Entertainment Gujarat Headline News Top Stories

“સિનેમા”– ડિજિટલ થિયેટરના એક નવા અધ્યાયનો પ્રારંભ

વિદેશમાં રહેતા ભારતીયો હવે પોતાની માતૃભાષાની ફિલ્મો થિયેટર રીલિઝ સાથે જોઇ શકશે

અમદાવાદ, 04 ઓક્ટોબર, 2022:વિશ્વના કોઇ પણ ખૂણે વસતા ભારતીયો પોતાની માતૃભાષા સાથે એક અલગ જ લગાવ ધરાવતા હોય છે. ખાસ કરીને, બાળપણ અને યુવાનીમાં થિયેયરમાં ફિલ્મો જોવાની પળો તેઓ હંમેશા વાગોળતા હોય છે. જોકે, તેઓ પોતાની માતૃભાષાની ફિલ્મોને વિદેશમાં થિયેટર રીલિઝ સાથે જોઇ શકતા ન હોવાથી એક અધૂરપ પણ અનુભવતા હોય છે. હવે તેમની આ અધૂરપને પૂર્ણ કરવા માટે એક્વાબિઝ ટેક પ્લેટફોર્મ પોતાની અનોખી પહેલ “સિનેમા” પ્લેટફોર્મ સાથે ઉકેલને પુરો પાડી હવે સિનેમાને તેમના ઘર આંગણે લઇને આવી રહી છે, જે અંતર્ગત“સિનેમા”પ્લેટફોર્મને દશેરાના પાવન પર્વએ લૉન્ચ કરવામાં આવ્યુ છે. આ તકે સિનેમા કંપનીના ડિરેક્ટર શ્રી જિગીશ ઘોડા અને ભારતમાં “સિનેમા” પ્લેટફોર્મનું સંચાલન સંભાળી રહેલા આર્ટમેન ફિલ્મ્સના શૈલેષ ધામેલિયા ઉપસ્થિત રહ્યાં હતા. 

સિનેમા પ્લેટફોર્મના લૉન્ચ પ્રસંગે એક્વાબિઝ ટેક પ્લેટફોર્મના ડિરેક્ટર શ્રી જિગીશ ઘોડાએ જણાવ્યું,“આ સુવિધા અમે વિદેશમાં વસતા ભારતીયો માટે શરૂ કરી રહ્યાં છે.“સિનેમા” પ્લેટફોર્મ 10થી વધુ દેશોમાં લૉન્ચ કરવામાં આવી છે, જે તેના દર્શકોને થિયેટર રીલિઝ સાથે જપ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદીનેફિલ્મો જોવાનો બેજોડ અનુભવ પુરો પાડે છે. જેમાં દર્શકો ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, બંગાળી સહિત અનેક ભારતીય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોને જોઇ શકે છે.આ ચોક્કસપણે નૉન-સબ્સક્રિપ્શન પ્લેટફોર્મ હોવાથી દર્શકોને જે ફિલ્મ જોવી હોય તેના માટે જ ટિકિટ ખરીદવાની રહે છે,જે બાદ દર્શકો એક જ ટિકિટ ખરીદી પોતાના પરિવાર સાથે પોતાની માતૃભાષાની ફિલ્મ જોવાનો આનંદ ઉઠાવી શકે છે. આગામી તબક્કામાં “સિનેમા” પ્લેટફોર્મને અન્ય વધુ દેશોમાં વસતા ભારતીયો માટે વિસ્તારિત કરવામાં આવશે.”

“સિનેમા” પ્લેટફોર્મનું ભારતમાં સંચાલન સંભાળતી અમદાવાદ સ્થિત આર્ટમેન ફિલ્મ્સ લિમિટેડના શ્રી શૈલેષ ધામેલિયાએ આ પ્રસંગે જણાવ્યું, ““સિનેમા” પ્લેટફોર્મ વિદેશમાં વસતા ભારતીય દર્શકો સુધી પ્રાદેશિક ફિલ્મોના પ્રોડ્યુસર્સ માટે વરદાનરૂપ બની રહેશે. કોઇ એક ફિલ્મને વિદેશના થિયેટર્સમાં રિલિઝ કરવા માટે જે તે દેશના નિયમોને અનુસરવા પડે છે, જે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે.જેથી હવે“સિનેમા” પ્લેટફોર્મ સાથે જોડાવા સાથે પ્રોડ્યુસર્સ આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયામાંથી બાકાત રહી શકે છેઅને ખૂબ જ સરળ અને સહજ રીતે પોતાની ફિલ્મોને વિશ્વમાં વસતા ભારતીય દર્શકો સુધી પહોંચાડી શકે અને આ માટે તેમણે કોઇ પણ ચાર્જ ચૂકવવાનો પણ રહેતો નથી.”

કોઆલાલંપૂર, મલેશિયાખાતે હેડ ક્વાર્ટર ધરાવતી અને ભારત માટે અમદાવાદથી સંચાલિત “સિનેમા”પ્લેટફોર્મ ભારતીય પ્રાદેશિક ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, બંગાળી સહિત અન્ય પ્રાદેશિક ફિલ્મોના પ્રોડ્યુસર્સને કોઇ પણ ચાર્જ વિના આ પ્લેટફોર્મ સાથે જોડાવા માટે તક પુરી પાડી રહી છે. આ એપ્લિકેશન થકી ફિલ્મ પ્રોડ્યુસર્સ યુએસએ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, મલેશિયા, કેનેડા, કેન્યા, ઓમાન, સિંગાપોરમાં રહેતા ભારતીયો દર્શકો સુધી પહોંચ મેળવવા માટે સક્ષમ બનશે.

વિદેશમાં રહેતા ભારતીયો હવે “સિનેમા” પ્લેટફોર્મના માધ્યમથી પોતાની માતૃભાષાની ફિલ્મો થકી તેમની પ્રાદેશિક સંસ્કૃતિ અને વારસા સાથે જોડાઇ રહેવા સક્ષમ બની શકશે, કારણ કે ડિજિટલ સિનેમા હવે તેમના ઘરે પહોંચી રહ્યું છે. “સિનેમા” પ્લેટફોર્મ વિદેશમાં વસતા ભારતીયોને તેમના પ્રિય હીરો અને હીરોઇનની ફિલ્મોને થિયેટર રીલિઝ સાથે પોતાના ઘરે આરામદાયક રીતે બેઠાબેઠા પોતાની અનુકુળતા અનુસાર જોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.