real women awards
Gujarat Top Stories

ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની ડાયનામિક વુમેન આંત્રપ્રિન્યોરર્સને ‘ધ રિયલ વુમન એવોર્ડ’થી સન્માનિત કરાઇ

શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સની ત્રીજી સિઝન યોજાઈ હતી


અમદાવાદ, 30 એપ્રિલ: શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં એક ભવ્ય સમારંભમાં “ધ રિયલ વુમન એવોર્ડ્સ” ની ત્રીજી સિઝનમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની 25 જેટલી પાવર વુમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ જે ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની મહિલાઓને આપવામાં આવે છે તે અમદાવાદના જાણિતા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતા.
ઉર્જા બિલ્ડીંગ સર્વિસીસ કન્સલ્ટન્ટ્સ (યુબીએસસી) અને હાર્મની ઈવેન્ટ્સ એન્ડ ટેલેન્ટની પહેલ ‘ધ રિયલ વુમન એવોર્ડ્સ 2022’ રિયલ એસ્ટેટ ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, ઈન્ટિરિયર ડિઝાઈનર, ગ્રીન બિલ્ડિંગ કન્સલ્ટન્ટ, આર્કિટેક્ટ, લેન્ડસ્કેપ ડિઝાઈનર, ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, લાઈટિંગ ડિઝાઈનર, વાસ્તુ કન્સલટન્ટ જેવા વિવિધ ક્ષેત્રોની સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. વિજેતાઓને બાંધકામ અને સંબંધિત ઉદ્યોગોના અનુભવીઓ જેમ કે જે.ટીના શ્રી દિનેશ અગ્રવાલ, પેનાસોનિક ઈન્ડિયાના એમડી આર્ચ, ભારતના જાણિતા આર્કિટેક્ટ રેઝા કાબુલ, NAREDCOના ચેરપર્સન શ્રીમતી તારા સુબ્રમણ્યમના હસ્તે પ્રમાણપત્રો અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.


“બાંધકામ ઉદ્યોગને મુખ્યત્વે પુરુષ-કેન્દ્રિત ઉદ્યોગ તરીકે જોવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગમાં ઘણી શક્તિ મહિલાઓ છે. જેઓ પોતાની રીતે કામ કરી રહી છે અને પોતાની ઓળખ પણ બનાવી રહી છે. રિયલ વુમન એવોર્ડ્સનો હેતુ બાંધકામ ઉદ્યોગમાં ગતિશીલ મહિલાઓને ઓળખ અને સન્માન આપવાનો છે એમ UBSCના ડિરેક્ટર શીતલ ભીલકરે કહ્યું હતું.
સૌથી અગત્યની વાત એ છે કે, ત્રણ સિઝન જૂની હોવા છતાં ‘ધ રિયલ વુમન એવોર્ડ્સ’ બાંધકામ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત અને ખૂબ જ પ્રખ્યાત એવોર્ડના રૂપમાં ઊભરી આવ્યો છે. પ્રથમ સિઝનમાં મુંબઈની 26 મહિલા સાહસિકોને અને બીજી સિઝનમાં પુણેની 30 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
“અમદાવાદ એ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને રિયલ એસ્ટેટ સેક્ટર શહેરના વિકાસના ડ્રાઇવરોમાંનું એક સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખ કરવાની એટલા માટે પણ જરૂર નથી કે ઘણી મહિલાઓએ બાંધકામ ઉદ્યોગ અને સમગ્ર અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. હાર્મની ટેલેન્ટ એન્ડ ઈવેન્ટના ડિરેક્ટર શ્રી વિજય દલવાણીએ જણાવ્યું હતું કે, અમે તમામ પાવર વુમનને તેમની સિદ્ધીઓ માટે મળેલા પુરસ્કારો બદલ અભિનંદન પણ આપીએ છીએ.
રિયલ એસ્ટેટ બિઝનેસમાં ધ રિયલ વુમન એવોર્ડના વિજેતાઓને રિયલ વુમન સમુદાયમાં વિશિષ્ટ સભ્યપદ મળે છે. સાથો-સાથ એવોર્ડ્સ વિજેતાઓની પ્રોફાઇલને આગળ ધપાવે છે અને માસિક ઓનલાઈન મીટિંગ્સ અને સેમિનારો થકી લાંબાગાળાના નેટવર્કિંગ અવસરની તક પણ આપે છે.
એવોર્ડ વિજેતાઓની યાદી અને કેટેગરી નીચે મુજબ છે
Nos. Name Category
1 Bela Desai Structural Consultant
2 Rakhi Rupani Architect
3 Meghal Arya Education
4 Ishani Shah Startup-Tech Innovation
5 Nikita Shah Real Estate Developer
6 Urvi Gandhi `Industrial HVAC Contractor’
7 Sohini Shah Innovative Materials
8 Neetu Jain Green Building Materials’
9 Shruti Agrawal Project procurement Services (interiors)
10 Jyoti Gill Project Management Consultant
11 Khushbu Khant Urban Planner
12 Reema Pathak Interior Designer
13 Megha Bhatt Plumbing FF Consultant’
14 Deval Soparkar Enterprising Businesswoman’
15 Aditi Shah HVAC Contractor
16 Avni Rajan Sikka MEP Consultant
17 Asha Parmar Fire Safety solutions
18 BinjanSheth Waste Management
19 Aanjana Dharmesh Bhan Vastu Consultants
20 Sonal Patel Real Estate Sales
21 Sujal Shah Fire Fighting products-Manufacturer
22 Ms. AMI Sheth MEPF Contractor
23 Jinal Ronak Patel Landscape Designer
24 Asha Desai Real estate advisory services
25 Radhika Patel Automation and Security
26 Shraddha Dalwadi Green Building Consultant

Leave a Reply

Your email address will not be published.