અમદાવાદીઓ લગ્ન સગાઈ કે અન્ય કોઈ પણ સામાજીક પ્રસંગો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં પ્રખ્યાત છે.
પ્રસંગોની ઉજવણીમાં લોકો પોતાના પહેરવેશને ખૂબ મહત્વ આપે છે અને મહિલાઓ માટે તો અમદાવાદમાં ઘણી બધી બ્રાન્ડ કાર્યરત છે અને ઑપશન પણ ઘણા મળી રહે છે પરંતુ પુરુષો માટે ખૂબ ઓછા સ્ટોર છે કે જ્યાં આપણાં ભારતીય ઍથનીક વેર જોવા મળતા હોય.
ત્યારે આજના દિવસે અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક પ્રિવિલોનમાં મુંબઈના જાણીતા ડ્રેસ ડિઝાઈનર સીમા મેહતા દ્વારા એસ.એફ.ડબલ્યુ બ્રાન્ડ હેઠળ પુરુષો માટે ખૂબ જ આકર્ષક ઍથનીક વેર કલેક્શન સ્ટોરનું આજે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
સીમા મેહતા જાણીતા ફેશન ડિઝાઈનર છે અને વર્ષોથી નવી પેઢીને આપણાં જાણીતા ઍથનીક વેર વિશે ખૂબ સારા કલેક્શન આપી ચુક્યા છે.
સીમા મેહતા બ્રાન્ડનો આ ફ્રેન્ચાઇઝી સ્ટોર છે અને આ ફ્રેન્ચાઇઝી લેનાર રિયા શાહ અને તર્પણ શાહે આજે જણાવ્યું હતુંકે આ સ્ટોર દ્વારા અમદાવાદીઓને ભારતીય ઍથનીક વેરમાં નવી ડિઝાઇન અને કલેક્શન સાથે પોકેટ ફ્રેન્ડલી ભાવ સાથે આકર્ષક કપડાં મળી રહે તે હેતુથી આ સ્ટોર કાર્ય કરવા સક્ષમ થશે તેવી ખાત્રી આપી હતી.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અને હિન્દી સિનેમા ના કલાકારોના ઍથનીક વેરથી માંડી વેસ્ટર્ન વેર અને ફેશનવેર બ્રાન્ડ ને કસ્ટમાઇઝડ કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને આ શૉ રૂમ પર કંઈક નવી જ પ્રકારની ઍથનીક વેર બ્રાન્ડસ જોવા મળશે.
સીમા મેહતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્ટોરમાં ડિઝાઈનર કપડાં તો મળશે જ પણ સાથે જ તમારા પ્રસંગોને અનુરૂપ કપડાંને ડિઝાઇન કરી કસ્ટમાઇઝડ પણ કરી આપવામાં આવશે.
આ મેગા સ્ટોરના ઉદ્ઘાટન સમયે આજે ગુજરાતના જાણીતા કલાકારો ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા, હેમાંગ દવે, ચેતન દૈયા અને આકાશ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સીમા મેહતા ના ઍથનીક વેર કલેક્શનને નિહાળી તેમનું અભિવાદન પણ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના જાણીતા યુવા ચહેરાઓ સાથે ભારતીય ઍથનીક વેર કલેક્શન બ્રાન્ડ એસ.એફ.ડબલ્યુ સીમા મહેતાના કલેક્શનનું રેમ્પ વૉલ્ક દ્વારા પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.