New
જોર્ડનની અરાણી અને વિખ્યાત કંપની પ્રમસિર નેચરલ થીમ (MNG ) પોતાના દવા મળતી કુદરતી પાણીજ તત્ત્વોમાંથી વિવિધ કુદરતી ખાસી સહિતના ખેતી ઘટકોનું ઉત્પાદન કરી રહી છે. અગાઉ તા. ૩-૪-૨૦૨૫, ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજકોમાસોલ દ્વારા આયોજીત ખેડૂત સેમિનાર-સમ્મેલનમાં સદર કંપની દ્વારા ઉત્પાદિત આ ખેતી ઉપયોગી ખાતરો સહિતના ઘટકોનું વિસ્તૃત માર્ગદર્શન ગુજરાત ભરના બેડૂતોને આપવામાં આવેલ.
WATCH FACEBOOK AND INSTAGRAM VIDEO
https://www.facebook.com/reel/1649859456316317
https://www.instagram.com/p/DXbtSNpiGk2/
આ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો, રાજ્ય સરકારશ્રીના ઉરચ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં આ બધી પ્રોડકટો માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતી. ખેડૂતોના ઉત્સાહને ધ્યાનમાં રાખતાં રાજ્યનાં ખેડૂતો અને જમીનને માફક આવે છે કે કેમ ? ખેડૂતોને તે ખરેખર ઉપયોગી થશે કે કેમ ? તે માટે તેની ટેકનીકલ અધિકૃતતા ચકાસવા માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જ એક એવું માધ્યમ છે, જે આ પ્રોડકટોના વૈજ્ઞાનિક પ્રયોગો કરીને જણાવી શકે કે આ ખેડૂતોને આપવા લાયક છે કે કેમ ? તે માટે આ કંપનીના ઉત્પાદનોના આણંદ એચી યુનિવર્સિટીમાં ટ્રાયલો લેવામાં આવ્યા હતા.

આ ટ્રાયલમાં આ ખાતરો સારા પરિણામો આપશે તે મુજબનો પોઝીટીવ રિપોર્ટ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ છે. ખેડૂતોનો ઉત્સાહ, કૃષિ તજજ્ઞો, કૃષિ અધિકારીશ્રીઓનો અભિપ્રાય અને આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાંથી મળેલ ટ્રાયલ રિપોર્ટને ધ્યાનમાં લઈ આ કંપનીના વિવિધ ખેતીલક્ષી કુદરતી ખાતરો સહિતની પ્રોડકટો સમગ્ર રાજ્યમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય અને કેમીકલ મુક્ત હોવાથી જમીન અને પર્યાવરણનું રક્ષણ, જમીનની ઉત્પાદકતા વધારો થાય તેવા ઉમદા હેતુથી કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞોની હાજરીમાં ગુજરાતના ખેડૂતો સમક્ષ આ વિવિધ ખેતીલક્ષી કુદરતી પ્રોડકટો ગુજકોમાસોલ સંયોજીત સંસ્થાઓ મારફત બજારમાં મુકવા આજરોજનું આયોજન કરવામાં આવેલ છે, જેથી તેનો બહોળો પ્રસાર-પ્રચાર થાય તો રાજ્ય ભરના ખેડૂતો આ ખેતીલક્ષી વિવિધ કુદરતી પ્રોડકટોનો ઉપયોગ કરી જમીનની ઉત્પાદકતા વધારી મબલખ ખેત ઉત્પાદન વધારી શકે.

સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય. ઉપરોકત કાર્યક્રમમાં , ઇફકો, ન્યુ દિલ્હી તથા ગુજકોમાસોલના ચેરમેન માન. શ્રી દિલીપ સંઘાણી, ગુજકોમાસોલના વાઈસ ચેરમેન માન.શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા) તથા લખનૌથી પધારેલ પદ્મશ્રીથી સન્માનિત ખેડૂત માન. શ્રી રામ શરણ શર્મા, ઈફકોના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી કે.જે. પટેલ, ઈફકોના માર્કેટીંગ ડાયરેકટર શ્રી યોગેન્દ્ર કુમાર, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, MNG જોર્ડન કંપનીના ઉરચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડેલ.





