આરવ પટેલ AIR-106 સાથે બન્યા સિટી ટોપર
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે રાત્રે દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ALLEN અમદાવાદનાં ચાર વિદ્યાર્થીઓએ AIR ટોપ 200માં સ્થાન મેળવીને મેદાન માર્યું છે.
સંસ્થાના ચેરમેન ડૉ.બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે ALLEN અમદાવાદના ક્લાસરૂમ સ્ટૂડન્ટ આરવ પટેલ 720માંથી 705 એક મેળવીને અમદાવાદ સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા છે. તેમજ ઓલ ઈન્ડિયા રેક 106 પ્રાપ્ત કરીને ALLEN અમદાવાદ અને ગુજરાતને ગૌરવ આપાવ્યું છે. આ ઉપરાંત ALLEN અમદાવાદનાં ક્લાસરૂમ સ્ટૂડન્ટ્સ કાઝી મહોમ્મદ AIR 131, કાવ્યા સવાણી AIR 132 અને તનુશ્રી પ્રસાદ AIR 164 સાથે 720માંથી 705 અંક મેળવી ટોપ 200માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ALLEN કરિયર ઇન્સ્ટિટ્યૂટનાં વાઇસ પ્રેસિડેન્ટ તુષાર પારેખે જણાવ્યું કે NTAની પ્રેસ રિલીઝ પ્રમાણે પરીક્ષામાં 20 લાખ 87462 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતનાં 79,040 વિદ્યાર્થીઓએ રિજિસ્ટ્રેશન કર્યું હતું જેમાંથી 73,180 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 49,914 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. કુલ 499 શહેરોમાં 4097 પરીક્ષા કેન્દ્રો પર 7 મે, 2023ના રોજ NEET-UGની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કુલ 13 ભાષાઓમાં લેવાણી હતી. આ ઉપરાંત વિદેશમાં અબૂધાબી, બેંકોક, કોલંબો, દોહા, કાઠમાંડૂ, કુઆલાલંપુર, મનામા, મસ્કટ, રિયાદ, શારજાહ, સિંગાપોર, દુબઈ, કુવૈત તથા લાગોસમાં NEET-UGની પરીક્ષા યોજાઈ હતી.
આ પરીક્ષા AIIMS સહિત દેશની અન્ય મેડિકલ કોલેજોમાં MBBSની 104333, BDSની 27868, આયુષ અભ્યાસક્રમોની (BAMS, BHMS, BYMS, BUMS) 52720, BVSC અને પસંદ કરાયેલી BSC નર્સિંગ કૉલેજ અભ્યાસક્રમોની લગભગ 1 લાખ 90 હજાર બેઠકો માટે યોજાઈ હતી.
બુધવારે ALLENના અમદાવાદ કેમ્પસ સાધ્ય SBR ખાતે પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ALLEN કરિયર ઇન્સ્ટિટ્યૂટનાં વાઇસ પ્રેસિડેન્ટ તુષાર પારેખ, સેન્ટર હેડ મેડિકલ ડિવિઝન પંકડ બાલ્કી, સેન્ટર હેડ એન્જિનિયરિંગ ડિવિઝન સંજયકુમાર શ્રીવાસ્તવ, હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓપરેન્સ અંકિત મહેશ્વરી સહિત અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યાં હતા.