Business Gujarat Headline News Top Stories

ગુજકો-બકાલી મેંગો ફેસ્ટીવલનું ગુજકોમાસોલ- ગાંધીનગર ખાતે આયોજન

“ગુજરાતની ઓળખ-ટેસ્ટ ઓફ ગુજરાત” એટલે રસમધુર કેરીઓ

તા. ૧૮-૪-૨૦૨૬ : ગાંધીનગર, ઉનાળાની સીઝનમાં સમગ્ર ગુજરાત સ્વાદિષ્ટ કેરીઓનો આસ્વાદ અવશ્ય માણે છે. તે આસ્વાદને વધુ મધુર બનાવવા માટે ગુજકોમાસોલ પણ આગળ આવ્યું છે અને ગુજરાતના કેરી પકવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી ક૨ીને તેને જરૂરી પ્રક્રિયા જેમ કે, વોશિંગ, શોર્ટીંગ, ગ્રેડીંગ તેમજ ઉત્કૃષ્ટ રીતે પેક કરીને સમગ્ર ગુજરાતના કે૨ી પ્રિય ગ્રાહકો સુધી ગુજરાતની ઉત્તમ, ઉરચ ગુણવત્તાવાળી કેરીઓ પહોંચાડવા જઈ રહ્યું છે તેના શુભારંભ માટે તા. ૧૮-૪-૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગુજકોમાસોલની હેડઓફિસ, સેકટર-૨૫, ગાંધીનગર ખાતે એક “મેંગો ફેસ્ટીવલ” નું આયોજન ક૨વામાં આવ્યું છે.

સદર ફેસ્ટીવલનું ઉદ્ઘાટન ગુજકોમાસોલ અને ઈફકોના ચે૨મેનશ્રી દિલીપ સંધાણી સાહેબના હસ્તે અને ગુજકોમાસોલના વાઈસ ચેરમેનશ્રી બિપીનભાઈ પટેલ (ગોતા) સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં થવાનું છે.

“Bakali” નામની મોબાઈલ એપ્લીકેશનથી તેનું ઓનલાઈન વેચાણ પણ ક૨વામાં આવના૨ છે તેમજ પૂરા ગુજરાતમાં ગુજકોમાસોલ દ્વારા કેરીઓનું વેચાણ કરવામાં આવનાર છે.

સતત ત્રણ મહિના સુધી ફેસ્ટીવલ ચાલુ રહેશે.

સ્થળ : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન, પ્લોટ નં. એ/૭, જી.આઈ.ડી.સી. ઈલેકટ્રોનીકસ એસ્ટેટ, સેકટ૨-૨૫, ગાંધીનગર-૩૮૨૦૨૪.

ફોન : ૨૬૪૦૦૬૦૯ થી ૧૨

Leave a Reply

Your email address will not be published.