Gujarat Headline News Top Stories

અમદાવાદ ખાતે આયોજિત થનારા ત્રિદિવસીય પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો માં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવશે


અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023: અમદાવાદ શહેરના વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના સાધુ સંતો ના હસ્તે કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ એક્સ્પો માં 200 થી વધારે જુદા જુદા ઉદ્યોગ વ્યવસાય ના સ્ટોલ ઉપરાંત જોબ ફેર, બી ટુ બી સેમિનાર, આર્ટ ગેલેરી, કલ્ચરલ ફેસ્ટિવલ તેમજ સેલીબ્રીટી પરફોર્મન્સ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો ના આયોજક શ્રી યશ પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિ તથા ગુજરાત અને સૌરાષ્ટ્ર ની આયોજન ટીમ એ જણાવ્યું કે ” આ એક્સ્પો માટે અમે ખુબજ માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને અમને આશા છે કે આ ત્રિદિવસીય એક્સ્પો માં લગભગ 1 લાખ મુલાકાતીઓ ભાગ લેશે. ગુજરાત માં લગભગ 60 લાખની વસ્તી ધરાવતો પ્રજાપતિ સમાજ મુખ્યત્વે બ્રિક્સ મેનુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, સીરામીક ઉદ્યોગ, સોના ચાંદી જ્વેલરી અને જુદા જુદા મેનુફેક્ચરિંગ ક્ષેત્રે પ્રગતિશીલ બન્યો છે ત્યારે પોતાના સમાજ ના અગ્રણી બિઝનેશમેન ના વિશાળ સમૂહ ને ગુજરાત પ્રજાપતિ સમાજ ના ઇતિહાસ માં એક માધ્યમ દ્વારા જોડતું આ પ્રથમ મેગા ઇવેન્ટ હશે.


પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો માં જુદી જુદી કેટેગરી જેવી કે મેનુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, સીરામીક ઇન્ડસ્ટ્રી, બ્યુટી ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી, જવેલરી, ઓટો મોબાઈલ, બ્રિક્સ ઇન્ડસ્ટ્રી, આઈટી ટેક્નોલોજી, મેડિકલ,એજ્યુકેશન , આર્કિટેક્ટ ડિઝાઈનર, ઇવેન્ટ પ્લાનર, આર્ટિસ્ટ, ગ્રાફિક્સ ડિઝાઇન, પ્રિન્ટર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ટેક્સ્ટાઇલ, ઇન્શ્યોરન્સ એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ, હોટેલ & ફૂડ, હેન્ડિક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ગિફ્ટ, ફોટો એન્ડ વિડિયો જેવી જુદી જુદી કેટેગરી ના બિઝનેશમેન આ ઇવેન્ટ નો ભાગ બનશે આ ઇવેન્ટ માં પ્રજાપતિ સમાજ સિવાય ના અન્ય લોકો પણ ભાગ લઇ શકે છે જેના માટે કોઈ પણ પ્રકાર ની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.