અમદાવાદ: તન્ના મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત અને સ્નેપર ફિલ્મસિટી દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મના મુહૂર્ત તથા પ્રેસ કોન્ફરન્સનું આયોજન 17 ઑક્ટોબર, 2026ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે નવી ગુજરાતી ફિલ્મયાત્રાનો પ્રારંભ થયો હતો.
ફિલ્મનું શીર્ષક હજુ નક્કી કરવામાં આવ્યું નથી અને હાલ આ પ્રોજેક્ટને “Untitled Gujarati Film” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના મુહૂર્ત પ્રસંગે ફિલ્મની મુખ્ય ટીમ ઉપસ્થિત રહી હતી અને પ્રોજેક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી.
ફિલ્મનું નિર્માણ તન્ના મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતા તરીકે પ્રકાશ તન્ના અને ભાવેશ તન્ના જોડાયેલા છે, જ્યારે ફિલ્મ સ્નેપર ફિલ્મસિટી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરશે. દર્પણ કેવડિયા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, નિકુલ વૈદ્ય એસોસિયેટ પ્રોડ્યુસર, પ્રાચી કેવડિયા ક્રિએટિવ ડિરેક્ટર અને ધવલ પંડ્યા લાઇન પ્રોડ્યુસર તરીકે ટીમનો હિસ્સો છે.
પ્રેસ કોન્ફરન્સનું આયોજન સ્નેપર ફિલ્મ સિટી, ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
નવી ગુજરાતી ફિલ્મને લઈને ફિલ્મસર્જકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મનું અંતિમ શીર્ષક, કલાકારો અને અન્ય વિગતો આગામી તબક્કામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.





