દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે યોજાયો “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” ગાયન સ્પર્ધા
વર્લ્ડ સાઇટ ડેની ઉજવણીમાં અમદાવાદ સુપ્રીમની રોટરી ક્લબે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સાથે મળીને “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” પ્રસ્તુત કર્યું છે, જે એક પ્રેરણાદાયી સિંગિંગ કોમ્પિટિશન છે, જે તેના હૃદયમાં ઉમદા સામાજિક હેતુ ધરાવે છે.
રોટેરીઅન શ્રીમતી મીના મહેતા (પ્રોજેક્ટ ચેર) અને રોટેરીઅન શ્રી મનીષ મહેતા એ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ, શનિવાર , ૨૬ ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 7:30 વાગ્યે, સિંધુ ભવન રોડ, બોડકદેવ, અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટલ નજીક સ્થિત ફ્રિઝબી ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવન પર અર્થપૂર્ણ પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહેલા લોકોનાં હૃદયને સ્પર્શે તેવો છે.”
કાર્યક્રમની ખાસ વાતો:
• દૃષ્ટિહીન વ્યક્તિઓને સશક્ત બનાવવાઃ આ સ્પર્ધાનો ઉદ્દેશ દૃષ્ટિહીન વ્યક્તિઓને તેમની અસાધારણ સંગીત પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો છે.
• સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવુંઃ દૃષ્ટિહીન ગાયકોની પ્રતિભાનું પ્રદર્શન કરીને આ કાર્યક્રમ સંગીતના ક્ષેત્રમાં સર્વસમાવેશકતા અને સમાન તકો માટે હિમાયત કરે છે.
• સામાજિક સહકારઃ આ કાર્યક્રમનો પ્રાથમિકઉદ્દેશ દૃષ્ટિહીન સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગૃતિ લાવવાનો અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
• ઉચ્ચ હેતુ સાથે રોકડ પુરસ્કારઃ ગુજરાત રાજ્યમાં 80થી વધુ સહભાગીઓ વચ્ચે કરવામાં આવેલી મૂલ્યાંકન પ્રક્રિયા બાદ 20 ફાઇનલિસ્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દરેક વયજૂથના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ફાઇનલિસ્ટને પ્રત્યેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.
• લાઇવ પર્ફોમન્સઃ તમામ ફાઇનલિસ્ટ ફ્રિઝબી ખાતે સ્ટેજ પર થી અવિસ્મરણીય લાઇવ પર્ફોમન્સ આપશે, જે દર્શકોને તેમની અમૂલ્ય પ્રતિભાની કદર કરવાની તક પૂરી પાડશે.
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ એન્ડ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશનના આયોજકોએ સ્પર્ધાથી આગળ વધીને સામાજિક હેતુ માટે એકજૂટ થયા છે. તેઓ સમગ્ર સમાજને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને ટેકો આપવા આમંત્રણ આપે છે, તો ચાલો સૌ સાથે મળીને, સમાવેશી સમાજમાં યોગદાન આપીએ અને ગુજરાતમાં દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન લાવીએ.
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ વિશે:
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ એ કોમ્યુનિટી ફોકસ્ડ સંસ્થા છે જે વિવિધ આયામોથી કોમ્યુનિટીની સેવા કરવા અને આગવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા હકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે સમર્પિત છે.
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન વિશે:
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન એ એક બિન-નફાકારક સંસ્થા છે, જે શિક્ષણ, રોજગાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવનને સશક્ત બનાવવા અને સુધારવા માટે પ્રતિબદ્ધ છે.