Gujarat Top Stories

સપ્તરંગ ફિલ્મ સોસાયટી નું ઉદ્ઘાટન 

આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટી નું ઉદ્ઘાટન સમારંભ યોજાયો જેમાં જાણીતા નાટ્યકાર મુંબઈ થી પદ્મશ્રી વામન કેન્દ્રજી, ( ઇન્ડિયન થિયેટરના ડાયરેક્ટર, ભૂતપૂર્વ ડાયરેકટર NSD), ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ, જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, ભારતીય ચિત્ર સાધના ના ટ્રસ્ટી શ્રી અજીતભાઈ શાહ, સપ્તરંગ ફિલ્મ સોસાયટીના પ્રમુખ જાણીતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર શ્રી વંદનભાઈ શાહ, શ્રી અભિમન્યુ સમ્રાટ હાજર હતા.  

ઉદ્ઘાટન કાર્યક્રમ પછી GTUના સહયોગ થી સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા ફિલ્મ મેકિંગ વર્કશોપ નું બે દિવસનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત માં થી 32 જેટલા નવા ઉભરાતા ફિલ્મ નિર્માતા યુવાન-યુવતીઓ એ ભાગ લીધેલ. આ એક્ટિંગ નો વર્કશોપ પદ્મશ્રી વામન કેન્દ્રજી,  સ્ક્રીપ્ટ રાઇટિંગ શ્રી સંજય ત્રિવેદી (ફિલ્મ સ્ક્રીપટ રાઇટર), ડાયરેક્શન ઉપર શ્રી સંદીપભાઈ  પટેલ (જાણીતા ગુજરાતી ડિરેક્ટર) દ્વારા ક્લાસ લેવામાં આવ્યા. બે દિવસને અંતે બધા પાર્ટીસિપેન્ટ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા .

Leave a Reply

Your email address will not be published.