Business Gujarat Headline News Top Stories

બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનનો પ્રથમસ્ટોર અભિનેત્રી હિના ખાનના હસ્તે ખુલ્લો મૂકાયો

­

  • લક્ઝરી વુમેન્સ એથનિક વેર બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના ત્રણ સ્ટોર્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • નવા યુગની મહિલાઓની લાઇફસ્ટાઇલ અને સૌંદર્યને સંબોધિત કરે છે બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન

અમદાવાદ, 5 ઓક્ટોબર, 2022: ટાઇમલેશ અને લક્ઝરી ફેશન-ફોર્વડ બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના પ્રથમ સ્ટોરને દશેરાના પાવન પર્વએ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. “ત્રિધ્યા” ફેશનના ફાઉન્ડર શ્રી રમેશ મરંડ અને સીઓઓ શ્રી વિનય ડાંગરની ઉપસ્થિતિમાં ફિલ્મ તેમજ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાન દ્વારા સ્ટોરને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

નવા સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે “ત્રિધ્યા” ફેશનના ફાઉન્ડર રમેશ મરંડે જણાવ્યું, “અમે શહેરમાં “ત્રિધ્યા” ફેશનના પ્રથમ સ્ટોરનો પ્રારંભ કરી ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છે. એક સાથે ત્રણ સ્ટોરના પ્રારંભ સાથે અમદાવાદ શહેરમાં બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન ઇસ્કોન રોડ, વિજય ચાર રસ્તા અને રાજપથ રોડ ખાતે કુલ ત્રણસ્ટોર ધરાવે છે. આ સ્ટોરના પ્રારંભ સાથે હવે અમે નવા યુગની મહિલાઓની લાઇફસ્ટાઇલ અને સૌંદર્યને સંબોધિત કરવા માટે તેમની વધુ નજીક આવી ગયા છીએ. આ ઉપરાંત બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન ટૂંક સમયમાં ઑનલાઇન ખરીદદારો માટે એપ લૉન્ચ કરવાની સાથે ઑનલાઇન સ્પેસમાં પણ પોતાની ઉપસ્થિતિ મજબૂત કરશે. આ પ્રસંગેહું હિના ખાનનો હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું.”

આ પ્રસંગેત્રિધ્યા” ફેશનના સીઓઓશ્રી વિનય ડાંગરે જણાવ્યું,“બ્રાન્ડ “ત્રિધ્યા” આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે એન્ડ-ટુ-એન્ડ કસ્ટમર સર્વિસ પુરી પાડી પોતાના ક્ષેત્રમાં નવા માર્ગને કંડારે છે. બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન ખાતે ગ્રાહકોને ડિઝાઇનર્સ સાથે પરામર્શ કરવાની આઝાદી આપે છે. ઉપરાંત, બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન સિંગલ વિઝિટ સર્વિસની અદ્રિતીય સુવિધાના માધ્યમથી ખરીદદારના ઘરઆંગણે પહોંચી રહી છે. આટલું જ નહીં, ક્વૉલિટી સર્વિસ, ઉચ્ચ ખરીદી અનુભવ, ઉચ્ચ સ્તરની વિશાળ રેન્જ સાથેની ક્વૉલિટી પ્રોડક્ટ્સ, ગ્રાહક સંતુષ્ટિ સહિતની સર્વિસ માટે બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનનો તાલિમબદ્ધ સ્ટાફ તમામ સ્ટોર ખાતે ઉપસ્થિત છે. આ તમામના સંયોજન સાથે બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશન પોતાની બેજોડ ગ્રાહક સેવાઓ સાથે ખરીદદારના અનુભવને ખૂબ જ સુખદ અને સહજ બનાવે છે.”

બ્રાન્ડ “ત્રિધ્યા” ટાઇમલેશ અને લક્ઝરી સ્ટાઇલને એકસાથે લાવી ટ્રેન્ડ અને કલ્ચરના સંપૂર્ણ મિશ્રણનો ધ્યેય ધરાવે છે, જેની એક ભવ્ય છતાં સર્વોપરી વિશિષ્ટતા બનાવવાની જુસ્સા સાથે કલ્પના કરવામાં આવે છે. તો બીજી તરફ “ત્રિધ્યા” ફેશન સૌંદર્યલક્ષી માધ્યમથી આકર્ષક સિગ્નેચર સ્ટાઇલ પુરી પાડીને વૈશ્વિક ફેશન ડોમેનમાં શ્રેષ્ઠ બનવાનું વિઝન ધરાવે છે, જે નવા યુગની મહિલાને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

“ત્રિધ્યા” ફેશનની કલ્પના ક્લાસિક ટ્રેડેશનલ ફેશનને કન્ટેમ્પરરી ઈન્ડો વેસ્ટર્ન/કુર્તી સ્ટાઇલમાં રજૂ કરવાના વિચારમાંથી કરવામાં આવી છે.લાવણ્ય અને કરિશ્માનો અવતાર એવી બ્રાન્ડ“ત્રિધ્યા” ફેશનની સિગ્નેચર સ્ટાઇલ ટાઇમલેશ અને અસાધારણ રીતે આકર્ષક છે.“ત્રિધ્યા” ફેશન અનુસાર સૌંદર્યના દ્રષ્ટિકોણથી પરંપરાઓ અને સંસ્કૃતિ તેનાના મૂળમાં રહેલી છે, જે પરમ અભિજાત્યપણાને પ્રતિબિંબિત કરે છે. આકર્ષક અને ભાવનાત્મક સ્ટાઇલ મહિલાઓની અભિવ્યક્તિ અને લાગણીઓને વાચા આપી વધુ ઉંચાઇ પર લઇ જાય છે.

સુંદર રંગછટાઓ સાથે ભારતીય પ્રિન્ટ્સના સમાયોજન સાથે “ત્રિધ્યા” ફેશન સિગ્નેચર સ્ટાઇલમાં સમગ્રતા લાવે છે, જે દરેક પ્રસંગ માટે પસંદગીની છે. “ત્રિધ્યા” ફેશન ખાતે દરેક કલેક્શન લાવણ્યતા અને સંપૂર્ણતા સાથે રચાયેલ છે, સ્વ-અભિવ્યક્તિથી ભરપૂર છે અને સ્ટાઇલ્સ સમૃદ્ધ ભારતીય વારસાથી પ્રેરિત છે, જે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પણ આકર્ષિત કરે છે.

ABOUT TRIDHYA

Tridhya is born out of the thought to reintroduce classic traditional fashion into contemporary Indo Western/Kurti styles. A personification of elegance and charisma, the signature styles of Tridhya are timeless and exceptionally graceful. They are aesthetically rooted in traditions and culture, reflecting ultimate sophistication.The glamorous and soulful styles elevate the women’s statement of expression and emotion.

Leave a Reply

Your email address will not be published.