે. વધુમાં આ પુસ્તકાલય રાત્રીના ૧૦,૦૦ કલાક સુધી કાર્યરત રહેતું હોવાથી પરિસરમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયના પરિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઇટનું આયોજન.
    ૧૫. શેઠ મા.જે. પુસ્તકાલયમાં ‘Cyber Security Awareness’ પર સેમિનારનું આયોજનઃ રૂા. ૧.૦૦ લાખ માન. વડાપ્રધાનશ્રી દ્વારા ડિજિટલ ઈન્ડિયા કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવેલ છે. વર્તમાનયુગમાં ટેકનોલોજીનો આવિષ્કાર થવાથી નાણાંકીય વ્યવહારો મોબાઈલ, ઈન્ટરનેટર, યુપીઆઈ તેમજ ઇ-બેંકિંગના માધ્યમથી કરવાનું ચલણ વધી રહ્યું છે જેના કારણે સમય અને સ્થળની મર્યાદા સિવાય સરળતાથી કામગીરી પૂર્ણ કરી શકાય છે, પરંતુ તેની સામે જુદા-જુદા પ્રકારના છેતરપીંડીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, લોકોના નાણાંની સલામતી સધાય અને આ પ્રકારના બનાવોનો ભોગ ન બને તે માટે સાઈબર સિક્યુરીટી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન મળી રહે અને સમાજમાં જાગરૂકતા કેળવાય તે હેતુથી મા.જે. પુસ્તકાલયમાં ‘Cyber Security Awareness’ પર સેમિનારનું આયોજન.
    ૧૬. દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનઃ
    રૂા. ૨.૦૦ શ્રૃંખ શેઠ મા.જે. પુસ્તકાલયમાં તા.૨૩-૦૩-૨૦૧૩થી શહેરના પ્રજ્ઞાચક્ષુ નાગરિકો માટે શ્રાવ્ય વિભાગનો શુભારંભ કરવામાં આવેલ છે. સમાજની અંદર શારીરિક તેમજ માનસિક ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓની અંદર અપાર કુદરતી શક્તિઓનો સંચાર રહેલો હોય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવાના ઉમદા આશયથી શેઠ મા.જે. પુસ્તકાલયમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
  • નવીન આયોજનોની અંદાજીત કુલ રકમ રૂા. ૮૦,૦૦,૦૦૦/- થાય છે ઃ-

Leave a Reply

Your email address will not be published.