Entertainment Gujarat Headline News Special Top Stories

યશ સોની અને તર્જની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર ૫મી જાન્યુઆરીના રોજ થશે રીલિઝ

ફિલ્મ થકી જોવા મળશે યશ સોનીનો અલગ અવતાર

એપિક વન લાઇનર્સના કારણે દર્શકો ફિલ્મ જોવા આતુર

અમદાવાદ, 1લી જાન્યુઆરી, 2024: નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ “ડેની જીગર- એક માત્ર” આવી રહી છે. જી હાં! આતુરતાથી રાહ જોવાઇ રહેલ ફિલ્મ “ડેની જીગર”નું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પમી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અનંતા બિઝનેસકોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટૂડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.

કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અ બિગબોક્સ સિરીઝ પ્રોડકશનના સહયોગથી બનેલ ફિલ્મ “ડેની જીગર” નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓ એ ઘણી અવ્વલ કક્ષાની હિટ ફિલ્મો આપી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડાયરેકટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ એકસાથેની ૫મી ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ, ડેની જીગર (યશ સોની દ્વારા અભિનીત)ના સાહસોની આસપાસ ફરે છે, જે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે. પોતાની અનોખી સ્ટાઈલથી ડેની જિગર કેસને વિશેષ રીતે હલ કરે છે. આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે. યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે.

આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેંટના ડોઝથી ભરપૂર છે. ડેની જીગરની સ્ટાઈલ, સ્વેગ, ઓરા અને એપિક વનલાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે.

5મી જાન્યુઆરીએ નજીકના સિનેમાઘરોમાં નિહાળવાનું ચૂકશો નહિ, ફિલ્મ ડેની જીગર – એક માત્ર

Leave a Reply

Your email address will not be published.