Entertainment Gujarat Headline News Special

‘ચોર નં. ૧’ની ધમાકેદાર એન્ટ્રી, હાસ્ય અને મનોરંજનથી દર્શકોને કરશે મંત્રમુગ્ધ

ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે હાસ્ય, રોમાંચ અને મનોરંજનથી ભરપૂર નવી ફિલ્મ ‘ચોર નં. ૧’ સિનેમાઘરોમાં દર્શકોને હસાવવા અને મનોરંજન આપવા માટે સજ્જ છે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળા દ્વારા નીલેશ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો શ્રેય મારાડિયા, ઋષિ જાની, પાર્થ મોદી, આંચલ શાહ અને અર્ચન ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

એક રાત, ચોરીનો પ્લાન અને ગેરસમજની મજેદાર કહાની

‘ચોર નં. ૧’ની વાર્તા ત્રણ કર્મચારીઓની આસપાસ ફરે છે. કંપનીના મેનેજરની એક ભૂલનો ભોગ બન્યા બાદ આ ત્રણેય બદલો લેવાનું નક્કી કરે છે અને એક જ રાતમાં ચોરીનો પ્લાન બનાવે છે.

પરંતુ આ પ્લાન જેટલો સરળ લાગે છે, તેટલો જ આગળ જઈને મુશ્કેલ બનતો જાય છે. ચોરીના પ્રયાસ દરમિયાન સર્જાતી ગેરસમજો, અણધારી પરિસ્થિતિઓ અને રમુજી પ્રસંગો ફિલ્મમાં હાસ્યનો ભરપૂર ડોઝ ઉમેરે છે.

પડદા પાછળની ટીમ પણ દમદાર

ફિલ્મના સિનેમેટોગ્રાફર તરીકે નાસિર ખાને કામગીરી સંભાળી છે, જ્યારે સંગીત નિર્દેશનની જવાબદારી મૌલિક મહેતાએ નિભાવી છે.

કિરણ પરિહાર દ્વારા લખાયેલા ગીતોને ઉમેશ બારોટ, મીત મહેતા અને મૌલિક મહેતાએ પોતાના અવાજથી સજાવ્યાં છે. ફિલ્મના દમદાર સંવાદો કપિલ સાહેત્યા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે અયાન મકવાણાના બેકગ્રાઉન્ડ સ્કોરથી ફિલ્મના રોમાંચ અને મનોરંજનમાં વધુ ઉમેરો થાય છે.

હાસ્ય, ચોરી, ગેરસમજ અને રોમાંચના અનોખા મિશ્રણ સાથે ‘ચોર નં. ૧’ ગુજરાતી દર્શકો માટે મનોરંજનથી ભરપૂર ફિલ્મ બનવાની અપેક્ષા જગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.