અમદાવાદની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં “અખંડ ભક્તિ જ્યોતિ રાસોત્સવ” યોજશે આ મંડાણ દરમિયાન 9 દિવસ સુધી દરરોજ 2500થી વધુ વૈષ્ણવજનોને મંદિર તરફથી મહાપ્રસાદનું આયોજન અમદાવાદ, ગુજરાત – વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાલુપુરની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં જગદ્દગુરુ શ્રીવલ્લભાચાર્યોત્સવ તથા નટવરપ્રભુના પાટોત્સવ નીમિતે આચાર્ય શ્રી રણછોડલાલજીના નેતૃત્વ હેઠળ 13 એપ્રિલથી 21 એપ્રિલ, 2026 દરમિયાન “અખંડ ભક્તિ જ્યોતિ રાસોત્સવ”નું આયોજન કરવામાં આવશે.
આ વર્ષે ગોસ્વામી હવેલીના પૂર્વ આચાર્ય ગો. વ્રજભૂષણજી (છોટાજી) મહારાજના સંન્નિષ્ઠ સેવક સુપ્રસિદ્ધ મહાકવિ દયારામના 250માં આગમોત્સવને સમર્પિત છે. 13-4-2026ના દિવસે શ્રી વલ્લભાચાર્યના ઉત્સવની જોરશોરથી કરવામાં આવશે, જેમાં પ્રભુના વિવિધ મનોરથમાં પલના, નંદોત્સવ અને ફૂલબંગલા સિદ્ધ થશે. હાથી, ઘોડા, બગ્ગી, છત્ર, ચામર, નિશાન, ડંકા, ધજા, પતાકા સાથે લગભગ 5 હજાર વૈષ્ણવો સાથે ભવ્ય શોભાયાત્રા નિકળશે, જે અમદાવાદની ગોસ્વામી હવેલીની સાથોસાથ ખાડિયા-રાયપુર- માણેકચોક- ગાંધીરોડથી નિકળીને ફરીથી હવેલી પર આવીને સભામાં પરિવર્તિત થશે. જેમાં અનેક રાજકીય, વેપારી અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 14મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી વૈશ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજી (કડી- વ્રજધામ હવેલી અમદાવાદ)ની મધુર વાણીમાં કવિ દયારામ દ્વારા ગુરુઘર- ગોસ્વામી હવેલીમાં રચિત “પાવો પ્રેમ રસ (દયારામ કૃત પદ) પર કથા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
આચાર્ય શ્રી રણછોડલાલજીનું નિત્ય પ્રવચન પણ થશે. આ અવસર પર વૈષ્ણવજન વિવિધ સેવાનો પણ લાભ લઈ શકશે. આ દરમિયાન શ્રીજી મનોરથમાં દયારામ કવિના પદો પર ભાવભાવના સ્થાપિત કરતા છાક, બાલકેલિ, નવનિકુંજ, પનઘટ, ચંદન બગલા, શીતલ સદન અને કમલભવનની ઝાંખીના દર્શન થશે. 21મીના રોજ નટવર પ્રભુના પાટોત્સવ પર પલના નંદોત્સવ, તિલક આરતી તથા કમલ ભવનના મનોરથનું આયોજન થશે. આ ઉપરાંત વૈષ્ણવ સમાજ કિર્તન ભજનની કરતા માળા પહેરાવની મનોરથમાં હજારોની સંખ્યામાં ભાગ લેશે. આચાર્ય ગોપીનાથજી- શ્રી વ્રજભૂષણજીના સેવક મહાકવિ દયારામના 250માં આગમોત્સવના વર્ષ પર “કુંદ કલાર્પણ” નામના એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક શ્રેણીને પ્રભુના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
14થી 20 દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા સાહિત્ય વિવેચન, ડો. ભાગ્યેશ ઝા તથા રામ મોરી દ્વારા દયારામ સાહિત્ય સંગોષ્ઠી, જલસો ટીમ દ્વારા વાચિકમ નાટ્ય, અરૂપા લાહેરી દ્વારા ભરતનાટ્યમની રજૂઆત, હેતલ નંદન મહેતા દ્વારા તબલા વાદન, બીજલ હરિયા (પરંપરા એકેડમી)ની શિષ્યાઓ દ્વારા કુચીપુડી નૃત્ય, પુનાના સુખદ મુંડે દ્વારા પખવાજ વાદન અને ભારતના જાણિતા કલાકારોમાં ડો. મધુભટ્ટ તૈલંગ દ્વારા શાસ્ત્રીય ધ્રુપદ સંગીત રજૂ કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક દિગ્ગજોની હાજરી જોવા મળશે.




