daksham
Business Gujarat Top Stories

I-ભાષા લેબ – અંગ્રેજી કોમ્યુનિકેશન સોફ્ટ સ્કીલ્સ શીખવા માટે ભારતમાં સૌપ્રથમવાર શરૂ કરવામાં આવેલ અનોખો કોન્સેપ્ટ


અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ
**
I-ભાષા લેબ વિદ્યાર્થીઓને અંગ્રેજી કોમ્યુનિકેશનમાં તાલીમ આપવા અને તેમની સોફ્ટ સ્કીલ્સ વિકસાવવામાં મદદ કરવા માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
**
અમદાવાદઃ કોમ્યુનિકેશન સ્કીલ્સ તેમજ અન્ય સોફ્ટ સ્કીલ્સ આજના વિશ્વમાં મહત્વની છે, પરંતુ દેશમાં તેની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવે છે. તેમની ગેરહાજરી આજની પેઢી માટે એક મોટી સમસ્યા તરીકે ઓળખવામાં આવી છે. ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં, અંગ્રેજી માં કડકડાટ કોમ્યુનિકેશન કરવું હજુ પણ ઘણા લોકો માટે એક પડકાર છે, જે ઉજ્જવળ કારકિર્દીની તકોને મર્યાદિત કરે છે. પરંતુ, આ બધું બદલવા માટે તૈયાર છે.


યુવાનોને આવશ્યક ભાષા કૌશલ્યોથી સજ્જ કરવાની તાતી જરૂરિયાતને સમજીને દક્ષમ I–ભાષા, અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ, એ I-ભાષા લેબ શરૂ કરી છે, જે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની તાલીમ પૂરી પાડે છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓનાં કૌશલ્યનો તફાવત પૂરો કરવા દેશમાં આ પ્રકારની ટેકનોલોજી આધારિત પ્રથમ પહેલ છે.
I-ભાષા લેબ અત્યાધુનિક અને ભવિષ્યવાદી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની તાલીમ પૂરી પાડે છે અને વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો પૂરા પાડે છે. આ તાલીમ વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રારંભિક તબક્કે કારકિર્દીના ધ્યેયો નક્કી કરવામાં, જરૂરી કૌશલ્યો વિકસાવવામાં અને આગામી જીવન માટે પોતાને તૈયાર કરવામાં મદદ કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ આવશ્યક કૌશલ્યો જેમ કે એડેપ્ટિબિલિટી, નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ, ફ્લેક્સિબિલિટી અને ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. આ ટેક્નોલોજી સંચાલિત શૈક્ષણિક ઉકેલો વિદ્યાર્થીઓને નિર્ણાયક ઉકેલો લેવા માટે સજ્જ કરે છે અને તેમના માટે રોજગારીની તકો વધારે છે,” એમ I-ભાષા એડટેકના ડિરેક્ટરશ્રી ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
I-ભાષા લેબ્સ અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સ માટે મોડ્યુલ્સ ઓફર કરે છે, જે વિદ્યાર્થીઓનાં વય જૂથના આધારે કસ્ટમાઇઝ કરવામાં આવેલ છે. મોડ્યુલ્સમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને અનુરૂપ વિશિષ્ટ અભ્યાસક્રમ અને સહયોગપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓમાં જોડાણનું અનુકરણ કરે છે અને અરસપરસ આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રદાન કરે છે.
વિવિધ પરિમાણોનો ઉપયોગ કરીને શીખનારાઓની પ્રગતિ સરળતાથી ટ્રેક કરી શકાય છે અને તેનું મૂલ્યાંકન કરી શકાય છે. તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એક નિષ્ણાંત ટ્રેઈનર સમગ્ર સત્ર દરમિયાન હાજર રહે છે. એડવાન્સ લિસનીંગ, સ્પીકિંગ, રીડિંગ એન રાઇટીંગ સ્કીલ્સ તેમજ સુધારેલ ઉચ્ચારણ અને અભિવ્યક્તિની સ્પષ્ટતા, વિકસિત શબ્દભંડોળ અને અરસપરસમાં તથા જાહેરમાં બોલવા માટેનો ઉન્નત આત્મવિશ્વાસ એ કોર્સના અંતે વિદ્યાર્થીઓમાં વિકાસ પામતા કેટલાંક કૌશલ્યો છે, એમ I-ભાષા એડટેકના ડિરેક્ટર ભાવિન દુધાત્રાએ જણાવ્યું હતું.
દક્ષમ I-ભાષા એ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં નેક્સ્ટ જનરેશન I-ભાષા લેબની સ્થાપના કરવામાં નિષ્ણાંત છે. લેબમાં 55-ઇંચની ઇન્ટરેક્ટિવ વિડિયો વૉલ, ઑડિયો પ્લેબેક માટે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને હેડફોન તથા માઈકથી સુસજ્જ ક્લાસરૂમ બેઠકોનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવામાં અને ઇમર્સિવ લર્નિંગ અનુભવ મેળવવા માટે મદદરૂપ થાય છે. અત્યારે તેની શરૂઆત અંગ્રેજી ભાષા સાથે કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યમાં ફ્રેન્ચ અને સંસ્કૃત ભાષાઓમાં પણ તાલીમ આપવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાનો માટે, I-ભાષા લેબ્સ શૂન્ય રોકાણ સાથે અને કોઈપણ ઓપરેશનલ અવરોધ વિના સ્થાપિત કરી શકાય છે. લેબનો બહુવિધ અને આંતરશાખાકીય અભિગમ એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવા તરફ દોરી જાય છે, જે સંસ્થાની ઉન્નત પ્રતિષ્ઠાનો વધારો કરવામાં ફાળો આપે છે, જે તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વિન-વિન ની સ્થિતિ છે.

Leave a Reply

Your email address will not be published.