આ અનુષ્ઠાન માત્ર એક ધાર્મિક આયોજન નથી, જીવનમાં પરિવર્તન લાવનાર એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રતિક્રિયા છે: શ્રી નિકુંજ ગુરૂજી
અમદાવાદમાં બિરાજમાન પૂજ્ય સાધુ- સાધ્વીજી મહારાજ સાહેબ તેમજ શાસન પ્રભાવક મુનિશ્રી હર્ષબોધીવિજયજી મહારાજ સાહેબના પ્રમુખ માર્ગદર્શનમાં જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે આગામી તા. ૦૭ જુનથી ૨૯ જુલાઈ સુધી વિશ્વ કલ્યાણકાર હિતકારક દિવ્ય આધ્યાત્મિક “ભક્તામર સંકલ્પસિદ્ધિ અનુષ્ઠાન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની પાવન ભૂમિ પાલડીમાં આવેલ તારા શાંતિ સોરઠ સાંસ્કૃતિક હોલ, રત્ના આર્ટેમસ-૨, ૬ઠા માળે, ભઠ્ઠા પાલડી ખાતે પ્રાત:કાલ સવારે ૬-૦૦થી ૮-૦૦ અને સાંજે ૮-૦૦થી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી દરરોજ અખંડ ભક્તામર જાપ સાધના તેમજ ભક્તામર સ્ત્રોત મહિમાનું અભિઘોષ સામુહિકરૂપથી થશે.
આ આયોજન વિશે માહિતી આપતાં કાર્યક્રમના આયોજક શ્રી નિકુંજ ગુરૂજીએ જણાવ્યું છે કે, રાજનગર (અમદાવાદ)ની ધન્ય ધરા પર શાશ્વતા શંત્રુજ્ય ગિરિરાજની ૫૦૦મી વર્ષ જંયતિ નિમિત્તે સવા કરોડ ભક્તામર સ્ત્રોત અભિઘોષ અને બીજ મંત્ર સાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ એક ગાથાની મંત્ર સાધના સાથે વિશ્વ માત્રના સર્વ જીવોનું મંગલકામના કલ્યાણ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ મંત્ર સાધનાના લક્ષ્યમાં વધુને વધુ લોકો જાેડાઈને પોતાની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરે. શ્રી નિકુંજ ગુરૂજીએ વધુમાં જણાવ્યું છે કે, આનુષ્ઠાન તા.૭મી જુનથી ૨૯ જુલાઈ ૫૩ દિવસ સુધી દરરોજ સવારે અને સાંધ્યકાળમાં વિશેષ સાધનાના આયોજન સાથે યોજાશે. આ અનુષ્ઠાનની વિશેષતાઓમાં ભક્તામર સ્ત્રોતની શક્તિશાળી સાધના, જીવનના દરેક સંકલ્પને સિદ્ધ કરવાની વિશેષ પ્રક્રિયા, દિવ્ય ધ્યાન અને એનર્જી એક્ટિવેશન, આરોગ્ય, ધન અને જીવન સમસ્યાઓ માટે હિલિંગ સેશન મુખ્યત્વે છે. આ અનુષ્ઠાન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ જીવનમાં પરિવર્તન લાવનાર એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે. આજની પરિસ્થિતીમાં જાેવા જઈએ તો જે લોકો જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જીવનમાં આરોગ્ય ધન અને સફળતા મેળવવા ઈચ્છે છે અને આધ્યાત્મિક શાંતિ અને શક્તિ મેળવવા માંગે છે તેઓ આ અનુષ્ઠાનનો દિવ્ય લાભ લઈ શકે છે. તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ સમગ્ર અનુષ્ઠાન Paras Channelઅને Aadinath Channel દ્વારા ૧૮૦થી વધુ દેશોમાં લાઈવ પ્રસારીત થશે.
૪૪ દિવસની વિશેષ સાધનામાં ૧૦૦૦થી વધુ પૂ. સાધુ–સાધ્વીજી ભગવંતોનું આગમન અને બધા સાધકોને વિશેષ રૂપથી માર્ગદર્શન મળશે તેમજ રાજનગર (અમદાવાદ) ખાતે સર્વ જીવોના કલ્યાણ હેતુ “ભક્તામર ધ્યાન મંદિર” બનાવવામાં આવશે. જ્યાં ૧ કરોડ ૮ લાખ બીજ મંત્રોની સાધના થશે. તા.૭મી જુને રવિવારે એક વિશેષ ભક્તિના આગમન સાથે ભક્તામર સાધના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પાંચ દિવસીય ગુરૂ પુર્ણિમાનો મહોત્સવ મનાવવામાં આવશે. વિશેષ આકર્ષણમાં સનાતન ધર્મના તમામ ભાઈ–બહેનોની હેલ્થની સમસ્યા, આર્થિક સમસ્યાઓ(મની) રિલેશન અને કારકીર્દી (કેરિયર)ની સમસ્યામાં વિશેષ નિ:શુક્લ માર્ગદર્શન આપવામાં આવશે. દરરોજ બપોરે ૩–૦૦થી ૬–૦૦ બધા માટે સાત ચક્રની ઓરા હિલિંગ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મફત ન્યુમ્યુરોલોજી માર્ગદર્શનનો કેમ્પ કરવામાં આવશે. બધા લોકો વધુને વધુ લાભ સમાજનું ઉત્થાન કરશે. આ માટે મો. ૭૬૧૦૦૭૬૦૦૦ પર સાધકો સંપર્ક કરી શકે છે.





