hdfc csc
Business Gujarat Top Stories

CSC સાથે ભેગા મળી એચડીએફસી બેંકે નાના રીટેઇલરો માટે ઓવરડ્રાફ્ટ સ્કીમ લૉન્ચ કરી

  • રીટેઇલરો 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ પર આધાર રાખી રૂ. 10 લાખ સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે

મુંબઈ, 28 જુલાઈ, 2021: એચડીએફસી બેંકે સોમવારે સીએસસી એસપીવી સાથેની સહભાગીદારીમાં નાના રીટેઇલરો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. ‘દુકાનદાન ઓવરડ્રાફ્ટ સ્કીમ’ તરીકે જાણીતી આ સુવિધા દુકાનદારો અને વેપારીઓને રોકડની તંગીને હળવી બનાવવામાં મદદરૂપ થશે.

ઓછામાં ઓછા ત્રણ વર્ષથી સંચાલન કરતાં રીટેઇલરો કોઇપણ બેંકનું છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ પૂરું પાડીને આ ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે. આ સ્ટેટમેન્ટ પર આધાર રાખી બેંક ઓછામાં ઓછા રૂ. 50,000થી માંડીને રૂ. 10 લાખ સુધીની ઓવરડ્રાફ્ટ લિમિટ મંજૂર કરી શકે છે. આ સુવિધા મેળવવા માટે તેમણે કોઈ જામીનગીરી, બિઝનેસ ફાઇનાન્શિયલ્સ અને ઇન્કમ ટેક્સ રીટર્ન પૂરાં પાડવાની જરૂર નથી.

રીટેઇલરો, દુકાનદારો અને વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ આ સુવિધા મેળવવા માટે પાત્ર છે. બેંકે કાગજી કાર્યવાહી અને આ યોજનાના લાભ મેળવવામાં લાગતાં સમયને શક્ય એટલા ઘટાડીને સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. આ નવી યોજના નાના વેપારીઓની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘડી કાઢવામાં આવી છે. છેલ્લાં 6 વર્ષથી સંચાલન કરી રહેલી દુકાનો માટે ઓવરડ્રાફ્ટની ટોચમર્યાદા રૂ. 7.5 લાખ છે અને છેલ્લાં 6 વર્ષથી વધુ સમયથી સંચાલન કરી રહેલી દુકાનો માટે રૂ. 10 લાખ છે.

રીટેઇલરો માટે આ પ્રોગ્રામના લાભઃ

i)      જામીનગીરીથી મુક્ત લૉન.

ii)     કટિબદ્ધતાના કોઈ ચાર્જિસ નહીં.

વીએલઈ માટે આ પ્રોગ્રામના લાભઃ

  1. રૂ. 5 લાખ અને તેનાથી વધુની લૉનની રકમ માટે 0.40%થી 0.80% સુધીનું કમિશન.
  2. 1700થી વધુ ઉભરી રહેલી એન્ટરપ્રાઇઝ ગ્રૂપ બિઝનેસ ચેનલો
  3. 600થી વધુ શાખાઓ અને વર્ચ્યુઅલ રીલેશનશિપ મેનેજમેન્ટ સપોર્ટ.

પાત્રતાના માપદંડઃ

i)      ફક્ત પ્રોપરાઇટર અને બિઝનેસ પાર્ટનરો જ આ ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરી શકે છે

ii)     કોઇપણ બેંકનું છ મહિનાનું સ્ટેટમેન્ટ હોવું જરૂરી છે

iii)    જે બેંકનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હોય, તેના તેઓ ઓછામાં ઓછા 15 મહિનાથી ગ્રાહક હોવા જોઇએ.

એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના કન્ટ્રી હેડ સુશ્રી સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, ‘છેલ્લાં એક વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રે કોવિડ-19ને કારણે પેદા થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિ સામે ઝઝૂમવું પડ્યું છે. વર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને નાના વ્યવસાયો માટે વિશેષ પડકારજનક રહી છે. એચડીએફસી બેંકે સીએસસી સાથે ભેગા મળીને આ નાના રીટેઇલરોના અસ્તિત્ત્વને ટકાવી રાખવા, તેમને પ્રોત્સાહિત કરવા અને તેમના માટે વ્યવસાયની વધુ સારી તકોનું સર્જન કરવા આ પહેલ લૉન્ચ કરવામાં આવી છે. તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં આ વ્યવસાયો તેમના પગભર થઈ જાય તે માટે તેમને મદદરૂપ થાય તેવી યોજનાઓ ઘડવા માટે એચડીએફસી બેંક પ્રયત્નશીલ છે. દુકાનદારો અને વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ માટેની દુકાનદાર ઓવરડ્રાફ્ટ સ્કીમ એ આ દિશામાં એક પગલું છે. અમને વિશ્વાસ છે કે, હજારો નાના વેપારીઓને તેનાથી અત્યાવશ્યક રાહત મળશે.’

સીએસસી એસપીવીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે, ‘દુકાનદાર ઓવરડ્રાફ્ટ એ એક ખૂબ જ વ્યાવહારિક યોજના છે, ખાસ કરીને આ પ્રકારના મુશ્કેલીભર્યા અને અનિશ્ચિત સમયમાં નાના દુકાનદારો અને વ્યવસાયો તથા અમારા જેવી વીએલઈ માટે. તે તેમને આ મુશ્કેલીના સમયમાંથી ઉગરવામાં અને દેશ કોવિડના આર્થિક પ્રભાવોમાંથી ઉગરવાની સાથે જ તેમને ફરીથી પોતાના વ્યવસાયનો ધમધમતા કરવામાં મદદરૂપ થશે.’

ઓવરડ્રાફ્ટ સુવિધાની સાથે ચાલું ખાતું હોવું એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ખૂબ જ ફાયદાકારક સેવા છે. તે વ્યવસાયના માલિકને તેમની રોજિંદી કાર્યકારી મૂડીના ખર્ચાઓને પહોંચી વળવા રોકડના પ્રવાહના સંદર્ભમાં મદદરૂપ થાય છે. તેમના ચાલું ખાતા મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતી ઓવરડ્રાફ્ટની સુવિધાની મદદથી ખાતાધારકો હેરાનગતિથી મુક્ત રીતે ચેક અથવા પે-ઑર્ડરો મારફતે તેમની બાકી ચૂકવણીઓને ચૂકતે કરી શકે છે. તેનાથી ચેક રીટર્ન થવાની શક્યતા દૂર થઈ જાય છે અને વ્યવસાયના માલિકની પ્રતિષ્ઠા પણ અકબંધ રહે છે.

વધુમાં આરબીઆઇએ નાની રકમ માટે જામીનગીરીથી મુક્ત ઓવરડ્રાફ્ટની મંજૂરી આપેલી છે, જેના પરિણામે જે ગ્રાહકોના બેંક સાથેના ભૂતકાળના વ્યવહારો સંતોષજનક હોય તેમને શાખાના મેનેજર પોતાની વિવેકબુદ્ધિ મુજબ આ પ્રકારની લૉન મંજૂર કરી શકે છે. બેંકમાં ચાલું ખાતું ધરાવતા ગ્રાહકોને બેંક આ સંબંધમાં દરેક વ્યક્તિગત ગ્રાહક માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજનાઓ કે સેવાઓ પણ પૂરી પાડી શકે છે.

About HDFC BANK

For information please log on to: www.hdfcbank.com

For media queries please contact:

Sanjay Ojha

Regional Head North – Corporate Communications

HDFC Bank Ltd., Mumbai.

Tel: 91-22-66521307(D)/66521000(B)

Mobile: +91 9835314249

Sanjay.Ojha3@hdfcbank.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *