Gujarat Headline News Top Stories

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અપિલ

ગુજરાતની પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવેઃ શ્રી જગદીશ ઠાકોર
• ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણની ૯૩ સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.
ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.

gpcc office
gpcc office


પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે, ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર, યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે, દીકરીઓને KGથી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય, શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.
ગુજરાતના પ્રથમ ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે. આ સાથે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણના દરેક સુજ્ઞ મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપી લોકશાહીના પર્વને કર્તવ્યનિષ્ઠાથી નિભાવવા ફરીથી નમ્ર અપીલ છે.

Leave a Reply

Your email address will not be published.