Gujarat Headline News Top Stories

અમદાવાદમાં યોજાશે નવરાત્રીનો સૌથી ભવ્ય મહોત્સવ: ‘#હેશટેગ નવરાત્રી ૨૦૨૬’નું અન્મોલ ફાર્મ ખાતે ગ્રાન્ડ આયોજન

અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૬: અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ લઈને આવી રહ્યું છે ‘#હેશટેગ નવરાત્રી ૨૦૨૬’. ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના સુપ્રસિદ્ધ અન્મોલ ફાર્મ ખાતે આ ગ્રાન્ડ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ૯ દિવસ અને ૯ રાત સુધી ખેલૈયાઓ ગરબા, સંગીત અને સાંસ્કૃતિક ઉત્સવની અદ્ભુત મજા માણી શકશે.

આયોજકો દ્વારા આ વર્ષે ખેલૈયાઓ માટે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ, ગ્રાન્ડ સ્ટેજ, દમાકેદાર લાઈટિંગ અને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ સાથેનો વર્લ્ડ-ક્લાસ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે આયોજક અંકિતભાઈ પટેલ, રઘુ કુલકર્ણી અને ચિરાગ દાતણીયા એ માહિતી આપી. આ વર્ષે ‘#હેશટેગ નવરાત્રી’માં ગુજરાત અને સોશિયલ મીડિયાના અત્યંત લોકપ્રિય કલાકારો પોતાના સૂર અને તાલથી ખેલૈયાઓને ઝૂમાવવા માટે સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. મુખ્ય કલાકારોની લાઇન-અપમાં રિદ્ધિ વ્યાસ, અઘોરી મ્યુઝિક, ઋષિકેશ ગઢવી, કૌશલ પીઠડિયા, દેવાંશી પંડ્યા, જસરાજ શાસ્ત્રી, અર્ચિત પટાડિયા અને કાજલ સોનીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાવવા માટે આયોજકો તરફથી એક ખાસ સરપ્રાઈઝ આર્ટિસ્ટ પણ ઉપસ્થિત રહેવાના છે. ગરબા રસિકો માટે આ મહોત્સવમાં વિશાળ પ્લેઇંગ એરિયા, પૂરતું પાર્કિંગ અને પ્રીમિયમ સુવિધાઓ ધરાવતું અન્મોલ ફાર્મ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં ૧,૨૦,૦૦૦થી વધુ ગરબા પ્રેમીઓ એકસાથે ગરબે ઘૂમી શકશે. પરિવાર સાથે આવતા લોકો માટે આયોજનમાં કૌટુંબિક માહોલ, સુરક્ષા અને વ્યવસ્થાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખેલૈયાઓ માટે ચટાકેદાર વાનગીઓનો ફૂડ કોર્ટ, સ્પેશિયલ વીઆઇપી લાઉન્જ અને કિડ્સ ઝોન પણ ઉપલબ્ધ રહેશે. આયોજકોએ જણાવ્યુ હતું કે, “અમારો હેતુ આપણી નવરાત્રીની પવિત્ર પરંપરાને જાળવી રાખીને લોકોને એક શ્રેષ્ઠ અને યાદગાર ગરબા અનુભવ પૂરો પાડવાનો છે. ૫ વર્ષથી વધુના સફળ આયોજન અનુભવ સાથે અમે તમામ વયજૂથના લોકોને આવકારવા ઉત્સુક છીએ.” આ ભવ્ય નવરાત્રી મહોત્સવ દરરોજ સાંજે ૭:૦૦ વાગ્યાથી શરૂ થશે અને તેના પાસ તથા ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ રહેશે

Leave a Reply

Your email address will not be published.