Business Headline News India Top Stories

SC એગ્રોટેકે રૂ. 86 કરોડનો ડોમેસ્ટિક સપ્લાય ઓર્ડર મેળવ્યો; એક મહિનામાં સ્ટોક 170% વધીને ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો

સપ્લાય ઓર્ડરમાં વિવિધ ફૂડ ગ્રેન્સ અને કઠોળનો સમાવેશ થાય છે, જેનો કુલ નિર્ધારિત જથ્થો 13,200 MT છે

હાઇલાઇટ્સ: અમદાવાદ સ્થિત પાર્ટનરશિપ એન્ટરપ્રાઇઝ એલિટ ગ્લોબલ પાસેથી ઓર્ડર મળ્યો. કોમોડિટી બાસ્કેટમાં બાજરી, અડદ, ચણા, ગ્રીન ગ્રામ/મગ, ઘઉં અને રાજમાનો સમાવેશ થાય છે. કંપની આ વિકાસને પોતાની ડોમેસ્ટિક કોમર્શિયલ પાઇપલાઇન મજબૂત કરવા અને એગ્રીકલ્ચરલ સપ્લાય ચેઇનમાં પોતાની ભાગીદારી વધારવાની તક તરીકે જુએ છે.

નવીદિલ્હી, 23 નવેમ્બર, 2026 : એગ્રોટેક, માઇનિંગ અને હેલ્થ ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવતી ડાઇવર્સિફાઇડ કંપની SC એગ્રોટેક લિમિટેડ (BSE: 526081), ડોમેસ્ટિક સપ્લાય ચેઇનમાં પોતાની ભાગીદારી વધારીને એગ્રીકલ્ચરલ કોમોડિટીઝ સેગમેન્ટમાં પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે. કંપનીએ અમદાવાદ સ્થિત પાર્ટનરશિપ એન્ટરપ્રાઇઝ એલિટ ગ્લોબલ પાસેથી રૂ. 86 કરોડનો ડોમેસ્ટિક સપ્લાય ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડરમાં છ એગ્રીકલ્ચરલ કોમોડિટીઝના કુલ 13,200 મેટ્રિક ટન સપ્લાયનો સમાવેશ થાય છે, જે કંપનીના વિસ્તરતા એગ્રી-બિઝનેસ ઓપરેશન્સનો સ્કેલ અને વિવિધતા વધારે છે.

આ સપ્લાય એરેન્જમેન્ટ હેઠળ બાજરી, અડદ, ચણા, લીલા ગ્રામ અથવા મગ, ઘઉં અને રાજમા જેવી વિવિધ જરૂરી એગ્રીકલ્ચરલ કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સમાં મુખ્ય ફૂડ ગ્રેન્સ અને કઠોળનો સમાવેશ થાય છે, જે આ એરેન્જમેન્ટ હેઠળ આવરી લેવામાં આવેલી પ્રોડક્ટ્સની વિવિધતા દર્શાવે છે. આ ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો કંપનીનાં એગ્રીકલ્ચરલ કોમોડિટીઝ બિઝનેસને વધુ મજબૂત બનાવે છે અને ડોમેસ્ટિક માર્કેટમાં વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં કંપનીની ભાગીદારી વધારે છે.

આ વિકાસ અંગે વાત કરતાં, SC એગ્રોટેક લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રતીકકુમાર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “એગ્રીકલ્ચરલ કોમોડિટીઝ સેગમેન્ટમાં એવી કંપનીઓ માટે નોંધપાત્ર તકો છે, જે વિશ્વસનીય સપ્લાય નેટવર્ક બનાવી શકે અને માર્કેટની વિવિધ જરૂરિયાતો પૂરી કરી શકે. આ ઓર્ડર ડોમેસ્ટિક માર્કેટમાં અમારી હાજરી મજબૂત કરવા અને મુખ્ય એગ્રીકલ્ચરલ કોમોડિટીઝમાં અમારી ભાગીદારી વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિઝનેસને ડેવલપ કરતી વખતે અમારું ધ્યાન મજબૂત કોમર્શિયલ રિલેશન્સ બનાવવા, અમારી સપ્લાય ક્ષમતાઓ સુધારવા અને સમગ્ર એગ્રીકલ્ચરલ વેલ્યુ ચેઇનમાં તકો શોધવા પર રહેશે. અમારું માનવું છે કે આ એપ્રોચ આવનારા વર્ષોમાં વધુ સ્થાપિત અને સ્કેલેબલ એગ્રી-બિઝનેસ બનાવવામાં મદદ કરશે.”

SC એગ્રોટેકનો આ નવો ઓર્ડર એગ્રીકલ્ચર સેક્ટરમાં પોતાની હાજરી વધારવા માટે કંપની દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો એક ભાગ છે. આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ એગ્રીકલ્ચરલ ટ્રેડમાં ટેક્નોલોજીની ભૂમિકા મજબૂત કરવા અને ખેડૂતો, સપ્લાયર્સ તથા સંસ્થાકીય ખરીદદારોને જોડવા માટે પોતાનું ડિજિટલ એગ્રીકલ્ચર પ્લેટફોર્મ AgriBridge લોન્ચ કર્યું હતું. કંપની US સ્થિત WebCodeGenie સાથે પ્રસ્તાવિત સ્ટ્રેટેજિક કોલાબોરેશન દ્વારા આ પ્લેટફોર્મ માટે આંતરરાષ્ટ્રીય તકો પણ શોધી રહી છે. આ તમામ વિકાસ એગ્રીકલ્ચરલ કોમોડિટી સપ્લાય અને ટેક્નોલોજી આધારિત એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સમાં વધુ વ્યાપક હાજરી ઊભી કરવાના કંપનીના પ્રયાસો દર્શાવે છે.

ભારતનાં આર્થિક વિકાસમાં એગ્રીકલ્ચર સેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફૂડ પ્રોડક્શન, કોમોડિટી ટ્રેડ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં તકો સતત વધી રહી છે. માર્કેટની બદલાતી જરૂરિયાતો અને ઓર્ગેનાઇઝ્ડ ટ્રેડ તેમજ કાર્યક્ષમ સપ્લાય નેટવર્ક પર વધી રહેલા ફોકસ સાથે આ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે. એગ્રીકલ્ચરલ વેલ્યુ ચેઇનનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની ક્ષમતા ધરાવતી કંપનીઓ માટે ઉભરતી તકોનો લાભ લેવાની સારી સંભાવના છે. SC એગ્રોટેક આ બદલાતા માહોલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને આ સેક્ટરમાં સસ્ટેનેબલ હાજરી ઊભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.