Gujarat Top Stories

અમદાવાદ સ્થિત ડીપીએસ બોપલમાં એક અઠવાડિયાની પ્રવૃત્તિઓની સાથે નેશનલ ટેકનોલોજી ડે ઉજવવામાં આવ્યો

અમદાવાદ, 17 મે, 2022:અમદાવાદમાં આવેલી ડીપીએસ બોપલના વિદ્યાર્થીઓએ એક અઠવાડિયું ચાલેલી પ્રવૃત્તિઓના માધ્યમથી નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી કરી હતી. 11 મેના રોજ નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી કરવા માટે રોજબરોજના જીવનમાં ‘સાઇબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી’ પરના એક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યોએ ઉત્સાહ અને જોશપૂર્વક તેમાં ભાગ લીધો હતો.

આ ઉજવણીના પ્રથમ દિવસે પ્રેઝન્ટેશન, વીડિયો અને ક્વિઝનો ઉપયોગ કરી ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓને રોજબરોજના જીવનમાં ‘સાઇબર સુરક્ષા અને સલામતી’ના મહત્ત્વને સમજાવવામાં આવ્યું હતું.

તેનો હેતુ સાઇબર સુરક્ષા, વર્ચ્યુઅલ રીયાલિટી, નેનો ટેકનોલોજી વગેરે અંગે જાગૃતિ પેદા કરવાનો અને તેના અંગે સૂચનો પૂરાં પાડવાનો હતો, જેથી કરીને વિદ્યાર્થીઓ ટેકનોલોજીના વિશ્વમાં થઈ રહેલી પ્રગતિથી પોતાને અવગત રાખી શકે.

આ એક અઠવાડિયા દરમિયાન પોસ્ટર બનાવવાની સ્પર્ધા, ફાઇન આર્ટ્સ, ઇન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસિસ અને કમ્પ્યૂટર સાયેન્સ પરના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં. ચોથા દિવસેટેકનો ક્વિઝ યોજાઈ હતી, જેમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને આ પ્રત્યેક ટીમમાં બે સહભાગીઓ હતાં.

આ કાર્યક્રમ યોજવા પાછળનો વિચાર હાલના આભાસી વિશ્વમાં સુરક્ષા અને સલામતી અંગે જાગૃતિ પેદા કરવાનો અને બાળકોને કેટલાક સૂચનો પૂરાં પાડવાનો હતો.

Leave a Reply

Your email address will not be published.