Breaking News Gujarat Header Slider Headline News Top Stories

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી સંપન્ન

·                   “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી.

આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું. બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથેસાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ, સૌનો દેશ પર અધિકાર છે.

આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવુ બંધારણ આપ્યું. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસપક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેક વાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતા પણ હંમેશા જ્યારે દેશનાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી દેશને પહેલુ પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે પણ સંવૈધાનીક અધિકારોના હનન થાય, કોઈપણ નાગરીકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે, સંવૈધાનીક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, ક્યાક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે.

ત્યારે ભારત વાસીઓને જે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનીક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનીક અધિકારોનો હનન કરી રહી છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવાજ રહ્યાં. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.

દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન આર.ટી.આઈ.(માહિતીનો અધિકાર),આર.ટી.ઈ.(શિક્ષણનો અધિકાર),આર.ટી.એફ. (અન્નનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર), દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે.

આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે અને આજ કડીમાં શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ શહેર વિરોધપક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, સેવાદળના કાર્યકારી અધ્યક્ષશ્રી કિરણભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ પંજાબી, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા સહકન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી મનહરભાઈ પટેલ, શ્રી નાગજીભાઈ દેસાઈ સહિત સેવાદળ અને દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

હેમાંગ રાવલ મીડીયા સહકન્વિનર અને પ્રવક્તા

Leave a Reply

Your email address will not be published.