ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન સ્વાસ્થ્ય ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ક્રાંતિ તરફ દોરવા માંગે છે. ગયા વર્ષની ઐતિહાસિક સફળતા બાદ,
આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો–હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત : તારીખ: ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ (રવિવાર) સ્થળ: મેહન્દી નવાબ જંગ ઓડિટોરિયમ, પાલડી, અમદાવાદ.અતિથિ વિશેષ અને શ્રેષ્ઠ ચિકિત્સકોનો સન્માન સમારોહ.
વૈજ્ઞાનિક સત્ર – આ સંમેલનમાં દેશભરના નિષ્ણાતો દ્વારા ઇલેક્ટ્રો-હોમિયોપેથીના વૈજ્ઞાનિક પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્ય વિષયો નીચે મુજબ રહેશે:
1. IDC માપદંડ: નવી ચિકિત્સા પદ્ધતિઓની સત્તાવાર માન્યતા માટે IDC ના અનિવાર્ય માપદંડોનું વિશ્લેષણ.
2. ચિકિત્સા વિજ્ઞાનનો ઇતિહાસ: હિપ્પોક્રેટ્સ અને હેનિમેનથી શરૂ કરીને ડૉ. મેટી સુધીની ઔષધીય ક્રાંતિની સફર.
3. સચોટ ઔષધિ પસંદગી: વિવિધ રોગોમાં ઇલેક્ટ્રો-હોમિયોપેથિક દવાઓની પસંદગીની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ.
NGEHMPA સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય: ઇલેક્ટ્રો-હોમિયોપેથી એ ૧૦૦% વનસ્પતિ આધારિત, સુરક્ષિત અને આડઅસર રહિત પદ્ધતિ છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાતમાં પણ આ પદ્ધતિને સત્તાવાર માન્યતા મળે અને તેના નિયમન માટે બોર્ડની રચના થાય તે દિશામાં આ સંમેલન એક મહત્વનું ડગલું સાબિત થશે.
ઇલેક્ટ્રો–હોમિયોપેથીમાં માત્ર ૧૧૪ વનસ્પતિઓમાંથી તૈયાર કરવામાં આવેલી ૩૮ દવાઓનો ઉપયોગ થાય છે. આ ૩૮ દવાઓ એટલી વૈજ્ઞાનિક રીતે સક્ષમ છે કે તે શરીરના તમામ અંગોની સંરચના અને કાર્યપ્રણાલીનું નિયમન કરી શકે છે.
ઇલેક્ટ્રો–હોમિયોપેથી પદ્ધતિ રક્ત (Blood) અને લસિકા (Lymph) ના શુદ્ધિકરણ પર કાર્ય કરે છે. તે રોગના લક્ષણોને દબાવવાને બદલે શરીરના મુખ્ય પ્રવાહીઓને શુદ્ધ કરી રોગને જડમૂળથી નાબૂદ કરે છે.આ પદ્ધતિમાં માત્ર અને માત્ર ૧૦૦% વનસ્પતિઓ (Vegetable Kingdom) નો જ ઉપયોગ થાય છે. તે સંપૂર્ણપણે કુદરતી અને અહિંસક પદ્ધતિ છે.
ગુજરાતમાં રેગ્યુલેટરી એક્ટની અનિવાર્યતા: જો ગુજરાતમાં પણ રાજસ્થાન મોડલના આધારે ઇલેક્ટ્રો-હોમિયોપેથી માટે નિયમનકારી કાયદો (Regulatory Act) બનાવવામાં આવે, તો તેનાથી નીચે મુજબના દૂરગામી ફાયદાઓ થશે:
૧. ચિકિત્સા પદ્ધતિનું સત્તાવાર માળખું: કાયદો બનવાથી આ સિસ્ટમને એક ચોક્કસ દિશા મળશે. શૈક્ષણિક ધોરણો અને ક્લિનિકલ પ્રેક્ટિસના નિયમો નક્કી થવાથી પદ્ધતિની વિશ્વસનીયતા વધશે.
૨. લોકકલ્યાણ અને સસ્તી સારવાર: રાજ્યના નાગરિકોને અત્યંત સસ્તી, સરળ અને આડઅસર રહિત (Side-effect free) કુદરતી સારવાર પદ્ધતિનો લાભ મળશે. આનાથી રાજ્યના આરોગ્ય તંત્ર પરનું ભારણ પણ ઘટશે.
૩. ચિકિત્સકોનું રજીસ્ટ્રેશન અને સુરક્ષા: કાયદો પસાર થવાથી ગુજરાતમાં ઇલેક્ટ્રો હોમ્યોપેથિક ચિકિત્સકોનું સત્તાવાર રજીસ્ટ્રેશન થશે, જેનાથી દર્દીઓને ગુણવત્તાયુક્ત સેવા મળશે અને નકલી પ્રેક્ટિશનરો પર લગામ કસી શકાશે.
૪. ગુજરાત મોડલની સંકલ્પના: ગુજરાત હંમેશા “નવીનતા અને વિકાસ” (Innovation and Development) માટે જાણીતું રહ્યું છે. ઇલેક્ટ્રો-હોમિયોપેથીને માન્યતા આપીને ગુજરાત દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે એક નવું ઉદાહરણ પૂરું પાડી શકે છે.
ડૉ. હર્ષ મૌર્ય (નેશનલ પ્રેસિડેન્ટ), ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) ગુજરાત સરકારશ્રીને નમ્ર રજૂઆત અને ભાવિ વિઝન NGEHMPA છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઇલેક્ટ્રો-હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના વિકાસ, સંશોધન અને પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત છે. અમારું સંગઠન ચિકિત્સકોને સંગઠિત કરી આ પદ્ધતિને વૈજ્ઞાનિક ઢબે લોકભોગ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. NGEHMPA ની સરકારશ્રીને વિનંતી છે કે, જનહિત અને ચિકિત્સકોના વ્યાવસાયિક ગૌરવને ધ્યાને રાખી, રાજસ્થાનના ‘ધી રાજસ્થાન ઇલેક્ટ્રોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ, ૨૦૧૮’ ની જેમ જ ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભામાં પણ આ પદ્ધતિના નિયમન માટેનો કાયદો પસાર કરવામાં આવે.”
આ પગલું ગુજરાતને સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્વનિર્ભર અને પ્રગતિશીલ બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ સાબિત થશે.





