Gujarat Headline News Top Stories

ડો. કશ્યપ પટેલનું પુસ્તક ‘Between Life and Death’ મૃત્યુ અંગેનો અભિગમ બદલે છે

અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંતે લખેલું આ પુસ્તક જીવનની સાચી કથાઓ વ્યક્ત કરીને કેન્સરના દર્દીઓની અસામાન્ય હિંમતને બિરદાવે છે


13 ફેબ્રુઆરી ૨૦૨૩, અમદાવાદ : અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે લખેલું પુસ્તક ‘Between Life and Death’ જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પુસ્તકમાં મૃત્યુ અંગેના વિચારો અને અભિગમને વર્ણવતા જીવનના સાચા અનુભવો અને સંવાદો આવરી લેવાયા છે. ડો. પટેલ કેન્સરના દર્દીઓની નિકટ રહીને છેલ્લા 20 કરતાં વધુ વર્ષથી કામ કરી રહ્યા છે.


આ પુસ્તકમાં કપરી બિમારી અને મૃત્યુની નિશ્ચિતતા વચ્ચે કેન્સર સામે ઝઝૂમતા સામાન્ય લોકોના માનવતાવાદી અભિગમને આવરી લેવામાં આવ્યો છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે કેન્સરનું નિદાન થાય ત્યારે માણસ કેટલું લાગણીશીલ બની જાય છે અને તેનામાં ગુસ્સા, હતાશા, નકાર અને પ્રસંગોપાત પરિસ્થિતિને સ્વિકારીને આગળ ધપવાની ભાવના પેદા થાય છે અને સાથે સાથે મૃત્યુનો સામનો કરતાં કરતાં રોગનો સામનો કઈ રીતે કરવો તેનો સ્વિકાર કરતો થાય છે.


ડો. પટેલ કે જે કેરોલીના બ્લડ અને કેન્સર કેર એસોસિએટસના સીઈઓ છે. તે જણાવે છે કે “હું એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો છું કે જેમણે પાનખરના પાંદડાઓની જેમ કેન્સરને સ્વિકાર્યું છે અને વૃક્ષ ઉપરથી ખરી પડવાની તૈયારી દાખવીને આપણાં અસ્તિત્વને બિરદાવીને આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પરત ફરવાની તૈયારી દાખવી છે. આ પુસ્તકમાં વિચારલક્ષી અને માનસિક નિસ્બતો વ્યક્ત કરાઈ છે. કેન્સરનો ભોગ બનેલા લોકો માટે તથા દુનિયામાં કેન્સરની ગંભીર બિમારીનો ભોગ બનેલા લોકો માટે આ પુસ્તક પ્રેરણારૂપ છે. આ લોકો કેન્સર અંગે કેવી લાગણી અનુભવે છે અને મૃત્યુનો ભય તેમને કેવી અસર કરે છે તે દર્શાવાયું છે. આ પુસ્તકમાં કેન્સરના દર્દીઓના કેટલાક સવાલોના જવાબ અપાયા છે. આ પુસ્તક લોકોની મૃત્યુ અંગે સમજ બદલી નાંખે તેવી વિચારધારાને આગળ ધપાવવાની વૃત્તિને વેગ આપે છે.”


આ પુસ્તકમાં એક આખરી વાસ્તવિકતા તરીકે મૃત્યુની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. મૃત્યુ અંગે પોતાના વિચારોથી શરૂઆત કરીને અન્ય લોકોમાં તેનો અનુભવ કરવાની સ્થિતિ વર્ણવવામાં આવી છે. આ એક અનોખી મજલ છે અને દરેક લોકોની ભાવનાઓ કરતાં અલગ છે. આમ છતાં દરેક વ્યક્તિ મૃત્યુ જે ભય અને પડકાર લઈને આવે છે તે અંગે કેવી રીતે પ્રતિભાવ આપવો તેની ક્ષમતા દર્શાવવામાં આવી છે. આ પુસ્તક લોકોને મૃત્યુ અંગે કાળજીપૂર્વક અને સ્પષ્ટ રીતે વિચારવા પ્રેરે છે અને દર્શાવે છે કે મૃત્યુ એ અનિષ્ટ નથી, પરંતુ આપણાં જીવનની લાંબી મજલનો એક નાનકડો પડાવ છે.


દર્દીઓને પીડા અને જીવનના અંતનો ભય ઓછો થાય તે માટે ફિઝીશ્યનના સર્ટિફાઈડ ટ્રેનર ડો. પટેલ આ મુદ્દે અનેક સમારંભોમાં પ્રવચનો આપે છે. તેમણે સાઉથ કેરોલીનાની હોસ્પિટલની વિવિધ કમિટીઓનું નેતૃત્વ સંભાળ્યું છે અને કેન્સર ક્ષેત્રે વ્યાપક સંશોધનનો અનુભવ ધરાવે છે. તબીબી જર્નલ્સમાં તેમના અનેક લેખ પ્રસિધ્ધ થયા છે. તે અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના કેન્સર મૂનશૂટ પ્રયાસનો હિસ્સો બન્યા છે. આ ઝૂંબેશનો ઉદ્દેશ કેન્સરના સ્ક્રીનીંગમાં સુધારો કરીને કેન્સર રોકવાનો પ્રયાસ કરે છે. દર્દીઓ અને કેન્સરથી બચી ગયેલા લોકોને ટેકો પૂરો પાડે છે તથા કેન્સર સાથે જીવતા લોકો પાસેથી વધુ શિખવાનો પ્રયાસ કરે છે.


Penguin eBury Press દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલું આ Between Life and Death: From Despair to Hope 232 પાનાનું પુસ્તક છે અને તે જાણીતા બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published.