અમદાવાદ, ૮ થી ૧૦ મે, ૨૦૨૬: હોલિસ્ટિક સાયન્સ (સમગ્રતાવાદી વિજ્ઞાન) ક્ષેત્રે જાણીતું નામ અને રેકી ગ્રાન્ડ માસ્ટર ડૉ. એસ. ગોપાલ દેવ (ગોપાલ એમ. દેવનાની) આજે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી શરૂ થયેલી તેમની આ સફર આજે તેમના ૫૦મા ૩-દિવસીય રેકી હીલિંગ કેમ્પ સાથે એક નવા શિખરે પહોંચી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તેઓ માનવતાને ‘દવામુક્ત જીવન’ તરફ દોરી જવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. કોર્પોરેટ કારકિર્દીથી આધ્યાત્મિક માસ્ટરી સુધીની ડૉ. દેવની આ સફર શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક ઊંડાણનો અનોખો સંગમ છે.

M.Com, LLB અને CAIIB જેવી ઉચ્ચ પદવીઓ ધરાવતા ડૉ. દેવે (ગોપાલ દેવ) વર્ષ ૧૯૮૨ થી ૨૦૧૦ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પ્રતિષ્ઠિત સેવા આપી હતી. જોકે, ૧૯૯૬માં થયેલા આધ્યાત્મિક જાગૃતિના અનુભવે તેમનો માર્ગ બદલી નાખ્યો. ૧૯૯૮માં તેમણે ‘રેકી ગ્રાન્ડ માસ્ટર’નું પદ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ વૈકલ્પિક ચિકિત્સા ક્ષેત્રે Ph.D. (AM) ની પદવી મેળવી નિષ્ણાત બન્યા. આંકડાકીય વિગતો: સેવાનો અવિરત પ્રવાહ વર્ષ ૨૦૦૦માં જ્યારે પ્રથમ કેમ્પ યોજાયો ત્યારે ૧૨ હીલર્સે ૯૩ દર્દીઓની સારવાર કરી હતી. આજે ડૉ. દેવનું કાર્ય વૈશ્વિક સ્તરે વિસ્તર્યું છે.
તેમની “ફોટો હીલિંગ” ટેકનિક અને મેડિટેશન વર્કશોપનો લાભ દુબઈ, શ્રીલંકા, તાંઝાનિયા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પણ લેવામાં આવી રહ્યો છે. એમને આજ સુધી ૫૦,૦૦૦થી વધુ દર્દીઓને સારવાર આપી સાજા કર્યા. ૨૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને રેકીની તાલીમ આપી. ૪૦૦થી વધુ સફળ “ફોટો હીલિંગ” કેસોની નોંધણી. ૫૦મો ઐતિહાસિક હીલિંગ કેમ્પ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. દવામુક્ત વિશ્વનું વિઝન સાથે આ પ્રસંગે ડૉ. દેવે જણાવ્યું હતું કે, “મારું મિશન વિશ્વની સૌથી શુભ અને હકારાત્મક હીલિંગ તકનીકો વિકસાવવાનું છે. અમે વૈશ્વિક સમુદાયને ઉર્જા અને સંકલ્પ શક્તિ દ્વારા દવાઓ પર નિર્ભર રહ્યા વગર સ્વસ્થ જીવન જીવવા માટે સશક્ત બનાવવા માંગીએ છીએ.”
વૈકલ્પિક ચિકિત્સા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત ડૉ. દેવ રેકી ઉપરાંત ક્રિસ્ટલ અને એન્જલ હીલિંગ, ટેરોટ, ન્યુમરોલોજી, વાસ્તુશાસ્ત્ર અને લામા ફેરા જેવી વિવિધ પદ્ધતિઓમાં પણ નિપુણતા ધરાવે છે. તેમણે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મલયાલમ ભાષાઓમાં ‘રેકી સંજીવની (I અને II)’ તથા ‘ક્રિસ્ટલ સંજીવની’ જેવા પુસ્તકો દ્વારા જ્ઞાનનો પ્રસાર કર્યો છે. તેમની સિદ્ધિઓના સન્માનમાં મળેલા એવોર્ડ્સ: ઈન્ડિયન બોર્ડ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન્સ દ્વારા ૩ વખત ગોલ્ડ મેડલિસ્ટ. મીરલ ફાઉન્ડેશન દ્વારા ‘બેસ્ટ સ્પીકર’ એવોર્ડ. AB સ્ટાર એચીવર્સ, દિલ્હી દ્વારા ‘બેસ્ટ હીલર’ એવોર્ડ. ૧૦થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન.





